________________
સમય અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત (બાર મુહૂર્ત), સમૂર્છાિમ મનુષ્યોનો ઉપજવાનો વિરહકાળ જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્ત (ચોવીસ મુહૂર્ત) કહ્યો છે. માટે જ્યારે એ કહેલા વિરહકાળમાં નવા મનુષ્યો ઉત્પન્ન થાય નહિ, અને પ્રથમ ઉત્પન્ન થયેલાઓમાંના કેટલાક ગર્ભજ મનુષ્યો મરણ પામતા જાય છે, અને કેટલાક ગર્ભજ મનુષ્યો સ્વયોગ્ય પર્યાપ્તિઓ સમાપ્ત કરે છે, અને તે દરમ્યાનમાં સમૂર્છાિમ મનુષ્યો તો અન્તર્મુહૂર્તમાત્ર આયુષ્યવાળા હોવાથી પૂર્વે ઉત્પન્ન થયેલા સર્વે પણ મરણ પામી જાય છે. માટે નિર્લેપ (સમૂર્છાિમ મનુષ્યોનો અભાવ) થાય છે. તે કારણથી તે વિરહકાળને વિષે અપર્યાપ્ત મનુષ્યોનો કદાચિત્ અભાવ સિદ્ધ થાય છે જ.
આહારકશરીરી જીવોને આહારક શરીર પ્રારંભવાનો ઉત્કૃષ્ટ વિરહકાળ છ માસ સુધીનો કહ્યો છે, માટે આહારકશરીરી જીવો પણ આ લોકમાં કદાચિતું ન હોવાનું સંભવે છે જ. તે સંબંધમાં કહ્યું છે કે – “લોકમાં કોઈવખત આહારક શરીરવાળા ઉત્કૃષ્ટથી નિશ્ચય છ માસ સુધી ન હોય, અને જઘન્યથી ૧ સમય સુધી ન હોય /૧II અને જો આહારક શરીરવાળા હોય છે તો જઘન્યથી ૧-૨ અથવા ૫ હોય છે, અને ઉત્કૃષ્ટથી સમકાળે પૃથકત્વસહસ્રપ્રમાણ વધારેમાં વધારે ૯૦૦૦ જેટલા) હોય છે. ||૨||’
તથા વૈક્રિયમિશ્ર કાયયોગીઓ પણ જેઓ પ્રથમ ઉત્પત્તિ વખતે કાશ્મણ શરીર વડે વૈક્રિય મિશ્ર કાયયોગીઓ છે તેઓનો જ અહીં ભજનીયભાવ કહ્યો છે, અને તેઓ નરકગતિમાં અથવા દેવગતિમાં પ્રથમ ઉત્પન્ન થતી વખતે પ્રાપ્ત થાય છે. વળી એ બન્ને ગતિમાં પ્રત્યેકમાં વૈક્રિયમિશ્ર યોગીઓનો વિરહકાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત જેટલો કહ્યો છે. જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે –
नरयगई णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता ? गोयमा !
जहन्नेणं एक समयं, उक्कोसेणं बारस मुहुत्ता । एवं देवगई वि । વળી જ્યારે એટલા કાળ સુધી નારકજીવો અથવા દેવો ઉત્પન્ન થતા નથી, અને પ્રથમ ઉત્પન્ન થયેલા નારક વા દેવો અન્તર્મુહૂર્ત બાદ સર્વે સંપૂર્ણ વૈક્રિય કાયયોગવાળા થાય છે, ત્યારે વૈક્રિયમિશ્ર કાયયોગીઓનો કદાચિત્ અભાવ સિદ્ધ થાય છે જ.
તથા છેદોપસ્થાપનીય ચારિત્રીઓનું પણ જઘન્યથી ટોસઠ હજાર વર્ષ (૬ ૩૦૦૦ વર્ષ) અને ઉત્કૃષ્ટથી અઢાર કોડાકોડી સાગરોપમ, તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાઓનું જઘન્યથી ચોર્યાસી હજાર વર્ષ (૮૪000 વર્ષ), અને ઉત્કૃષ્ટથી અઢાર કોડાકોડી સાગરોપમ અન્ય ગ્રન્થોમાં અત્તર કહ્યું છે, તેમજ આ ગ્રંથમાં પણ આગળ કહેવાશે.
તથા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનવર્સી, અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી અને અનિવૃત્તિબાદર – ગુણસ્થાનવર્તી એ ત્રણે દરેક બે બે પ્રકારના છે. ૧. ઉપશમશ્રેણિગત અને ૨. ક્ષપકશ્રેણિગત. અને ઉપશાન્તમોહગુણસ્થાનવર્તી જીવો તો કેવળ ઉપશમશ્રેણિના જ અગ્રભાગે રહેલા (તે એક ૧. હે ભગવન્! ઉપપાત વડે નરકગતિ કેટલા કાળ સુધી વિરહવાળી કહી છે? હે ગૌતમ ! જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત. એ પ્રમાણે દેવગતિ પણ જાણવી.
Jain Education International
For PR
& Personal Use Only
www.jainelibrary.org