________________
પંચેન્દ્રિય જીવોનું દ્રવ્યપ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે :
बेइंदियाइया पुण, पयरं पज्जत्तया अपजत्ता ।
संखेजाऽसंखेज्जे-णंगुलभागेणवहरेज्जा ॥१६४।। નાથાર્થઃ વળી પર્યાપ્ત હીન્દ્રિયાદિ (પંચેન્દ્રિય સુધીના) જીવો અંગુલના સંખ્યામાં ભાગ વડે પ્રતર અપહરે એટલા છે, અને અપર્યાપ્તા હીન્દ્રિયાદિજીવો અંગુલના અસંખ્યાતમા ભાગ વડે પ્રતર અપહરે એટલા છે. ૧૬૪
ટાર્થ: “વેકિયાય = દીન્દ્રિયાદા: ” એમાં ફિયા” = આદિ શબ્દથી ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયનું પણ ગ્રહણ કરવું. તે કારણથી પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બન્ને પ્રકારના દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તે દરેક જીવભેદ સંપૂર્ણ પ્રતરને અપહરે છે. કેટલા ભાગ વડે પ્રતરને અપહરે છે? તે કહે છે – અનુક્રમે પર્યાપ્ત દ્વીન્દ્રિયાદિ જીવો અંગુલના સંખ્યામાં ભાગ વડે અને અપર્યાપ્ત ત્રીન્દ્રિયાદિ જીવો અંગુલના અસંખ્યાતમા ભાગ વડે પ્રતરને અપહરે છે. અહીં તાત્પર્ય એ છે કે – એક અંગુલ જેટલી આકાશશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા આકાશપ્રદેશોના સંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશો આવે તેટલા આકાશપ્રદેશો વડે ઘનીકૃત લોકાકાશના એક પ્રતરના આકાશપ્રદેશોને ભાગીએ; અને તે ભાગાકાર વડે પ્રતરનો જેટલો ખંડ-ભાગ પ્રાપ્ત થાય (અર્થાત્ જેટલા આકાશપ્રદેશ પ્રમાણનો તે ભાગ આવે) તેટલા ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા પર્યાપ્ત દ્વીન્દ્રિય જીવો સર્વ મળીને છે. અથવા સર્વે પણ પર્યાપ્ત હીન્દ્રિય જીવો પ્રત્યેક પહેલે સમયે તેવા એકેક પ્રતરપ્રદેશને અપહરે, પુન: બીજા સમયે પણ તેવા પ્રતરપ્રદેશને (એકેક પ્રદેશને) અપહરે, પુનઃ તેવી જ રીતે ત્રીજે સમયે પણ દરેક જીવ એકેક પ્રદેશને અપહરે, તેમજ ચોથે સમયે પણ તેવી રીતે એકેક પ્રદેશ અપહરે, તો એ પ્રમાણે અપહાર કરતાં અંગુલમાત્ર શ્રેણિના સંખ્યામાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા સમયમાં સંપૂર્ણ પ્રતર પર્યાપ્ત દ્વિીન્દ્રિયો અપહરે છે. અથવા દરેક પર્યાપ્ત દ્વિીન્દ્રિય જીવને અંગુલશ્રેણિના સંખ્યાતમા ભાગ જેટલો એકેક પ્રતરખંડ આપીએ, તો સર્વે પર્યાપ્ત દ્વીન્દ્રિય જીવો સમકાળે એક સમયે સંપૂર્ણ એક પ્રતરને ગ્રહણ કરે. એ પ્રમાણે પૂર્વવત્ અહીં પણ એક જ પ્રકારના અર્થમાં ત્રણ ભાવના દર્શાવી. [વળી એ પ્રમાણે પર્યાપ્ત ત્રીન્દ્રિયાદિ જીવોનું પણ ત્રણ ત્રણ રીતિએ સંખ્યા પ્રમાણ એક જ પ્રકારનું જાણવું.] પુનઃ એજ રીતે અપર્યાપ્ત ત્રીન્દ્રિયમાં પણ સંખ્યાપ્રમાણની સર્વ પ્રરૂપણા એ રીતે જ કહેવી, પરંતુ તફાવત માત્ર એટલો જ કે - અંગુલશ્રેણિના સંખ્યામાં ભાગને બદલે અંગુલશ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલો (ન્હાનો ભાગ) કહેવો. કારણ કે પર્યાપ્ત હીન્દ્રિયાદિ જીવોથી અપર્યાપ્ત દ્વીન્દ્રિયાદિ જીવો અસંખ્યાતગુણા પૂર્વે કહેલા છે. માટે અપર્યાપ્તાના સંબંધમાં સૂક્ષ્મ પ્રતિભાગ વડે (ન્હાના ભાગ વડે) પ્રરૂપણાની ઉત્પત્તિ થાય છે. વળી જે રીતે પર્યાપ્ત અને અપર્યાપ્ત હીન્દ્રિય જીવોની પ્રમાણપ્રરૂપણા કરી તે જ રીતે ઉભયસ્વરૂપ (પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોની પણ પ્રરૂપણા દરેકની કહેવી.
એ પ્રમાણે અપર્યાપ્ત દ્વીન્દ્રિયાદિ અને પર્યાપ્ત દ્વીન્દ્રિયાદિ જીવોની અંતર્ગત- તુલ્ય પ્રમાણપ્રરૂપણા કરી છે, તો પણ એ આઠે જીવભેદનું પરસ્પર અલ્પબદુત્વ છે, તે આ પ્રમાણે –
૨૩૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org