________________
આ
ટીાર્થ આ ગાથાના અર્થની વ્યાખ્યામાં અર્વાચીન ટીકાકાર એમ કહે છે કે ગાથાનો અર્થ મૂળટીકામાં કહ્યો નથી, પરંતુ અમને તો એવો અર્થ સમજાય છે કે -ઘનીકૃત લોકની એક પ્રદેશશ્રેણિમાં અસંખ્યાત વર્ગમૂળ ઉત્પન્ન થાય છે, તેમાંના ૧૨મા (બારમા) વર્ગમૂળમાં જેટલા આકાશપ્રદેશ પ્રાપ્ત થાય તેટલા સાતમી પૃથ્વીમાં નારકો છે. છઠ્ઠી પૃથ્વીમાં દશમા વર્ગમૂળના આકાશપ્રદેશો જેટલા નારકો છે. પાંચમી પૃથ્વીમાં આઠમા વર્ગમૂળના આકાશપ્રદેશો જેટલા ના૨ક છે. ચોથી પૃથ્વીમાં છઠ્ઠા વર્ગમૂળના આકાશપ્રદેશ જેટલા નાકો છે. ત્રીજી પૃથ્વીમાં ત્રીજા વર્ગમૂળના પ્રદેશપ્રમાણ ના૨કો છે, અને બીજી પૃથ્વીમાં શ્રેણિના બીજા વર્ગમૂળના પ્રદેશો જેટલા નારકજીવો પ્રાપ્ત થાય છે. તથા પહેલી પૃથ્વીના નારકોનું પ્રમાણ તો સેટીસૂર્પમાળ મવળે થર્મો ઇત્યાદિ પદવાળી ગાથામાં સવિશેષપણે હમણાં જ કહેવાઈ ગયું છે, તે કારણથી તે પ્રમાણ કહ્યું નથી.
‘હવે વૈમાનિકદેવોનું વિશેષભેદપૂર્વક પ્રમાણ કહેવાય છે – ત્યાં સૌધર્મ અને ઇશાનદેવોનું પ્રમાણ અનન્તરની (આ ગાથાથી પહેલી) ગાથામાં કહેવાઈ ગયું છે, તેથી હવે સનત્કુમારાદિ દેવોનું પ્રમાણ આ ગાથાના ઉત્તરાર્ધમાં પર્યન્તભાગથી - છેલ્લેથી પશ્ચાનુપૂર્વીએ કહ્યું છે, પ્રમાણે કહેવાય છે. તે આ પ્રમાણે –
તે
‘વર્ષે હૈં રેવેલુ = વૈમાનિક દેવોમાં સનત્કુમાર અને માહેન્દ્રકલ્પના દેવો શ્રેણિનું જે ચોથું વર્ગમૂળ તેના જેટલા પ્રદેશો થાય તેટલા પ્રદેશપ્રમાણ (તેટલા દેવો) છે. બ્રહ્મલોકમાં પાંચમા વર્ગમૂળના પ્રદેશરાશિ જેટલા, લાન્તકમાં સાતમા વર્ગમૂળના પ્રદેશરાશિ જેટલા, મહાશુક્રમાં નવમા વર્ગમૂળના પ્રદેશરાશિ જેટલા, અને સહસ્રાર કલ્પમાં શ્રેણિના અગિયા૨મા વર્ગમૂળમાં જેટલા આકાશપ્રદેશ પ્રાપ્ત થાય તેટલા દેવો છે. અને આનત-પ્રાણત કલ્પમાં તો ગાય પાયમાર્ડ, પશ્ચત્ત અસંવમળો ૩ એ ગાથાના પદો વડે અતિવિશેષભેદે પ્રમાણ કહેવાઈ ગયું છે, માટે તે પ્રમાણ આ ગાથામાં કહ્યું નથી.' એ પ્રમાણે આ ગાથાનું અર્વાચીન ટીકાકારે કરેલ વ્યાખ્યાન દર્શાવ્યું. પરંતુ અમોએ એવા પ્રકારના નિર્ણય કરેલા તે અર્થનો સંવાદ (સિદ્ધાન્તો સાથે યથાર્થ મળતાપણું) કોઈપણ આગમમાં ક્યાંય પણ દેખ્યું નથી, અને એ અર્થમાં પ્રજ્ઞાપનાજીના મહાદંડક સાથે વિચારતાં દોષ પણ દેખાય છે, માટે એમાં સત્ય તત્ત્વ શું છે ? તે શ્રી સર્વજ્ઞો અથવા બહુશ્રુતો જાણે. એ પ્રમાણે આ ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો. ।।તિ देवनारकप्रमाणम् ।।१५८||
ગવતરણ: એ પ્રમાણે ચારે ગતિના પંચેન્દ્રિયોનું દ્રવ્યપ્રમાણ કહ્યું. હવે તિર્યંચગતિમાં પૂર્વે નહિ કહેલા બાદર પર્યામા પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણનું પ્રમાણ ગાથામાં કહેવાય છે :
बायरपुढवी आऊ, पत्तेयवणस्सई य पत्ता | તે પયરમવરિ ંતુ, ગંગુત્તાસંહમોળું ||૧૬।।
થાર્થ: પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણે જીવો અંગુલના અસંખ્યાતમા ભાગ વડે સંપૂર્ણ પ્રત૨ અપહરાય એટલા છે. ૧૫૯
Jain Education International
For Priva33ersonal Use Only
www.jainelibrary.org