________________
પ્રકારના જ) છે. ત્યાં ઉપશમશ્રેણિનું ઉત્કૃષ્ટ અત્તર પૃથકત્વવર્ષ (૯ વર્ષ) પ્રમાણનું, અને ક્ષપકશ્રેણિનું અત્તર ઉત્કૃષ્ટથી ૬ માસનું અન્ય ગ્રંથોમાં કહ્યું છે. અને આ ગ્રંથમાં પણ આગળ કહેવાશે. તથા સાસ્વાદન ગુણસ્થાન અને મિશ્રગુણસ્થાનવર્તી જીવોનું પણ અંતર જઘન્યથી ૧ સમયનું અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અંતર આ ગ્રંથમાં જ આગળ કહેવાશે. માટે એ પ્રમાણે ઉપર કહેલા સર્વે જીવરાશિઓનો (૧૧ જીવરાશિઓનો) આ લોકમાં કોઈ વખત અભાવ પણ હોય છે, એમ વિચારવું (અર્થાત્ અંતર હોવાથી અભાવ પણ હોય છે). આ ગ્રંથમાં પ્રાયઃ એ સર્વ વાત પણ આગળ પ્રગટ કરવામાં આવશે. એ પ્રમાણે આ ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો. // તિ 99 નીવરાશિયોનું ધ્રુવપy I/૧૬ પી.
વિતરણ: એ પ્રમાણે અહીં ચાલતા દ્રવ્યપ્રમાણદ્વારમાં જીવદ્રવ્યોનું પ્રમાણ (ગત્યાદિ ભેદે તેમજ ગુણસ્થાનભેદ) કહીને હવે તે દ્રવ્યપ્રમાણદ્વારનો ઉપસંહાર આ ગાથામાં કહેવાય છે તે આ પ્રમાણેઃ
एवं जे जे भावा, जहिं जहिं हुंति पंचसु गईसु । ते ते अणुमञ्जित्ता, दव्वपमाणं नए धीरा ॥१६६॥
થાર્થ એ પ્રમાણે પાંચ ગતિઓમાં જ્યાં જ્યાં જે જે ભાવો છે, તે તે ભાવો પોતાની બુદ્ધિ વડે વિચારીને ઘીર પુરુષોએ તે તે ભાવો સંબંધી દ્રવ્યપ્રમાણ દ્વારા જાણવું. |૧૬ ૬ll તિ जीवद्रव्यप्रमाणं समाप्तम् ।।
રીક્ષાર્થ: એ પ્રમાણે પૂર્વે કહેલી રીતે જે જે ભાવો એટલે જઘન્ય સ્થિતિવાળા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, તથા પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા સિદ્ધ વગેરે ભાવો, અર્થાત્ જીવોના અવસ્થાભેદ તે નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિ એ પાંચે ગતિઓમાં, જે જે ગતિમાં જેટલા જેટલા ભાવ હોય, તે તે ગતિમાં તેટલા તેટલા ભાવ મજુમન્નિત્તા = પોતાની બુદ્ધિ વડે વિચારીને સિદ્ધાન્તને અનુસાર અને નહિ કહેલા એવા પણ તે તે ભાવોનું દ્રવ્ય પ્રમાણ આ ગ્રંથમાં કહેલા વચનને અનુસરીને ઘી એટલે બુદ્ધિ વડે ? એટલે રાજતા શોભતા તે ધીર પુરુષોએ અર્થાત્ બુદ્ધિમંતોએ વિચારવું. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. // ૧૬૬ રૂતિ નાવદ્રવ્યમાનમ્ ||
વતર: એ પ્રમાણે આ ચાલુ દ્રવ્યપ્રમાણ દ્વારમાં જીવદ્રવ્યોનું પ્રમાણ કર્યું, અને હવે અજીવદ્રવ્યનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે.
तित्रि खलु एक्कयाइं, अध्धा समया य पोग्गलाऽणंता ।
दुग्नि असंखेजपएसिगाणि तेसत भवेऽणता ॥१६७॥ Tથાર્થ: ત્રણ દ્રવ્યો નિશ્ચય એકેક છે. કાળના સમય અને પુદ્ગલો અનન્ત છે. બે દ્રવ્યો અસંખ્યપ્રદેશ છે. અને શેષ દ્રવ્યો અનન્તપ્રદેશ છે. ./૧૬ થી
Jain Education International
૨૪૨ For Private & Personal Use Only
www.jainelibrary.org