________________
સ્થલચરો બાર પ્રકારના છે. તથા ખેચરો પણ જલચરની પેઠે ચાર પ્રકારના છે. એ પ્રમાણે વીશ પ્રકારના તિર્યંચોમાં જ પ્રથમ સમૂચ્છિમ અપર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચરોનું તથા પર્યાપ્ત સમૂર્છાિમ જલચરોનું શરીર પ્રમાણ કહેવાની ઇચ્છાએ આ ગાથા કહેવાય છે :
जल थल खह सम्मुच्छिम-तिरिय अपज्जत्तया विहत्थीउ ।
जल सम्मुच्छिम पञ्ज-त्तयाण अह जोयणसहस्सं ॥१७१॥ ગથાર્થ સમૂર્છાિમ અપર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચર તિર્યંચોનું ઉત્કૃષ્ટ શરીર એક વેંત પ્રમાણ છે. તથા સમૂર્છાિમ પર્યાપ્ત જલચરોનું શરીર પ્રમાણ ઉત્કૃષ્ટથી એક હજાર [૧૦૦૦ યોજન પ્રમાણ છે. 7/૧૭૧]
ટીક્કા સમૂર્છાિમ અપર્યાપ્ત જલચરોનું શરીર પ્રમાણ ૧ વેંત જેટલું છે. ૧. સમૂર્છાિમ અપર્યાપ્તા સ્થલચરોનું પણ અને તેના અન્તર્ગત ભેદરૂપ ચતુષ્પદોનું પણ શરીર પ્રમાણ ૧ વેંત જેટલું છે. 1રા સમૂર્છાિમ અપર્યાપ્ત ઉર:પરિસર્પોના શરીરનું પ્રમાણ ૧ વેંત જેટલું છે. સમૂર્છાિમ અપર્યાપ્તા ભુજપરિસર્પોનું શરીર ૧ વેંત પ્રમાણ છે. I૪ તેમજ સમૂર્છાિમ અપર્યાપા ખેચરોનું શરીર પ્રમાણ પણ ૧ વેંત જેટલું છે. //પા [ અહીં સુધીમાં આ ગ્રંથની શ્લોક સંખ્યાનું પ્રમાણ ૪૦૦૦ થયું]. એ પ્રમાણે એ સમૂર્ણિમ અપર્યાપ્તા જલચર વગેરે પાંચે તિર્યંચ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ૧ વેંતનું જાણવું. અને જઘન્ય શરીરપ્રમાણ તો સર્વ જીવભેદમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ જ વિચારવું.
વળી પર્યાપ્ત સમૂર્છાિમ જલચરો જે નદી-તળાવ આદિ જળાશયોમાં ઉત્પન્ન થાય છે. તેની અપેક્ષાએ તેઓનું શરીરપ્રમાણ જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. અને ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ તો સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થતા મત્સાદિકની અપેક્ષાએ એક હજાર યોજન પ્રમાણ છે. // ૬. એ પ્રમાણે આ ૧૭૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો [ અને એમાં વીશમાંથી છ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોનું શરીરપ્રમાણ ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એમ બન્ને પ્રકારે કહેવાયું છે. ] [૧૭૧
૩વતર: એ પ્રમાણે પૂર્વ ગાથામાં છ તિર્યંચ પંચેન્દ્રિયોનું શરીરપ્રમાણ કહીને હવે આ ગાથામાં બીજા બે તિર્યંચ પંચેન્દ્રિયોનું શરીર પ્રમાણ કહે છેઃ
उरपरिसप्पा जोयण - सहस्सिया गब्भया उ उक्कोसं ।
सम्मुच्छिमपज्जत्तय, तेसिं चिय जोयणपुहत्तं ॥१७२॥ પાથર્થ ગર્ભજ ઉર:પરિસર્પોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ એક હજાર યોજન છે, અને તે જ સમૂર્છાિમ પર્યાપ્તા ઉર:પરિસર્પોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ, નિશ્ચય, યોજન પૃથક્વ [ બે યોજનથી નવ યોજન સુધીનું છે]. I/૧૭રી
ટીહાઈ ૩૨મું એટલે હૃદય [ પેટ અથવા છાતી ] વડે પરિસર્પત્તિ એટલે ચાલે-ખસે તે ૩ર:પરિસર્પ જે સર્પ વગેરે ગર્ભજ છે; ગાથામાં કહેલો ૩ (તુ) શબ્દ વિશેષણના અર્થવાળી હોવાથી - પર્યાપ્ત છે. તે ગર્ભજ પર્યાપ્ત ઉર:પરિસર્પો જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરવાળા છે. જેઓ અઢી દ્વીપથી બહારના મોટા દ્વીપ-સમુદ્રોમાં ઉત્પન્ન થાય છે તેઓ
For Privata % Cersonal Use Only
Jain Education International
www.jainelibrary.org