________________
૧. રત્નપ્રભામાં
૭ ધનુષ્પ ૩ હાથ ૬ અંગુલ ૨. શર્કરામભામાં
૧૫ ધનુષ્ય ૨ હાથ ૧૨ અંગુલ ૩. વાલુકાપ્રભામાં
૩૧ ધનુષ્ટ્ર ૧ હાથ ૦ અંગુલ ૪. પંકપ્રભામાં
૬૨ ધનુષુ ૨ હાથ ૦ અંગુલ ૫. ધૂમપ્રભામાં
૧૨૫ ધનુષ ૦ હાથ ૦ અંગુલ ૬. તમ:પ્રભામાં
૨૫૦ ધનુષ્પ ૦ હાથ ૦ અંગુલ ૭. તમસ્તમઃ પ્રભામાં ૫૦૦ ધનુષ ૦ હાથ ૦ અંગુલ
એ સર્વ પ્રમાણ ઉત્સધાંગુલના પ્રમાણથી જાણવું. એમાં જઘન્યથી શરીરનું પ્રમાણ સર્વે પૃથ્વીઓમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું જાણવું. એ ભવધારણીય-મૂળ [ જન્મ વખતે પ્રાપ્ત થયેલા ] શરીરનું પ્રમાણ કહ્યું. પરંતુ ઉત્તરવૈક્રિય શરીરનું પ્રમાણ તો સાતે પૃથ્વીઓમાં જઘન્યથી અંગુલનો 'સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરના પ્રમાણથી બમણું બમણું જાણવું. તે આ પ્રમાણે – રત્નપ્રભા પૃથ્વીમાં ૧૫ ધનુષ, અને રા (અઢી) હાથ એટલું ઉત્તરવૈક્રિય શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટથી જાણવું. એ પ્રમાણે શેષ પૃથ્વીઓમાં પણ ભવધારણીય શરીરના પ્રમાણથી બમણું બમણું પ્રમાણ ત્યાં સુધી જાણવું – ગણવું કે યાવતુ સાતમી પૃથ્વીના નારકોનું ઉત્તરવૈક્રિય શરીર જઘન્યથી અંગુલની સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ ધનુષ [ એક હજાર ઘનુષ્ય ] પ્રાપ્ત થાય.
પ્રશ્ન:- જીવસમાસોમાં [ ૧૪ ગુણસ્થાનોમાં ] ક્ષેત્રદ્વાર વિચારવાનો અધિકાર ચાલે છે તો તે છોડીને અહીં જીવસમાસોના [ જીવભેદોના] શરીરનું પ્રમાણ વિચારવાનો પ્રારંભ કેમ કર્યો? કારણ કે ચાલુ અધિકારમાં તે અપ્રસ્તુત છે [ વિષયાન્તર ] છે. [ માટે એ બાબતમાં સંબંધ કેવી રીતનો છે? તે કહો ].
ઉત્તર: - ક્ષેત્રદ્વારના વિચારમાં શરીરપ્રમાણનો વિચાર અપ્રસ્તુત છે એમ જો તમે કહેતા હો તો તેમ નથી. કારણ કે એમાં અભિપ્રાય શું છે તે તમારા જાણવામાં આવ્યો નથી. [તે અભિપ્રાય આ પ્રમાણે - ] અહીં, નારકાદિ જીવોના શરીરપ્રમાણ વડે વાસ્તવિક રીતે વિચારીએ તો તે જીવના શરીર વડે અવગાહેલા એવા ક્ષેત્રનું જ પ્રમાણ પ્રતિપાદન કર્યું ગણાય છે. માટે અહીં ક્ષેત્રદ્વારના ચાલતા અધિકારમાં નારકાદિ જીવભેદોના શરીરવગાહનો [ શરીરપ્રમાણનો ] વિચાર કહ્યો તેમાં અપ્રસ્તુત જેવું કંઈ જ નથી. એ પ્રમાણે આ ૧૬૯મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૬૯ો.
વિતર: પૂર્વ ગાથામાં સાતે નારકોના શરીરનું પ્રમાણ કહીને હવે આ ગાથામાં દ્વિીન્દ્રિયાદિ જીવોના શરીરનું પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે : ૧, અહીં જઘન્ય શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું તથા સંખ્યાતમા ભાગનું કહ્યું તે જન્મદેહની તથા ઉત્તરદેહની અપર્યાપ્ત અવસ્થામાં પ્રથમ સમયનું જાણવું, અન્ય પર્યાપ્ત અવસ્થામાં તો પહેલી પૃથ્વીમાં જન્મદેહનું પ્રમાણ ત્રણ હાથ અને ઉત્તરદેહનું પ્રમાણ ૬ હાથ હોય, શેષ પૃથ્વીઓમાં પૂર્વ પૃથ્વીનું ઉત્કૃષ્ટ તે પર (અગ્ર) પૃથ્વીનું જઘન્ય. ૨. આધારાધેય ભાવની અભેદવિવક્ષાએ ક્ષેત્ર આધાર છે, અને શરીર આધેય છે, માટે આધેય-શરીરનું પ્રમાણ કહેવાથી આધારરૂપ ક્ષેત્રનું પ્રમાણ પણ કહેવાયેલું જાણવું.
For Privat 286.COM
Jain Education International
૨૪૬ For Private & Personal Use Only
www.jainelibrary.org