________________
૮૩. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ૮૪. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સંખ્યાતગુણા છે. ૮૫. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ૮૬. તેથી સર્વે સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ૮૭. તેથી ભવસિદ્ધિક જીવો (ભવ્ય જીવો) વિશેષાધિક છે. ૮૮. તેથી સર્વ નિગોદ જીવો વિશેષાધિક છે. ૮૯. તેથી વનસ્પતિકાય જીવો વિશેષાધિક છે. ૯૦. તેથી સર્વ એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. ૯૧. તેથી સર્વ તિર્યંચો વિશેષાધિક છે. ૯૨. તેથી સર્વ મિથ્યાદૃષ્ટિ જીવો વિશેષાધિક છે. ૯૩. તેથી સર્વ અવિરત જીવો વિશેષાધિક છે. ૯૪. તેથી સકષાયી જીવો વિશેષાધિક છે. ૯૫. તેથી છદ્મસ્થ જીવો વિશેષાધિક છે. ૯૬. તેથી સયોગી જીવો વિશેષાધિક છે. ૯૭. તેથી સર્વ સંસારી જીવો વિશેષાધિક છે. ૯૮. તેથી સર્વ જીવો વિશેષાધિક છે.
એ પ્રમાણે આ પ્રજ્ઞાપનાજીના મહાદંડકના આલાપકમાં જે નપુંસક ખેચર તિર્યંચ પંચેન્દ્રિય વગેરે રાશિઓ જ્યોતિષ સુધીના દેવોથી અસંખ્યાતગુણી વગેરે રૂપે કહી, તે રાશિઓની પણ ઉપર જ આગળ પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો વિશેષાધિક કહ્યા. તો એ પ્રમાણે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો સર્વ દેવોથી અસંખ્યાતગુણા કેમ ન હોય? અર્થાત્ હોય જ.
પ્રશન - મહાદંડકમાં જે પર્યાપ્તા પંચેન્દ્રિય જીવો વિશેષાધિક કહ્યા, તે તો ચારે ગતિના સામાન્યથી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો કહ્યા, માટે તે ચારે ગતિના પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો ઘણા હોવાથી સર્વ દેવોની અપેક્ષાએ અસંખ્યાતગુણા થાય તે યુક્ત જ છે, પરંતુ આ ગ્રન્થની (જીવસમાસની) ગાથામાં કહેલા પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો સર્વ દેવોથી અસંખ્યાતગુણા થવા યુક્ત નથી, કારણ કે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તો તિર્યંચગતિરૂપ એક જ ગતિવાળા હોવાથી થોડા હોય.
ઉત્તર:- તમારું એ કહેવું યુક્ત નથી; કારણ કે મહાદંડકમાં પર્યાપ્ત પંચેન્દ્રિયનું ગ્રહણ સામાન્યથી છે તો પણ તે સ્થાને પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો જ કહેવાના બાકી રહેલા છે. કારણ કે નારક પંચેન્દ્રિય અને મનુષ્ય પંચેન્દ્રિયો તો અતિઅલ્પ હોવાથી જ્યોતિ દેવોથી પણ નીચે ઘણે દૂર (આલાપકના ક્રમમાં પહેલાં નજીકમાં) હોવાથી અસંખ્યાતમા ભાગ જેટલા જ કહ્યા છે. વળી, તે પંચેન્દ્રિયોને (મનુષ્ય-નારકોને) ગ્રહણ કરવાથી પણ તે સ્થાને (પર્યાપ્ત પંચેન્દ્રિયના પાઠમાં અથવા સંખ્યામાં કંઈ પણ વધે નહિ, તે કારણથી પર્યાપ્ત ચતુરિન્દ્રિયોથી
For Private person
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org