________________
ટીાર્થ: બાદર પર્યાપ્ત તેજસ્કાયજીવો છે. કેટલા ? તે કહે છે - અસંખ્યાત આવલિવર્ગ જેટલા, અર્થાત્ એક આવલિકાના જેટલા સમયો છે, તેઓનો પહેલીવાર વર્ગ કરીએ (ત્યારબાદ આવેલા વર્ગનો વર્ગ‰ન કરવો). એ પ્રમાણે તે આવલિકાના તેવા અસંખ્યાત વર્ગ કર્યે છતે (સર્વ ભેગા કરતાં) જેટલા સમય પ્રાપ્ત થાય તેટલા બાદર પર્યાપ્ત અગ્નિકાયજીવો છે. અને બાદર પર્યાપ્ત વાયુકાયજીવો તો લોકાકાશના સંખ્યાતમા ભાગ જેટલા છે, એટલે લોકાકાશના સંખ્યાતમા એક ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય, તેટલા સર્વે પણ બાદ૨ પર્યાપ્ત વાયુકાયજીવો છે – એ ભાવાર્થ છે. એ પ્રમાણે આ ગાથાનો વ્યાખ્યાર્થ સમાપ્ત થયો. ।।૧૬૦
અવતરણઃ [પૂર્વ ગાથામાં (૧૬૦મી ગાથામાં) પર્યાપ્ત બાદર અગ્નિકાય તથા વાયુકાય જીવોના પ્રમાણને અંગે એક આવલિકાના જે અસંખ્યાત વર્ગ તથા લોકના સંખ્યાતમે ભાગે પ્રતર કહ્યા તે સંબંધમાં ] અહીં શંકા ઉપસ્થિત થાય છે કે - આવલિકાના અસંખ્યાત વર્ગો વડે તો આવલિકાનો ઘન પણ થાય છે. અને તે ઘન ઓછો હોય વા અધિક પણ હોય [ એટલે તે ઘન આવલિકાના અસંખ્ય વર્ગના અંકરાશિથી તેમજ તેટલી જીવરાશિથી પણ હીન પણ અથવા અધિક પણ થાય છે, ] માટે ‘આવલિકાના અસંખ્યાત વર્ગ' એટલું જ માત્ર કહેવાથી બાદર પર્યાપ્ત અગ્નિકાય જીવોનું પ્રમાણ નિશ્ચયપૂર્વક જણાતું નથી. તેમજ લોકના સંખ્યાતમા ભાગે જેટલા પ્રતર તેટલા બાદર પર્યાપ્ત વાયુકાય કહ્યા, તેમાં પણ લોકના સંખ્યાતમા ભાગે કેટલા પ્રતર જાણવા ? તે પણ નિશ્ચિત જણાતું નથી. માટે એ શંકાના સમાધાનમાં એ બન્ને જીવોના પ્રમાણની પ્રરૂપણા પુનઃ વિશેષથી સ્પષ્ટ કરે છે ઃ
आवलिवग्गाऽसंखा, घणस्स अंतो उ बायरा तेऊ । पत्तबायराणिल, हवंति पयरा असंखेज्जा ॥१६१||
ધાર્થ: આવલિકાના ઘનમાં અન્તર્ગત થાય એવા આવલિકાના અસંખ્યાત વર્ગ જેટલા બાદ૨ પર્યાપ્ત અગ્નિજીવો છે, અને પર્યાપ્ત બાદર અનિલ (વાયુ) જીવો અસંખ્યાતા પ્રતર પ્રમાણ છે (એ વિશેષ સ્પષ્ટતા કહી). ।।૧૬ ૧।।
ટીાર્થ: જે બાદર પર્યાપ્ત અગ્નિકાયજીવોને પૂર્વ ગાથામાં અસંખ્યાત આવલિકાવર્ગ જેટલા કહ્યા, તે અસંખ્યાત વર્ગ તેટલા જ ગ્રહણ કરવા કે જેનાથી આવલિકાનો ઘન પૂર્ણ ન થાય. આ ભાવાર્થની પ્રતીતિ (વિશેષ સ્પષ્ટતા) શિષ્યજનના ઉપકાર માટે અસત્કલ્પના વડે દર્શાવાય છે. તે આ પ્રમાણે –
અસંખ્યાત સમયની આવલિકા છે, તો પણ અસત્કલ્પનાએ આવલિકાના ૧૦ સમય કલ્પીએ. તેનો વર્ગ (૧૦ x ૧૦ =) ૧૦૦ થાય છે. વળી તેવા અસંખ્યાત વર્ગને પણ અસત્કલ્પનાએ ૧૦ વર્ગ પણ કલ્પી શકાય, પરન્તુ એટલા ઘણા વર્ગ ન કલ્પવા. કારણ કે જો ૧. ‘આલિકાના અસંખ્યાત વર્ગ’ એટલું જ કહેવાથી અહીં બે રીતે વર્ગ સમજાય છે : ત્યાં પ્રથમ તો આવલિકાનો પહેલો વર્ગ ક૨ી પુનઃ તે વર્ગનો વર્ગ કરવો તે બીજો, પુનઃ તે બીજા વર્ગનો વર્ગ કરવો તે ત્રીજો એ પ્રમાણે પણ અસંખ્યાત વર્ગ થાય છે, પરંતુ તે અહીં ગ્રહણ ન કરતાં પહેલીવાર કરેલા વર્ગના જ અસંખ્ય રાશિ તે અહીં અસંખ્ય વર્ગ સમજવા,
For PrivaPersonal Use Only
Jain Education International
www.jainelibrary.org