________________
એટલા (૧૦) વર્ગ કલ્પીએ તો આવલિકાનો (દશનો) ઘન સંપૂર્ણ થાય છે. તે આ પ્રમાણે – આવલિકાના ૧૦ સમય કપ્યા છે, તેનો ઘન (૧૦ x ૧૦ x ૧૦) = ૧૦૦૦ થાય છે. અને આવલિકાના ૧૦વર્ગો વડે પણ (૧૦૦ + ૧૦૦+૧૦૦+ ૧૦૦ + ૧૦૦ + ૧૦૦ + ૧૦૦ + ૧૦૦+૧૦૦+ ૧૦૦) = ૧૦૦૦ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે અસંખ્ય વર્ગ એટલે ૧૦ વર્ગ ગ્રહણ કરવાથી ઘન પૂર્ણ થાય છે, માટે આવલિકાના (દશ નહિ, પણ) આઠ અથવા નવ વર્ગ જ કલ્પવા, જેથી સદ્દભાવથી અસંખ્યાત, પરંતુ કલ્પના વડે આઠસો અથવા નવસો બાદર પર્યાપ્ત અગ્નિકાયજીવો સિદ્ધ થાય છે. અને તેથી એ સંખ્યા આવલિકાના ઘનની અન્તર્ગત પણ થાય છે (ઘનથી ઓછી પણ થાય છે). અને એ પ્રમાણે હોવાથી આવલિકાના એક વર્ગને આવલિકાના સમયોથી કિંચિત્ જૂન સમયો વડે ગુણીએ તો પણ બાદર પર્યાપ્ત અગ્નિકાયનું પ્રમાણ આવે છે, એમ કહ્યું છે.
તથા બાદર પર્યાપ્ત વાયુકાયજીવો અસંખ્યાત પ્રતર જેટલા છે. એમાં તાત્પર્ય એ કહ્યું છે કે પૂર્વે કહેલા, લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતા પ્રતર જાણવા. તેથી લોકના સંખ્યામાં ભાગમાં આવેલા તે અસંખ્ય પ્રતરોમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલા બાદર પર્યાપ્ત વાયુકાયજીવો પણ છે.
વળી એ કહેવા પ્રમાણવાળા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનું પરસ્પર અલ્પબદુત્વ આ પ્રમાણે વિચારવું – બાદર પર્યાપ્ત અગ્નિકાય સર્વથી અલ્પ છે, તેથી પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાતગુણ છે, તેથી પૃથ્વીકાયજીવો અસંખ્યગુણ છે, અને તેથી અપૂકાય અસંખ્ય ગુણ છે, અને તેથી વાયુકાયજીવો અસંખ્યાત ગુણા છે. અહીં એ પ્રમાણે જો અગ્નિકાયજીવો જ સર્વથી અલ્પ છે તો સર્વથી પ્રથમ અગ્નિકાયનું જ પ્રમાણ કેમ ન કહ્યું? એવી આશંકા ન કરવી, કારણ કે સૂરકર્તાની પ્રવૃત્તિ (સૂત્રરચના) વિચિત્ર હોય છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ||૧૬૧ રૂતિ વીવ૨પર્યાપ્તપ્રત્યેન્દ્રિયાનાં પ્રમાણ //
સંવતર': એ પ્રમાણે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય – અપૂકાય - અગ્નિકાય - વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય – એ પાંચે એકેન્દ્રિયોનું પ્રમાણ કહ્યું, અને હવે એ પાંચે અપર્યાપ્તાઓનો જ એક રાશિ (નું પ્રમાણ) નહિ કહેલ બાકી રહે છે, અને સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વી – અપૂ - તેજસ્ અને વાયુ એ ચારરૂપ બીજા રાશિનું પ્રમાણ બાકી રહે છે, અને ત્રીજો રાશિ એજ પાંચે અપર્યાપ્તાઓનો બાકી રહ્યો છે. એ રીતે એ ત્રણ રાશિ પ્રત્યેક શરીરના, અને સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ-બાદર અને તે બન્ને પર્યાપ્ત અને અપર્યાપ્ત (પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ - પર્યાપ્ત બાદર વનસ્પતિ - અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અને અપર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિ)એ ચાર રાશિનું પ્રમાણ પણ કહ્યા વિનાનું બાકી રહ્યું છે, માટે એ સાતે રાશિઓનું પ્રમાણ કહેવાની ઇચ્છાએ આ ગાથા કહે છે (અર્થાત્ આ ગાથામાં એ સાતે રાશિઓનું પ્રમાણ કહેવાય છે):
For Private?frsonal Use Only
Jain Education International
www.jainelibrary.org