________________
ચેષ્ટા ન હોય તેને ઘટ શી રીતે કહેવાય?] ત્યાં ઉદાહરણ પર્વત વગેરેનું જાણવું. [ એટલે જેમ પર્વતમાં ચેષ્ટાનો અભાવ હોવાથી પર્વતને ઘટ કહેવાતો નથી તો ચેષ્ટાના અભાવવાળા ખાલી ઘટને પણ ઘટ શા માટે કહેવો જોઈએ?].
વળી નિશ્રેષ્ટ ઘટને ઘટપદાર્થ ન માનવો એટલું જ નહિ, પરંતુ નિશ્ચેષ્ટ અવસ્થામાં તો ઘટ’ એવો શબ્દ પણ ઘટના વાચકપણે (ઘટ પદાર્થને ઓળખવામાં) પ્રવર્તી શકે નહીં; કારણ કે નિશ્ચન્ટ એવા પટ આદિ શબ્દમાં જેમ ઘટ અભિધેયનો અભાવ છે, તેમ નિશ્ચન્ટ એવા ઘટાદિમાં પણ ઘટ અભિધેયનો (ચેષ્ટાનો) અભાવ છે, અને એ પ્રમાણે કુટ-કુંભ-ઈન્દ્ર-શુક્ર આદિને વિષે પણ વિચારવું (એટલે એ શબ્દના જે કૌટિલ્ય- કુસ્થિતપૂરણ-ઈદન અને શકન એ અર્થો વર્તતા હોય તો તે વખતે જ તે પદાર્થને કુટ-કુંભ-ઈન્દ્ર અને શુક્ર કહી શકાય, પરંતુ બીજે વખતે તો તે શબ્દથી તે પદાર્થને પણ ન બોલાવવો, તેમજ તે પદાર્થમાં તે શબ્દનો પણ ઉપયોગ ન કરવો).
એ પ્રમાણે અહીં એવંભૂતનયના અર્થમાં કહેવાનું ઘણું છે, પરંતુ હવે ગ્રંથવિસ્તાર થઈ જવાના ભયથી તેનું વિશેષ સ્વરૂપ કહેતા નથી. તેમજ એ નયોનાં વર્ણન વિશેષઆવશ્યક વગેરે શાસ્ત્રોમાં તે તે નયની પ્રરૂપણાના સ્થળોએ, વિસ્તાર કહેલ છે. જે ત નયસ્વરૂપમ્HI
એ નૈગમનય વગેરે ૭ મૂળ નય છે, અને ઉત્તરભેદની અપેક્ષાએ તો સિદ્ધાન્તમાં નવો અનેક પ્રકારે કહ્યાં છે. જે કારણથી કહ્યું છે કે –
_ 'एकेक्को य सयविहो, सत्त नयसया हवंति एमेव ।' [ એકેક નય ૧૦૦-૧૦૦ પ્રકારનો છે, તેથી એ રીતે ૭૦૦ નય થાય છે | ઇતિ.
પ્રશન:- જો શાસ્ત્રમાં નૈગમાદિ નિયોને અનેક પ્રકારના કહ્યા છે, તો અહીં અતિઅલ્પ ભેદો કેમ કહ્યા? વળી જો તમો એમ કહેશો કે - આ ગ્રંથમાં તો મૂળ નયોની જ વિવક્ષા કરી છે, તો તેમ પણ નથી, કારણ કે મૂળ નય તો (ઉપરની અર્થ ગાથામાં) સાત કહ્યા છે, તો આ ગ્રંથમાં (મૂળ ગાથામાં) પાંચ નય કેમ કહ્યા?
ઉત્તર:- જો કે તમોએ એ વાત સત્ય કહી, પરંતુ શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો અનુક્રમે અધિક અધિક વિશુદ્ધ સ્વરૂપ અંગીકાર કરનારા છે, તો પણ ત્રણેમાં શબ્દપ્રધાનતા સામાન્યપણે રહેલી છે, જેથી શબ્દપ્રધાનતાનો કોઈમાં પણ વ્યભિચાર નથી (એટલે શબ્દની પ્રધાનતા છોડીને અર્થની પ્રધાનતાને માનનારા કોઈ નથી); માટે એ ત્રણે નયોને સામાન્યથી શબ્દપ્રધાનતાની અપેક્ષાએ કેવળ એક જ શબ્દનયમાં ગણ્યા છે. તે કારણથી નૈગમનય - સંગ્રહનય - વ્યવહારનય અને ઋજુસૂત્રનય એ ચાર મૂળ નય, અને પાંચમો શબ્દનય, એ રીતે પાંચ મૂળ નય કહ્યા છે, તેમાં કોઈ પ્રકારનો દોષ નથી. એ પ્રમાણે આ ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો. પતિ પંઘ વ સત નામેT: ૧૪૦ના
નવતર : પૂર્વ ગાથામાં પાંચ પ્રકારના (અથવા સાત પ્રકારના) નય પ્રમાણનું સ્વરૂપ કહીને હવે મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન - અવધિજ્ઞાન – મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદથી ૫ પ્રકારનું જે જ્ઞાનપ્રાણ કહ્યું છે તે સંક્ષેપમાં પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષજ્ઞાન એમ બે પ્રકારનું
For Privat O ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org