________________
ટીાર્થ: અહીં પૂર્વે કહેલા સ્વરૂપવાળાં પ્રથમ અજીવદ્રવ્યો પાંચ છે. તે આ પ્રમાણે ૧. ધર્માસ્તિકાય – ૨. અધર્માસ્તિકાય - ૩. આકાશાસ્તિકાય - ૪. પુદ્ગલાસ્તિકાય - ૫. કાળ, એ પ્રમાણે પાંચ અજીવદ્રવ્યો છે. આ ગ્રંથમાં એ પાંચે દ્રવ્યોનું પ્રમાણ દ્રવ્યથી અને પ્રદેશથી એમ બે બે પ્રકારે વિચારવાનું - કહેવાનું છે.
ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ અજીવદ્રવ્યો દ્રવ્યથી વિચારીએ તો દરેક યાર્ં - એકેક દ્રવ્યસંખ્યાવાળાં છે, એ ભાવાર્થ છે. અને ઞદ્ધા એટલે કાળ, તેના જે સમયો; અને ૫૨માણુ, દ્વિઅણુક સ્કંધ, ત્રિઅણુ સ્કંધ ઇત્યાદિ સ્વરૂપવાળાં પુદ્ગલો, તે દ્રવ્યથી વિચારતાં દરેક અનન્ત અનન્ત દ્રવ્યો છે. અહીં કાળના અનન્ત સમયોની જે દ્રવ્યસંખ્યા કહી તે ભૂતકાળમાં વ્યતીત થયેલા અને ભવિષ્યકાળમાં આવશે તેવા સમયોની દ્રવ્યસંખ્યા કહી; તે ભૂત અને ભવિષ્યના સમયો જો કે વસ્તુતઃ વિદ્યમાન-સન્ દ્રવ્યસંખ્યા નથી, તો પણ ‘કથંચિત્ સત્ત્વથી એ અનંત દ્રવ્યો કાળસંબંધી માનવાં. ।।તિ બનીવદ્રવ્યોનું દ્રવ્યથી
संख्याप्रमाण।।
હવે એ પાંચે અજીવદ્રવ્યોનું પ્રમાણ પ્રવેશથી વિચારીએ તો ‘દુન્નિ’ ઇત્યાદિ એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે અજીવદ્રવ્યો દરેક અસંખ્ય અસંખ્ય પ્રદેશવાળાં છે, પરંતુ અનન્ત પ્રદેશવાળાં નથી; કારણ કે એ બે દ્રવ્યો માત્ર લોકાકાશમાં જ વ્યાપીને રહ્યાં છે, અને લોકાકાશના પ્રદેશ ?અસંખ્યાત જ છે. તથા શેષદ્રવ્યો એટલે આકાશાસ્તિકાયપુદ્ગલાસ્તિકાય અને કાળના સમય એ ત્રણ અજીવદ્રવ્યો પ્રત્યેક અનન્ત અનન્ત પ્રદેશવાળાં છે.
પ્રશ્ન:- અલોકાકાશ અનન્ત હોવાથી આકાશદ્રવ્યના અનન્ત પ્રદેશ હોય તે યુક્ત છે. તેમજ પુદ્ગલાસ્તિકાયના પણ દ્વિઅણુ સ્કંધ, ત્રિઅણુ સ્કંધ, ચતુરણુક સ્કંધ, ઇત્યાદિ અનન્તાનન્ત અણુક સ્કંધ સુધીના અનન્ત સ્કંધ હોવાથી, તથા તે દરેક સ્કંધમાં અનેક પ્રદેશ હોવાથી, તથા પુદ્ગલાસ્તિકાયમાં કેવળ ૫૨માણુઓ પણ અનન્ત હોવાથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય પ્રદેશથી અનન્ત પ્રદેશવાળું ગણાય તે તો યુક્ત જ છે. પરંતુ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાળના સર્વ સમયોને તો હમણાં ઉપર જ દ્રવ્યરૂપે કહેલા છે, (એટલે અહ્વા-કાળ તે દ્રવ્યથી અનંત સમય દ્રવ્યવાળું છે એમ ઉપર કહેવાઈ ગયું છે) તો તે પ્રત્યેક સમય દ્રવ્યરૂપ હોવાથી તે સમયદ્રવ્યના હવે બીજા કયા પ્રદેશો છે ? કે જે પ્રદેશો વડે કાળને અનન્તપ્રદેશાત્મક કહેવાય ? (અર્થાત્ ? કાળના અનન્ત સમયો તો દ્રવ્યથી કહ્યા અને પુનઃ પ્રદેશથી અનન્ત પ્રદેશો કહ્યા તો તે પ્રદેશો
૧. જેમ વિક્ષિત કોઈપણ સમયે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, દ્રવ્યથી એક અને અનન્ત ઉપલબ્ધ થાય છે, તેવી રીતે કોઈ પણ વિવક્ષિત સમયે કાળનાં અનન્ત સમયદ્રવ્યો ઉપલબ્ધ ન થાય. પરન્તુ એક જ સમયદ્રવ્ય સત્—ઉપલબ્ધ થાય છે, છતાં થંચિત્ એટલે કોઈક અપેક્ષાએ ભૂત અને ભવિષ્યના સમયો સત્ રૂપે સ્વીકારીએ તો કાળદ્રવ્ય પણ દ્રવ્ય અનન્ત સમયાત્મક ગણાય તે યંચિત્ સથી જ.
૨. જો કે અનન્ત દ્રવ્યાત્મક અને અનન્ત પ્રદેશાત્મક એવા પુદ્ગલાસ્તિકાય પણ લોકાકાશમાત્રમાં જ વ્યાપીને રહ્યા છે, છતાં પુદ્ગલના તો અનંત દ્રવ્યો વા પ્રદેશો એક એક આકાશપ્રદેશમાં પણ વ્યાપી રહ્યાં છે, અને ધર્માધર્માસ્તિકાયનો તો એકેક પ્રદેશ જ એકેક આકાશપ્રદેશમાં વ્યાપેલો છે, માટે એ અસંખ્ય અસંખ્ય પ્રદેશી છે.
Jain Education International
For Private 3rsonal Use Only
www.jainelibrary.org