________________
=
છે. કઈ રીતે એકથી ચોપન સુધી છે ? તે કહે છે કે पवेसणेणं પ્રવેશ વડે એટલે ઉપશમશ્રેણિમાં એક સમયે સમકાળે પ્રવેશ કરતા જીવોની અપેક્ષાએ (૧ થી ૫૪ સુધી છે). અર્થાત્ એક સમયમાં સમકાળે એકથી ચોપન સુધી જીવો ઉપશમશ્રેણિ અંગીકાર કરે છે, પરંતુ એથી અધિક જીવો અંગીકાર કરતા નથી, એવી સિદ્ધાન્તમાં નિશ્ચય કહેલો છે, એ તાત્પર્ય છે.
-
એ પ્રમાણે એ ચોપન જીવો એક સમયમાં સમકાળે પ્રવેશ કરનાર હોવાની અપેક્ષાએ કહ્યા. પરંતુ અનેક સમયમાં પ્રવેશ કરતા અનેક જુદા જુદા જીવો આશ્રયી એ ઉપશમક અને ઉપશાન્ત જીવો કેટલા હોય ? તે કહે છે - અત્તું પડ્ નાવ સંગ્વેજ્ઞા= એમાં અદ્ધા એ શબ્દ વડે ઉપશમશ્રેણિના પ્રારંભથી ઉપશમશ્રેણિની સમાપ્તિ સુધીનો (અન્તર્મુ૦) કાળ કહ્યો છે, અને તે અસંખ્યાત સમય પ્રમાણ અન્તર્મુહૂર્તનો જાણવો. કારણ કે ઉપશમશ્રેણિ અન્તર્મુહૂર્ત બાદ નિરન્તર` હોતી નથી. તે કારણથી અન્તર્મુહૂર્તરૂપ ઉપશમશ્રેણિના કાળને આશ્રયી વિચારતાં ઉપશમક જીવો અને ઉપશાંત જીવો અન્ય અન્ય સમયમાં પ્રવેશેલા ત્યાં સુધી પ્રાપ્ત થાય કે જ્યાં સુધી ઉત્કૃષ્ટથી સંખ્યાત થાય. અહીં તાત્પર્ય એ છે કે - ઉપશમશ્રેણિના અન્તર્મુહૂર્તરૂપ કાળમાં પહેલે સમયે સમકાળે એકથી માંડીને યાવત ઉત્કૃષ્ટથી ૫૪ (ચોપન) જીવો દાખલ થયા. ત્યારબાદ બીજે સમયે પણ સમકાળે એટલા જ જીવો બીજા દાખલ થયા. એ પ્રમાણે તે અન્તર્મુહૂર્તના સર્વ જુદા જુદા સમયોમાં પ્રવેશ કરેલા સર્વ જીવોની અપેક્ષાએ વિચારીએ તો ઉપશમશ્રેણિના સંપૂર્ણ અન્તર્મુહૂર્ત કાળમાં પંદર કર્મભૂમિઓમાં મળીને કોઈ વખતે સંખ્યાતા ઉપશમક જીવો અને સંખ્યાતા ઉપશાંતમોહ જીવો પણ પ્રાપ્ત થાય. અને ત્યારબાદ (એટલે શ્રેણિનું અન્તર્મુહૂર્ત સમાપ્ત થયા બાદ)તો ઉપશમશ્રેણિના નિરંતરપણાનો જ અભાવ છે. (અર્થાત્ ત્યારબાદ તો ઉપશમશ્રેણિનો જ અભાવ થાય છે).
પ્રશ્ન:- ઉપશમશ્રેણિના અન્તર્મુહૂર્તપ્રમાણ કાળમાં પણ અસંખ્યાત સમયો હોય છે, માટે તે કાળમાં પ્રતિસમય જો એકેક જીવ પ્રવેશ કરે તો પણ અસંખ્યાતા જીવનો પ્રવેશ થાય, તો પછી પ્રતિસમય ચોપન ચોપન જીવ પ્રવેશતાં સર્વ પ્રવેશેલા જીવો અસંખ્યાતા થાય તેમાં તો નવાઈ જ શી ? (માટે પ્રવેશની અપેક્ષાએ સર્વ અદ્ધામાં અસંખ્ય જીવો ઉપશમક અને અસંખ્ય જીવો ઉપશાંતમોહી ગણવા જોઈએ - એ તાત્પર્ય).
ઉત્તર:- અહીં સમાધાન કહેવાય છે કે - અન્તર્મુહૂર્તના તે અસંખ્યાત સમયોમાં સર્વમાં જો પ્રતિસમય તેવો પ્રવેશ ચાલુ રહે તો તેમ બની શકે, પરંતુ તેમ નથી. કારણ કે અંતર્મુહૂર્તમાંના કેટલાક સમયોમાં જ તેવો પ્રવેશ ચાલુ રહે છે, એ બાબતમાં અતિશાયી જ્ઞાનીઓએ (શ્રી સર્વજ્ઞોએ) એ પ્રમાણે જ દેખેલું છે. તેમજ બીજી વાત એ છે કે – ઉપશમશ્રેણિમાં પ્રવેશ ક૨ના૨ા ગર્ભજ મનુષ્યો અને તે પણ વિશેષતઃ ચારિત્રીઓ જ હોય છે. અને ગર્ભજ મનુષ્ય અસંખ્યાત નથી પરંતુ સંખ્યાતા જ છે. હવે ચારિત્રી એવા ગર્ભજ મનુષ્ય સિવાયનો બીજો કોઈપણ જીવ તો ઉપશમશ્રેણિ અંગીકાર કરતો નથી. (તો અસંખ્યાત ઉપશમક અને અસંખ્યાત ઉપશાન્ત જીવો પ્રતિસમય પ્રવેશની અપેક્ષાએ પણ કેવી રીતે હોય ?) માટે હવે એ બાબતમાં વિશેષ
૧. અન્તર્મુહૂર્ત પૂર્ણ થયા બાદ પણ ઉપશમશ્રેણિ સતત ચાલુ રહે તો તે નિરન્તર ઉપ. શ્રેણિ કહેવાય, પરંતુ તેમ બનતું નથી. કારણ કે ઉપ. શ્રેણિનો નિરન્તર કાળ અન્તર્મુહૂર્ત છે, તે સમાપ્ત થયા બાદ બીજી ઉપ. શ્રેણિ જઘન્યથી પણ અમુક સમયને અંતરે પ્રારંભાય છે.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org