________________
[એક લાખ કોડાકોડી તથા ચોરાશી હજાર ચારસો સડસઠ કોડાકોડી છે, તથા ચુમ્માલીસ લાખ કોડિતથા સાત હજાર ત્રણસો અને સિત્તેર કોડિ છે તે જાણવા; તથા પંચાણું લાખ, એકાવન હજાર, છસો અને સોલ થાય છે, એ છઠ્ઠો વર્ગ છે. (અર્થાત્ એક લાખ, ચોરાશી હજાર, ચારસો સડસઠ કોડાકોડ, ચુંમાલીસ લાખ, સાત હજાર, ત્રણસો સિત્તેર ક્રોડ, પંચાણું લાખ, એકાવન હજાર, છસો સોળ એ છઠ્ઠો વર્ગ છે]. એ રાશિ અંકસ્થાપનાથી પણ દર્શાવાય છે, તે આ પ્રમાણે - ૧૮૪૪ ૬૭૪૪ ૦૭૩૭ ૦૯૫૫૧૬ ૧૬. તે આ છઠ્ઠો વર્ગ પૂર્વે કહેલા પાંચમા વર્ગ સાથે (૪૨૯૫૮૬૭૨૯૬ સાથે) ગુણીએ, અને તેવી રીતે ગુણવાથી જે સંખ્યા થાય, તેટલી સંખ્યાએ જઘન્યથી પણ પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો લોકને વિષે હોય છે. તે સંખ્યા આ પ્રમાણે – ૭૯૨૨ ૮૧૬૨ ૫૧૪૨ ૬૪૩ ૩૭૫૯ ૩૫૪૩ ૯૫૦૩ ૩૬. (એટલા ગર્ભજ પર્યાપ્ત મનુષ્યો જઘન્યથી હોય છે.)
એ અંકરાશિને “કોડાકોડિ' ઇત્યાદિ કોઈપણ પ્રકારે કહી શકાતો નથી, તે કારણથી છેલ્લેથી પ્રારંભીને પહેલા અંક સુધીનો સંગ્રહ (સંક્ષેપ) માત્ર આ કહેવાતી બે ગાથાઓ વડે દર્શાવાય છે, તે આ પ્રમાણે –
छ तिन्नि तिनि सुत्रं, पंचेव य नव य तिनि चत्तारि । पंचेव तिनि नव पंच, सत्त तिन्नेव तिन्नेव ॥१॥ चउ छ दो चउ एक्को, पण दो छक्केक्कगो य अट्टेव ।
दो दो नव सत्तेव य, अंकट्ठाणा इगुणतीसं ॥२॥ [ -ત્રણ -ત્રણ -શૂન્ય -પાંચ -નવ -ત્રણ -ચાર –પાંચ -ત્રણ -નવ –પાંચ -સાત -ત્રણ -ત્રણ -ચાર –છ -બે –ચાર –એક પાંચ -બે -છ –એક –આઠ -બે –બે -નવ -સાત -એ ૨૯ અંકસ્થાનો (ઓગણત્રીસ આંકડા જેટલા ગર્ભજ મનુષ્યો આ લોકમાં જઘન્યથી હોય છે માટે એટલા આંક વડે સંખ્યાતા) છે.
એ પ્રમાણે પૂર્વોક્ત ઓગણત્રીસ અંકભેદરૂપ સંખ્યા વડે સંખ્યાતા ગર્ભજ મનુષ્યો પર્યાપ્ત જઘન્યથી હોય છે, એમ સિદ્ધ થયું. વળી સપsagયા સિય નલ્થિ – જે ગર્ભજ પણ અપર્યાપ્ત મનુષ્યો અને સમૂર્છાિમ અપર્યાપ્ત મનુષ્યો, તે બન્ને પણ કદાચિતુ આ લોકમાં (મનુષ્યક્ષેત્રમાં) હોય અને ન પણ હોય. કારણ કે સિદ્ધાન્તમાં ગર્ભજ મનુષ્યોની ઉત્પત્તિનો વિરહકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત કહ્યો છે. અને ત્યાં જ (સિધ્ધાન્તમાં) સમૂર્છાિમ મનુષ્યોની ઉત્પત્તિનો વિરહકાળ પણ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનો કહેલો છે. તેથી પૂર્વે ઉત્પન્ન થયેલા તે (ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યો તથા સમૂર્છાિમ અપર્યાપ્ત) મનુષ્યોનું આયુષ્ય માત્ર અન્તર્મુહૂર્ત જેટલું જ હોવાથી અન્તર્મુહૂર્તને અંતે તે સર્વેનો અભાવ થઈ જાય છે (એટલે વિરહકાળમાં પહેલું આયુષ્યનું અન્તર્મુહૂર્ત વીત્યા બાદ જગતમાં કોઈપણ ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય કે સમૂઠ્ઠિમ અપર્યાપ્ત મનુષ્ય એક પણ વિદ્યમાન હોય નહિ). તે કારણથી એ બન્ને પ્રકારના મનુષ્યો અધ્રુવ હોવાથી કદાચિત્ હોય છે, અને કદાચિત્ નથી હોતા. અને જો હોય તો એ બન્ને અપર્યાપ્તા અને પૂર્વે કહેલા પર્યાપ્તા તે સર્વે મળીને ઉત્કૃષ્ટથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા (અસંખ્યાતા) મનુષ્યો હોય છે. અર્થાત્ સંવર્તીને ઘન કરેલા લોકાકાશની એકેક પ્રદેશની પંક્તિરૂપ એક શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા પ્રમાણના સર્વે મનુષ્ય ઉત્કૃષ્ટપદે હોય છે (અર્થાત્ મનુષ્યો અસંખ્યાત હોય છે.) એ
Jain Education International
For Priva
personal Use Only
www.jainelibrary.org