________________
દ્વિીપસમુદ્રોમાં હોય છે એમ જાણવું. (અર્થાત્ જલચર, થલચર અને ખેચર ત્રણેને લબ્ધિ હોય છે.)
અહીં શિષ્યજનના ઉપકારને અર્થે અસત્કલ્પના વડે કંઈક ભાવાર્થ કહેવાય છે - ત્યાં અંગુલ જેટલું પ્રતિરક્ષેત્ર જો કે અસંખ્ય આકાશપ્રદેશયુક્ત છે, તો પણ કલ્પનાથી ૬ પપ૩૬ (પાંસઠ હજાર પાંચસો છત્રીસ) આકાશપ્રદેશ જેટલું છે, એમ કલ્પીએ તો તેમાં ૬૫૫૩૬ શ્રેણિઓ કલ્પાઈ. તે અંકરાશિની સ્થાપના આ પ્રમાણે – ૬૫૫૩૬. હવે એ અંકરાશિનું પહેલું વર્ગમૂળ બસો છપ્પન (૨૫૬), બીજું વર્ગમૂળ સોળ (૧૬), ત્રીજુ વર્ગમૂળ ચાર (૪), અને ચોથું વર્ગમૂળ બે (૨) છે. અહીં જો કે ચાર વર્ગમૂળ થયાં તો પણ વાસ્તવિક રીતે વિચારતાં તો અસંખ્યાત વર્ગમૂળ જાણવાં. એ દરેક વર્ગમૂળમાં (૨૫૬-૧૬-૪-૨ શ્રેણિઓ આવી, પરંતુ) વસ્તુતઃ તો અસંખ્ય અસંખ્ય શ્રેણિઓ આવે છે, એમ જાણવું. ત્યાં બસો છપ્પન પ્રમાણવાળા પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગે બત્રીસ (૩૨) શ્રેણિઓ કલ્પીએ; એ પણ વસ્તુતઃ રીતે દરેક શ્રેણેિ જો કે અસંખ્ય અસંખ્ય પ્રદેશની છે, તો પણ અસત્કલ્પનાએ ૧૦-૧૦ પ્રદેશ જેટલી કલ્પીએ, તો ત્રણસો વીસ પ્રમાણના (એટલે ૩૨૦) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો વૈક્રિયલબ્ધિવાળા જાણવા; પરંતુ પરમાર્થથી તો અસંખ્યાતા જ છે. તથા અપર્યાપ્ત અને અસંશિઓને કોઈને પણ વૈક્રિયલબ્ધિ હોય નહિ. તે કારણથી “પર્યાપ્ત' અને “સંજ્ઞી' વિશેષણ દરેક સ્થાને દર્શાવ્યું છે. એ પ્રમાણે આ ગાથાનો વ્યાખ્યાથે સમાપ્ત થયો. ૧૫૧
વતર: એ પ્રમાણે સામાન્યથી એકેન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિ તિર્યંચોનું પ્રમાણ પૂર્વે કહેવાઈ ગયું. અને ત્યારબાદ સામાન્યથી પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બન્નેને મળીને પંચેન્દ્રિય તિર્યંચોનું પ્રમાણ, તેમજ ત્યારબાદ ઉત્તરક્રિયલબ્ધિવાળા પંચેન્દ્રિય તિર્યંચોનું પણ પ્રમાણ કહ્યું. હવે પૂર્વે કહેલા પર્યાપ્ત અને અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી જુદાં તારવીને વિશેષથી પર્યાપ્તા
સ્ત્રી-પુરુષ-નપુંસક વેદવાળા પંચેન્દ્રિય તિર્યંચોનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે ( અર્થાત્ ત્રણ પ્રકારના વેદથી પંચેન્દ્રિય તિર્યંચોનું પ્રમાણ કહે છે ):
संखेजहीणकालेण, होइ पञ्जत्ततिरियअवहारो । संखेनगुणेण तओ, कालेण तिरिक्खअवहारो ॥१५२॥
થાર્થ સંખ્યાતગુણહીન કાળે પર્યાપ્ત તિર્યંચોનો અપહાર થાય છે, અને તેથી સંખ્યાતગુણ કાળે તિર્યંચોનો અપહાર (પંચે. તિ.નો અપહાર) થાય છે. |૧પ૨ા
ટીળાર્ધ પ્રતિસમય દરેક દેવ એકેક આકાશપ્રદેશ ગ્રહણ કરે તો સર્વે દેવો જેટલા કાળે સંપૂર્ણ એક ખતરને અપહરે, તેટલા કાળથી (દવાપહારકાળથી) સંખ્યાતગુણહીન કાળે પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચોનો પ્રતાપહાર થાય છે. અહીં ભાવના સામાન્યથી પૂર્વે કહેલા પંચેન્દ્રિય તિર્યંચોની પેઠે વિચારવી, પરંતુ વિશેષ એ છે કે – સામાન્યથી પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્ને મળીને તિર્યંચ પંચેન્દ્રિયો દેવોથી અસંખ્યાતગુણા છે, માટે દેવોના અપહારકાળથી પંચેન્દ્રિય તિર્યંચોનો અપારકાળ અસંખ્યગુણહીન પૂર્વે કહ્યો છે; અને અહીં તો કેવળ પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયો તો નિશ્ચયે દેવોથી સંખ્યાતગુણા જ છે, માટે દેવના અપહારકાળથી પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોનો અપારકાળ સંખ્યાતગુણ જ હીન હોય; પરંતુ અસંખ્યાતગુણહીન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org