________________
પ્રમાણ છે? તે કહે છે – પઢમંત્ર ઇત્યાદિ – પ્રથમ તો એ પર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો જે વૈક્રિયશરીર કરવાની શક્તિવાળા છે, તેઓ કાળથી અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણીના સમયરાશિ જેટલા છે, અને ક્ષેત્રથી તો પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણિઓનો જે પ્રદેશ રાશિ (આકાશપ્રદેશો) તેટલા પ્રમાણના સિદ્ધાન્તમાં કહ્યા છે. જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે :
હે ભગવન્! પંચેન્દ્રિયતિર્યંચયોનિવાળા વૈક્રિયશરીરી જીવો કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! અસંખ્યાત કહ્યા છે. તે કાળથી અસંખ્ય અવસર્પિણી – ઉત્સર્પિણીઓ વડે અપહરાય છે, અને ક્ષેત્રથી પ્રતરનો અસંખ્યાતમો ભાગ અને (તેમાં રહેલી) અસંખ્યાત શ્રેણિઓ(માં રહેલા આકાશપ્રદેશ) જેટલા છે.”
પ્રશ્નઃ - પ્રતરના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત શ્રેણિઓ કહી, તે તો અસંખ્ય કોડાકોડિ યોજનમાં રહે એટલી પણ હોય છે, તો શું તેટલા વિસ્તારમાં (અસંખ્ય કોડાકોડિ યોજનમાં રહેલી) પણ અહીં ગ્રહણ કરવી? અથવા બીજી રીતે ? એ આશંકા ઉપસ્થિત કરીને હવે તેનો ઉત્તર કહેવાય છે, તે આ પ્રમાણે :
ઉત્તર - સિદ્ધાન્તોમાં પણ સંગ્રામો સેઢીસો [ એ વચન આ વ્યાખ્યાની પૂર્વે પણ હમણાં જ કહેવાઈ ગયું છે ] તે પાઠની પછી તુર્ત (સંલગ્ન)આ પાઠ કહ્યો છે કે – “તાસિ gf સેઢીનું વિજૂર્વમસૂટું, સંયુક્તપઢમવીમૂન સંવેઝમાં'', એટલે તે અસંખ્યાત શ્રેણિઓની વિખ્રભસૂચિ એટલે તિચ્છ વિસ્તારવાળી પ્રદેશ પંક્તિ એમ જાણવું. અહીં ‘સ શેયા (= તે વિખ્રભસૂચિ જાણવી)” એ અર્થ જો કે સિદ્ધાન્તનાં પાઠમાં પર્યન્ત કહ્યો નથી તો પણ અધ્યાહારથી જાણી લેવો. હવે તે વિખ્રભસૂચિ કેટલા પ્રમાણવાળી જાણવી? તે કહે છે – “નામ ઇત્યાદિ = અંગુલપ્રમાણ પ્રતિરક્ષેત્રનું જે મૂત એટલે વર્ગમૂળ તે “અંગુલમૂલ” કહેવાય. અને તે પહેલું અંગુલમૂલ તે “પ્રથમાંગલમૂલ” અને તે પ્રથમાંગલમૂલનો અસંખ્યાતમો જે ભાગ તેટલા પ્રમાણની સૂચિ તે અહીં શ્રેણિઓનો આયામ એટલે વિસ્તાર જાણવો.
અહીં તાત્પર્ય એ છે કે – અંગુલ જેટલા પ્રતર ક્ષેત્રમાં જેટલી શ્રેણિઓ છે, તેટલી શ્રેણિઓના નિશ્ચય અસંખ્ય વર્ગમૂળ બને છે. તે અસંખ્ય વર્ગમૂળોમાંનું જે પહેલું વર્ગમૂળ આવે, તેમાં જેટલી શ્રેણિઓ પ્રાપ્ત થાય, તેના પણ અસંખ્યાતમા ભાગે જેટલી શ્રેણિઓ આવે, તેટલા પ્રમાણવાળી સૂચિ એટલે શ્રેણિઓનો વિસ્તાર અહીં ગ્રહણ કરવાનો છે. ત્યાં અંગુલ પ્રમાણ પ્રતિરક્ષેત્રમાં પણ અસંખ્ય શ્રેણિઓ હોય છે, અને તેના પહેલા વર્ગમૂળમાં પણ અસંખ્ય શ્રેણિઓ જ આવે છે. વળી તેના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્યાત શ્રેણિઓ પ્રાપ્ત થાય છે. તે અસંખ્યાત શ્રેણિઓમાંની દરેક શ્રેણિ પણ અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશ પ્રમાણની છે. તે કારણથી એ સર્વ શ્રેણિઓમાં જે અસંખ્ય આકાશપ્રદેશ છે, તેટલા પ્રમાણના, ઉત્તરવૈક્રિય શરીર રચવાની લબ્ધિવાળા, પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો હસ્તિ-મચ્છ-હંસ વગેરે અસંખ્યાત ૧. એમાં “હસ્તિ' કહેવાથી સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો બીજા પણ જાણવા, તથા મત્સ્ય કહેવાથી જલચર તિર્યંચ પંચેન્દ્રિયો, તથા “હંસ' કહેવાથી બીજા પણ ખેચ૨ તિર્યંચ પંચેન્દ્રિયો કહ્યા; જેથી ત્રણ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોને વૈક્રિયલબ્ધિ હોય છે.
Jain Education International
For Privats 1 Cersonal Use Only
www.jainelibrary.org