________________
ટીફાર્થ: પૂર્વપર્યાયનો નાશ થવાથી ઉત્તરપર્યાયની પ્રાપ્તિ થયે છતે પદાર્થો જેને વિષે ક્ષીયન્ત – ક્ષય પામે છે એટલે વિલય પામ છે તે ક્ષેત્ર એટલે આકાશ કહેવાય. અથવા પ્રાણીઓ જેને વિષે પરસ્પર લિવૂત્તિ એટલે ક્ષીણ થાય છે, અર્થાત્ હિંસા પામે છે તે ક્ષેત્ર કહેવાય, અને તે આકાશ જ છે. તેથી વિપરીત એટલે તે આકાશથી અન્ય પદાર્થો તે વળી નોક્ષેત્ર' કહેવાય છે; એટલે તે પદાર્થો ક્ષેત્રશબ્દના વાચ્ય નથી. [અર્થાત્ “ક્ષેત્ર” એ શબ્દથી ઓળખાતા નથી.] એ તાત્પર્ય છે. વળી તે નોક્ષેત્ર પદાર્થો કયા કયા ? તે કહે છે – જીવ – પુદ્ગલ – ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય અને કાળ એ પાંચ પદાર્થો નોક્ષેત્ર છે. એથી અધિક પદાર્થ જગતમાં છે જ નહિ [ અર્થાત્ એ ૬ પદાર્થની અધિક કોઈ સાતમો પદાર્થ વિદ્યમાન નથી]. એ ૧૬૮મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. /૧૬ ૮.
॥क्षेत्रद्वारे जीवोना शरीरनुं प्रमाण।। નવતર: એ પ્રમાણે ક્ષેત્રદ્વારનું [ ક્ષેત્રનું ] સ્વરૂપ કહ્યું. હવે આ ગ્રંથમાં ૧૪ પ્રકારના જીવસમાસ (એટલે ૧૪ ગુણસ્થાનો)માં સત્પદપ્રરૂપણાદિ નવ અનુયોગદ્વારની પ્રાપ્તિ વિચારવાનો અધિકાર ચાલે છે, તે ચૌદ પ્રકારના જીવસમાસો (ગુણસ્થાનરૂપે જીવભેદો) નારકાદિ સ્વરૂપે રહેલા છે, માટે [ચાલુ ક્ષેત્રદ્વારમાં] પ્રથમ નારકાદિ જીવોના શરીરનું પ્રમાણ વિચારવાને માટે આ ગાથાનો કહેવાય છે :
सत्त धणु तिनि रयणी, छच्चेव य अंगुलाई उच्चत्तं ।
पढमाए पुढवीए, विउणा विउणं च सेसासु ॥१६९॥ ગથાર્થ: પહેલી પૃથ્વીમાં સાત ધનુષ, ત્રણ હાથ અને નિશ્ચયે છ અંગુલ એટલી ઊંચાઈ છે, અને શેષ છ પૃથ્વીઓમાં તેથી દ્વિગુણ-દ્વિગુણ (બમણી બમણી) ઊંચાઈ જાણવી. /૧૬૯ો
ટીદાર્થ: પહેલી પૃથ્વીમાં નારકોના શરીરની ઊંચાઈ આ પ્રમાણે છે, કેટલી? તે કહે છે – સાત ધનુષ, ત્રણ પત્નિ એટલે ત્રણ હાથ અને છ અંગુલ એટલી જ ઊંચાઈ છે; અર્થાત્ ઉત્સધાંગુલના પ્રમાણથી સવાએકત્રીશ હાથ જેટલી ઊંચાઈ છે – એ ભાવાર્થ છે. અને શેષ એટલે બીજી આદિ છ પૃથ્વીઓમાં વળી એજ પ્રમાણ દ્વિગુણ-દ્વિગુણ જાણવું. તે આ પ્રમાણે –
| "સાત પૃથ્વીઓમાં નારકોના જન્મશરીરની ઊંચાઈ ૧. નો શબ્દ સર્વનિષેધક તથા દેશનિષેધક પણ છે. અહીં સર્વનિષેધના અર્થમાં “નો' શબ્દ આવેલો છે. જેથી નોક્ષેત્ર એ શબ્દમાં નો શબ્દ વડે ક્ષેત્રથી અન્ય પદાર્થો ગ્રહણ થાય છે. સિદ્ધાંતમાં પણ આકાશ સિવાયના પાંચ પદાર્થોને નોક્ષેત્ર કહેલા છે. તેનો પાઠ આ પ્રમાણે - ITના વેવ નોસા || વેવ = [દ્રવ્ય બે પ્રકારનાં જ કહ્યાં છે, આકાશદ્રવ્ય અને નોઆકાશદ્રવ્ય ] - તિ સૂત્રમ્ | પાછા વ્યોમ નોમવાર તદ્દદ્ધર્માસ્તિકાયા, [આકાશ એટલે વ્યોમ અને નોઆકાશ એટલે આકાશથી અન્ય પદાર્થો ધર્માસ્તિકાય વગેરે પાંચ.] તિ વૃત્તિ: | એ પ્રમાણે શ્રી ઠાણાંગસૂત્રનાં બીજા સ્થાનમાં [ અધ્યયનમાં ] ૫૮મા સૂત્રમાં કહ્યું છે. જ્ઞાનના ભેદોમાં પણ કેવલજ્ઞાન અને નોકેવલજ્ઞાન (થી મત્યાદિ ચાર જ્ઞાનો) ગણ્યાં છે, માટે ત્રિરાશિમતપ્રરૂપકવતુ અહીં “નો' શબ્દ તે જ વસ્તુનો દેશનિષેધવાચી નથી.
Jain Education International
For Priv24ersonal Use Only
www.jainelibrary.org