________________
અને તે ભાગાકાર કરવાથી જેટલો જવાબ આવે તેટલા પ્રમાણનું જેટલું પ્રતિરક્ષેત્ર થાય (એટલે એક પ્રતરનો જે ખંડ પ્રાપ્ત થાય), તેટલા પ્રમાણવાળા પ્રતરક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા વ્યત્તરદેવો છે. અથવા બીજી રીતે વિચારીએ તો પૂર્વોક્ત ભાગાકારપ્રમાણના એકેક પ્રતરખંડને જો એકેક વ્યન્તર દેવ અપહરે, તો તે સંપૂર્ણ પ્રતર તે વ્યન્તર દેવો વડે શીધ્ર (એક સમયમાં જ) અપહરાય, એ પણ સરખો જ ભાવાર્થ છે.
તથા બસો છપ્પન અંગુલપ્રમાણ દીર્ઘ અને એક પ્રદેશ જાડી એવી આકાશપ્રદેશની શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય, તે સર્વ આકાશપ્રદેશો વડે પ્રતરના પ્રદેશસમૂહને ભાગીએ, અને તે ભાગાકાર વડે જેટલા પ્રમાણનું પ્રતિરક્ષેત્ર (પ્રતરનો ખંડ) પ્રાપ્ત થાય, તેવા પ્રતરખંડને એકેક જ્યોતિષી દેવ અપહરે તો સંપૂર્ણ પ્રતર તે જ્યોતિષી દેવો વડે સમકાળે (એક સમયમાં જ) અપહરાય. આમાં પણ બન્ને વાતમાં ભાવાર્થ એક જ છે. વળી જ્યોતિષી દેવો વ્યત્તરોથી સંખ્યાતગુણા છે. એમ (પ્રજ્ઞાપનામાં) મહાદંડકને વિષે કહેલું છે, માટે વ્યન્તરોથી સંખ્યાતગુણ ન્યૂન-ઓછો પ્રતરભાગ (પ્રતરખંડ) જ્યોતિષીદેવોને માટે કહ્યો છે. એ પ્રમાણે આ ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો. | ફુતિ ભવનપતિ- વ્યન્તર - જ્યોતિષુવાનાં દ્રવ્યાવિપ્રમાણ હરમ્ ૧પપા. વિતર: હવે આ ગાથામાં દેવગતિને વિષે વૈમાનિક દેવોનું પ્રમાણ કહે છે :
सक्कीसाणे सेढीअसंख उवरिं असंखभागो उ ।
आणयपाणयमाई, पल्लस्स असंखभागो उ ॥१५६॥
થાર્થ: શક્ર દેવલોક અને ઇશાન દેવલોકના દેવો અસંખ્યાત શ્રેણિઓ જેટલા છે. તેથી ઉપરના (૩-૪-૫-૬-૭-૮ કલ્પના) દેવો શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા છે. અને આનત-પ્રાણત આદિ દેવો શેરાપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા (અસંખ્યાતા) છે. ||૧પ૬.
ટીછાર્થ: સં એટલે સૌધર્મેન્દ્ર, અને તે વડે ઉપલક્ષિત (ઓળખાતો) એવો સૌધર્મદેવલોક જ અહીં ગ્રહણ કરવો. અને તેથી સૌધર્મકલ્પના સર્વે પણ દેવો પૂર્વે કહેલા સ્વરૂપવાળા, સંવર્તાને ઘન કરેલા લોકપ્રતરની અસંખ્યાત શ્રેણિઓ જેટલા છે. અર્થાત્ એક પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા સૌધર્મ દેવલોકના સર્વ દેવો છે. એ ભાવાર્થ છે. તથા શાન દેવત્નોમાં પણ દેવોનું પ્રમાણ એ પ્રમાણે જ એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ આવે, તેના જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ઇશાન દેવલોકના દેવો છે, એમ સૌધર્મકલ્પતુલ્ય કહેવું. કેવળ તફાવત એજ કે સૌધર્મકલ્પના દેવોથી એ ઈશાનકલ્પના દેવો સંખ્યાતગુણ ઓછા જાણવા અને ઈશાન દેવલોકના દેવોથી સૌધર્મ દેવલોકના દેવો સંખ્યાતગુણા જાણવા; કારણ કે મહાદંડકમાં (એ બે દેવલોકનું પરસ્પર અલ્પબદુત્વ)એ પ્રમાણે જ કહેલું છે.
કવર સંવમાનો ૩ = સૌધર્મ અને ઈશાન દેવલોકથી ઉપરના સનકુમાર - મહેન્દ્ર - બ્રહ્મલોક – લાંતક – મહાશુક્ર અને સહસ્રાર એ છ દેવલોકમાં રહેલા સર્વે દેવો, પ્રત્યેકમાં, સમચોરસ ઘન કરેલા લોકાકાશની એક પ્રદેશવાળી શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા
For Private usonal Use Only
Jain Education International
www.jainelibrary.org