________________
અવતરણ: હવે આ ગાળામાં સાસ્વાદન ગુણસ્થાનવર્તી જીવો તથા મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનવાળા જીવોનું પ્રમાણ કેટલું છે? તે કહે છે :
एगाईया भज्जा, सासायण तह य सम्ममिच्छा उ ।
उक्कोसेणं दोण्हवि, पल्लस्स असंखभागो उ ॥१४५॥ નાથાર્થઃ સાસ્વાદન સમ્યગુદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિ જીવો ભજનાએ હોય છે, (કદી હોય અને કદી ન પણ હોય) અને જો હોય તો જઘન્યથી એકાદિ હોય છે, અને ઉત્કૃષ્ટથી બન્ને ગુણસ્થાનવાળા જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા હોય છે. ૧૪પી.
ટીછા: સાસ્વાદન ગુણસ્થાની અને મિશ્ર ગુણસ્થાની જીવો અધ્રુવ હોવાથી લોકમાં કદાચિતું હોય છે, અને કદાચિત ન પણ હોય. અને જો હોય તો એકાદિ ભાજ્ય-વિકલ્પ હોય, એટલે એ બન્ને ગુણસ્થાનવાળા પ્રત્યેક એક અથવા બે અથવા ત્રણ હોય છે, તે યાવતું ઉત્કૃષ્ટથી બન્ને રાશિના પ્રત્યેકના ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા સાસ્વાદન સમ્યગુદૃષ્ટિ અને તેટલા મિશ્રદૃષ્ટિ પણ હોય છે. એ રીતે ઉત્કૃષ્ટ સંખ્યાથી કદાચિત્ હોય છે. એ ગાથાર્થ સમાપ્ત થયો. ./૧૪પો નવતરણ: હવે અવિરત સમ્યગુદૃષ્ટિ વગેરે જીવોનું પ્રમાણ કહે છે:
पल्लासंखियभागो, अविरयसम्मा य देसविरया य ।
कोडिसहस्सपुहत्तं, पमत्त इयरे उ संखेज्जा ॥१४६।। માથાર્થ: અવિરત સમ્યગૃષ્ટિ અને દેશવિરતિ જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા છે, પ્રમત્ત ગુણસ્થાનવર્તી જીવો પૃથફત્વ હજાર ક્રોડ જેટલા હોય, અને ઇતર એટલે અપ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી જીવો પ્રત્યેક સંખ્યાતા હોય છે. /૧૪૬
ટીકર્થ: અહીં (લોકમાં) અવિરત સમ્યગુદૃષ્ટિ જીવો, દેશવિરતિ જીવો, પ્રમત્ત ગુણસ્થાનવર્તી જીવો અને અપ્રમત્ત ગુણસ્થાનવર્તી જીવો એ ચારે રાશિ ધ્રુવ હોવાથી સર્વ લોકને આશ્રયિ તેઓનો કદી પણ વિચ્છેદ (અભાવ) હોતો નથી. માટે તે ચારે રાશિના જીવોની સંખ્યાનો અહીં (ધ્રુવપણે) વિચાર કરાય છે, તે આ પ્રમાણે :
એ દરેક ગુણસ્થાનવર્તી જીવો લોકમાં કેટલા હોય છે? તે કહેવાય છે કે – તેમાં વિરતા સમદ્રષ્ટિ જીવો જઘન્યથી પણ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશોનો રાશિ હોય છે તેટલા હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ એટલા જ (અર્થાત્ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગવર્તી આકાશપ્રદેશો જેટલા જ) હોય છે. પરંતુ અસંખ્યાતના અસંખ્યભેદ હોવાથી જઘન્યપદના અસંખ્યાતથી ઉત્કૃષ્ટપદવાળું અસંખ્યાત મોટું જાણવું, અને તે પણ અસંખ્યાતગુણ મોટું જાણવું.
તથા ટેશવિરતિ જીવો પણ એટલા પ્રમાણના જ (એટલે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગવર્મી આકાશપ્રદેશો જેટલા જ) છે, પરંતુ પલ્યોપમનો આ અસંખ્યાતમો ભાગ સમ્યગુદૃષ્ટિ જીવોથી મોટો જાણવો, અને દેશવિરતિ જીવોનો તેથી ઘણો નાનો જાણવો. તથા હોસિદસTહત્ત [મત્ત = અહીં પ્રમત્ત તે પૂર્વે કહેલા અર્થ-સ્વરૂપવાળા છઠ્ઠા
For Pria Personal Use Only
Jain Education International
www.jainelibrary.org