________________
પણ (પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો) વિશેષાધિક કહેવાથી અહીં પણ વાસ્તવિક રીતે તો (આ ગ્રંથમાં પણ) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો જ કહ્યા છે એમ જાણવું. એથી શ્રીપ્રજ્ઞાપનાજીના અભિપ્રાય પ્રમાણે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો પણ દેવોથી અસંખ્યગુણા કહેલા સમજાય છે. અને તેમ હોવાથી દેવો વડે થતા પ્રત૨ના અપહારકાળથી તેઓનો પણ (પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો વડે થતો) પ્રતર સંબંધી અપહારકાળ પૂર્વવત્ અસંખ્યગુણહીન જ ઘટી શકે છે, પરંતુ સંખ્યાતગુણહીન ઘટી શકતો નથી, એમ અમે સમજીએ છીએ. અને બીજા બુદ્ધિમત્તો તો કોઈ બીજી રીતે પણ વિરોધ રહિત ઘટના કરી શકે છે. હવે આ પ્રસંગથી (ચાલુ ચર્ચાથી) સર્યું.
એ પ્રમાણે વિશેષથી પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોનું પણ પ્રમાણ કહ્યું. હવે ગાથાના ઉત્તરાર્ધ વડે એ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોમાંથી પણ જુદું પાડીને તિર્યંચ સ્ત્રીઓનું પ્રમાણ કહે છે - સંઘેજુળેળ તો ઇત્યાદિ = (તો = તતઃ) તેથી એટલે દેવોના પ્રતરાપહારકાળથી સંખ્યાત ગુણ કાળે તિર્યંચીઓનો પ્રતરાપહારકાળ જાણવો. આ અલ્પબહુત્વ (તિર્યંચીઓનું અલ્પબહુત્વ) શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહેલા (હમણાં જ આ ગ્રંથમાં પણ કહેવાઈ ગયેલા) મહાદંડકની સાથે પણ સંવાદવાળું છે. કારણ કે - ત્યાં મહાદંડકમાં અધઃ- નીચે (પહેલાં) સંખ્યાતમા ભાગ જેટલી તિર્યંચીઓ કહી છે, અને વ્યન્તરાદિ દેવો તે તિર્યંચીઓથી સંખ્યાતગુણા કહ્યા છે. તે કારણથી એ વ્યન્તરાદિ દેવો ઘણા હોવાથી તિર્યંચીઓ વડે થતા પ્રતરાપહાર કાળથી સંખ્યાતગુણહીન કાળે પણ પૂર્વોક્ત રીતિએ સંપૂર્ણ પ્રત૨ અપહરે, અને તિર્યંચીઓ દેવોથી સંખ્યાતગુણહીન હોવાથી અલ્પ છે, માટે દેવો વડે થતા પ્રતરાપહારકાળથી તિર્યંચીઓ વડે થતો પ્રતરાપહારકાળ સંખ્યાતગુણ થાય છે, અર્થાત્ દેવકૃત પ્રતરાપહારકાળથી તિર્યંચીઓ તે પ્રતરને સંખ્યાતગુણ કાળે અપહરે છે, એ વાત યુક્તિવાળી જ છે.
એ પ્રમાણે તિર્યંચગતિમાં મિથ્યાદૃષ્ટિ જીવોનું સર્વ પ્રમાણ કહ્યું. અને સાસ્વાદન, મિશ્ર, અવિરતસમ્યગ્દૃષ્ટિ તથા દેશવિરત એ ચાર ગુણસ્થાનવર્તી તિર્યંચોનું પ્રમાણ તો પૂર્વે ચાર ગતિની અપેક્ષાએ જે ઓઘપ્રમાણ (સામાન્ય પ્રમાણ) કહ્યું છે, તે અનુસારે અહીં પણ વિભાગપૂર્વક વિચારીને કેટલુંક તો પોતાની મેળે પણ સમજી લેવાય એવું છે. તથા પ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી જીવો તો તિર્યંચગતિમાં સંભવતા જ નથી, એમ પૂર્વે જ નિર્ણય કહ્યો છે. એ પ્રમાણે આ ગાથાનો વ્યાખ્યાર્થ સમાપ્ત થયો ।। કૃતિ પ્રસાતો મહાવઙયુવ્યાાર્થ: સમાસઃ
૫૧૫
ગવતરળઃ એ પ્રમાણે તિર્યંચગતિમાં સામાન્યથી તિર્યંચોનું પ્રમાણ કહ્યું, તેથી (અથવા ત્યારબાદ) સામાન્યથી અને વિશેષથી પંચેન્દ્રિય તિર્યંચોનું પણ પ્રમાણ કહ્યું; હવે વિશેષથી જે પૃથ્વીકાય આદિ તિર્યંચોનું પણ પ્રમાણ કહેવું જોઈએ, તેને ઉલ્લંઘીને (એટલે પૃથ્વીકાય આદિ વિશેષભેદપૂર્વક તિર્યંચોનું પ્રમાણ કહેવાનું હજી બાકી છે તો પણ) પંચેન્દ્રિયપણાની સમાનતાના કારણથી પ્રથમ મનુષ્યગતિમાં મનુષ્યોનું પ્રમાણ કહે છે :
संखेजा पत्ता, मणुयाऽपजत्तया सिया नत्थि ।
उक्को सेण जइ भवे, सेढीए असंखभागो उ ।। १५३।।
ગાથાર્થ: પર્યાપ્ત મનુષ્યો (ગર્ભજ મનુષ્યો) સર્વદા અને સંખ્યાતા હોય છે, તથા અપર્યાપ્ત મનુષ્યો (ગર્ભજ અપર્યાપ્ત અને સમ્પૂર્ચ્છિમ અપર્યાપ્ત મનુષ્યો) તો કદાચિત્ ન પણ હોય, અને જો હોય તો ઉત્કૃષ્ટથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા હોય છે (= અસંખ્યાત અપર્યાપ્ત
Jain Education International
www.jainelibrary.org
૨૨૪
For Private & Personal Use Only