________________
अंगुलअसंखभागो, बायर सुहुमा य सेसया काया । सव्वेसिं च जहन्नं, मणुयाण ति गाउ उक्कोसं ॥१७६।।
થાર્થ: [ ૧૭૦મી ગાથામાં કહેલ વનસ્પતિકાય સિવાયની] બાકી રહેલી ચાર કાયમાં શરીરનું પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. તેમજ [ પ્રથમ કહેવાયેલા અને આગળ કહેવાતા ] સર્વે જીવભેદોનું જઘન્ય શરીરપ્રમાણ પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. તથા મનુષ્યોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ત્રણ ગાઉનું છે. /૧૭૬/
ટીછાર્થ: પૂર્વે કહેલી [વનસ્પતિ] કાયથી બાકી રહેલ જે ચાર સ્થાવરકાય પૃથ્વી-જળ-અગ્નિ અને વાયુ એ ચારે દરેક સૂક્ષ્મ અને બાદરનું [ એટલે આઠ સ્થાવરોનું ] જઘન્ય શરીરપ્રમાણ તેમજ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, એટલું જ નહિ, પરંતુ સન્વેસિ વે નહä [સર્વે જીવભેદોનું જઘન્ય શરીર], અર્થાત્ જે નારક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, વનસ્પતિ તથા સમૂર્છાિમ અને ગર્ભજ પર્યાપ્તા તથા અપર્યાપ્ત [એ ચાર ચાર ભેદવાળા ] તિર્યંચ પંચેન્દ્રિયોનું પણ પૂર્વે જે જઘન્ય શરીરપ્રમાણ [ગાથાઓમાં ] કહ્યું નથી; તેમજ જે મનુષ્યાદિ જીવભેદોનું આગળની ગાથાઓમાં જઘન્ય શરીરપ્રમાણ નહિ કહેવાશે, તે સર્વે જીવભેદોનું પણ જઘન્ય શરીરપ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ જ જાણવું. તથા મનુષ્યોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ત્રણ ગાઉનું છે, અને જઘન્ય શરીરપ્રમાણ તો [ સવૅસિં વે નન્ન એ પદથી] કહેવાઈ ગયું છે. એ પ્રમાણે ૧૭૬ મી ગાથાનો અર્થ સમાપ્ત. /૧૭૬// વિતરણ: હવે આ ગાથામાં દેવોનું શરીરપ્રમાણ કહેવાય છે?
भवणवइयाणमंतर, जोइसवासी य सत्तरयणीया ।
सक्काइ सत्तरयणी, एक्केका हाणि जावेक्का ॥१७७॥ ગાથાર્થ: ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી એ ત્રણ નિકાયના દેવોનું શરીરપ્રમાણ સાત પત્નિ [સાત હાથ] જેટલું છે. તથા શક્રાદિ દેવલોકનું શરીરપ્રમાણ સાત હાથનું છે, અને એકેક હાથ ઘટતાં યાવતું એક હાથ પ્રમાણમાં છે. ૧૭ળા
રીદ્યાર્થી ભવનપતિ, વ્યત્તર અને જ્યોતિષીઓ એ સર્વમાંના દરેક દેવો ઉત્કૃષ્ટથી સાત હાથ જેટલા શરીરપ્રમાણવાળા હોય છે. તથા સાફ સત્તરથી એમાં શક્ર એટલે સૌધર્મેન્દ્ર, તે વડે ઓળખાતો સૌધર્મ દેવલોક અહીં જાણવો. અને આદિ શબ્દથી ઈશાન દેવલોક ગ્રહણ કરવો. તેથી તે બેના એટલે સૌધર્મદેવલોક અને ઈશાનદેવલોકના દેવો દરેક ઉત્કૃષ્ટથી સાત હાથપ્રમાણ શરીરવાળા હોય છે. તથા ત્યાંથી આગળના દેવલોકમાં એકેક હાથપ્રમાણ ઘટાડવાથી, યાવત્ પર્યન્ત એક હાથ જેટલા શરીરવાળા દેવો હોય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે - સનકુમાર અને મહેન્દ્ર એ બે દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અને (૭ હાથની અપેક્ષાએ) શરીરની વધુમાં વધુ ઉત્કૃષ્ટ હાનિ (ન્યૂનતા) ધરાવનારા દેવોનું શરીર પ્રમાણ છે ૧. અહીં મનુષ્ય એ સામાન્ય કથનથી પણ ગર્ભજ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોનું શરીર ત્રણ ગાઉનું છે, અને સમૂર્છાિમ મનુષ્યોનું અંગુલનો અસંખ્યાતમો ભાગ તથા સંખ્યાત વર્ષાયુષ્યવાળા મનુષ્યોનું ૫૦૦ ધનુષ પ્રમાણ છે. ૨, અહીં વ્યત્તર કહેવાથી વ્યન્તરની અંતર્ગત વાણવ્યત્તરનિકાય પણ જાણવી. ૩. દેવોમાં જેમ આયુષ્ય અધિક તેમ શરીર હીન હીન હોવાથી એ પ્રમાણે કહ્યું છે.
For Privalu Personal Use Only
Jain Education International
www.jainelibrary.org