________________
વગેરે, તેઓનું શરી૨પ્રમાણ જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, અને ઉત્કૃષ્ટથી તો દેવકુરુ – ઉત્તરકુરુક્ષેત્રના હાથી વગે૨ે ચતુષ્પદોનું શરી૨પ્રમાણ છ ગાઉ જેટલું છે. ૨ા II તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહનામાં વિસંવાદ ॥
એ પ્રમાણે ‘બત્ત થા વહ સમુચ્છિમ' ઇત્યાદિ પાંચ ગાથાઓમાં પંચેન્દ્રિય તિર્યંચોના વીશે ભેદનું શરીરપ્રમાણ કહ્યું. એ કહેલું શરીરપ્રમાણ બીજા ગ્રંથોની સાથે કંઈક વિચત્, વિસંવાદવાળું [ વિરોધ જેવું ] પણ છે, તે આ પ્રમાણે –
આ ગ્રંથમાં વીશ ભેદોમાં દશ ભેદ પર્યાપ્તા ગણ્યા અને દશ ભેદ અપર્યાપ્તા ગણ્યા. તેમાં પ્રજ્ઞાપના તથા અનુયોગદ્વાર વગેરે ગ્રંથોમાં કોઈપણ અપેક્ષાએ દશે અપર્યાપ્તા જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને પ્રકારનું શરી૨પ્રમાણ કંઈપણ ફેરફાર વિના અંગુલનો અસંખ્યાતમો ભાગ જ કહ્યું છે, અને આ ચાલુ ગ્રંથમાં [જીવસમાસમાં] તો ગત્ત થત્ત વહ સમુચ્છિમ ઇત્યાદિ પદવાળી પહેલી [પાંચમાંની પહેલી ] ગાથામાં પાંચે સમ્પૂર્ચ્છિમ અપર્યાપ્તાનું દરેકનું ઉત્કૃષ્ટ શ૨ી૨પ્રમાણ એક વેંત પ્રમાણ કહ્યું . અને ખત્ત થત્ત વ્ય ઝપખતા ઇત્યાદિ પદવાળી ચોથી [પાંચમાંની ચોથી એટલે ૧૭૪મી ] ગાથામાં દરેકનું [ દરેક અપર્યાપ્તાનું ] ઉત્કૃષ્ટથી ધનુઃપૃથક્ત્વ જેટલું શ૨ી૨પ્રમાણ કહ્યું. માટે એ બાબતમાં તત્ત્વ-સત્ય શું છે તે શ્રી સર્વજ્ઞો અથવા શ્રીબહુશ્રુતો જાણે . પર્યાપ્ત અવસ્થામાં જે જીવો હજાર યોજન પ્રમાણવાળા છે, તેવા જીવોનું પણ અપર્યાપ્ત અવસ્થાનું શરીરપ્રમાણ ઉત્કૃષ્ટથી પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ જ હોવાનું શ્રીપ્રજ્ઞાપના વગે૨ે ગ્રંથોમાં કહ્યું છે, અને એ વાત દુ:ખે સમજી શકાય એવી છે. વળી જો કે અહીં ચાલુ ગ્રંથની [પાંચ ગાથાઓમાંની ] ચોથી ગાથામાં ‘વહૈં મયા ૩ ૩મÇ’ એ વચન વડે [ એ પદ વડે ] પર્યાપ્તા ખેચરની તુલ્ય અપર્યાપ્ત ખેચરોનું ઉત્કૃષ્ટથી ધનુઃપૃથક્ક્સ શરીરપ્રમાણ કહ્યું, તે પણ પૃથક્ક્સ શબ્દના બહુ ભેદ હોવા છતાં પણ અમો એ વાતમાં ઘણી સ્પષ્ટ રીતે સમજી શકતા નથી. વળી બીજી વાત એ છે કે - સમ્મóિમ પર્યાપ્તા ચતુષ્પદરૂપ સ્થલચરોનું શરી૨પ્રમાણ શ્રીપ્રજ્ઞાપના તથા શ્રીઅનુયોગદ્વાર વગેરેમાં ગાઉપૃથક્ત્વ [ નવ ગાઉનું ] કહ્યું છે, અને આ ગ્રંથમાં તો ચાલુ અધિકારવાળી ચોથી [ ૧૭૪મી ] ગાથામાં ૧૬મા અંકસ્થાનમાં [ ૧૬મા ભેદમાં ] એજ સમ્પૂર્ચ્છિમ ચતુષ્પદોનું શ૨ી૨પ્રમાણ ધનુઃપૃથક્ક્સ કહ્યું છે, માટે એ બાબતમાં પણ તત્ત્વ ` શું છે તે અતિશયજ્ઞાનીઓ જ જાણે. એ પ્રમાણે આ ૧૭૫મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૭૫
-
ગવતરણ: [ ક્ષેત્રદ્વારના પ્રસંગમાં કહેવાતી, જીવભેદોની અવગાહનામાં ના૨ક વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કહેવાઈ છે. તેમજ વિકલેન્દ્રિયના પ્રસંગે ૧૭૦મી ગાથામાં ] પૂર્વે એકેન્દ્રિયોમાંથી કેવળ વનસ્પતિની જ અવગાહના કહેવાઈ છે. જેથી હવે આ ગાથામાં પૂર્વે નહિ કહેવાયેલા શેષ ચાર એકેન્દ્રિયોના શરીરનું પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે:
૧. આ સર્વ વિસંવાદ કહ્યો, તે કેવલ ગ્રંથોના પરસ્પર પાઠની અપેક્ષાએ વિસંવાદ અવશ્ય છે, પરંતુ તેથી કહેલી અવગાહનાનો અસંભવરૂપ વિરોધ નથી, અર્થાત્ અપર્યાપ્તાવસ્થામાં અન્તર્મુહૂર્તમાં શીઘ્ર શરીરવૃદ્ધિ ન જ હોય - એવો સર્વથા સંભવ ન જ હોય, એમ સંભવતું નથી, જેમ આસાલિક સર્પની પેઠે.
For Priva Personal Use Only
Jain Education International
www.jainelibrary.org