________________
એ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં એક સમયે સમકાળે પ્રવેશ કરનારા જીવોની અપેક્ષાએ એ પ્રમાણે કહ્યું. હવે ક્ષપકશ્રેણિના અનેક સમયોમાં પ્રવેશ કરનારા જીવોની અપેક્ષાએ (ક્ષપક અને ક્ષીણમોહીઓનું) પ્રમાણ કહે છે :
ઉદ્ધ, સયTદત્ત = એમાં ને એટલે ક્ષપકશ્રેણિનો કાળ, અને તે પણ અસંખ્યાત સમય પ્રમાણના અન્તર્મુહૂર્ત જેટલો જાણવો. તે કહેલા સ્વરૂપવાળા ક્ષપકશ્રેણિના કાળમાં ઉત્કૃષ્ટથી ક્ષપક અને ક્ષીણમોહીઓ પ્રત્યેક શતપૃથકત્વ જેટલા પ્રાપ્ત થાય છે. એમાં તાત્પર્ય એ છે કે – અન્તર્મુહૂર્ત પ્રમાણના ક્ષપકશ્રેણિના કાળમાં એક સમયે સમકાળે એકાદિથી પ્રારંભીને યાવતું ૧૦૮ જીવો ઉત્કૃષ્ટથી મોહનો ક્ષય કરવા માટે પ્રવેશ્યા. ત્યારબાદ બીજા – ત્રીજા આદિ અન્ય અન્ય સમયમાં બીજા પણ ઘણા જીવોનો નવો પ્રવેશ થાય છે. તેથી એ રીતે અનેક સમયોમાં પ્રવેશેલા સર્વ જીવોની અપેક્ષાએ વિચારીએ તો ક્ષપકશ્રેણિના અંતર્મુહૂર્તપ્રમાણના સર્વ કાળમાં પ્રવેશેલા જીવોની અપેક્ષાએ સામાન્યથી સર્વ મનુષ્યક્ષેત્રમાં કોઈ વખત શતપૃથકત્વ ક્ષપક અને શતપૃથકુત્વ જેટલા ક્ષીણમોહી જીવો પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ તો ક્ષપકશ્રેણિ પણ નિરન્તર પ્રવર્તતી નથી. અહીં પણ આ જીવો અસંખ્ય કેમ ન હોય? એની શંકા અને તેનું સમાધાન પૂર્વવત્ (ઉપશમક અને ઉપશાંત જીવોના સંબંધમાં કહેવાઈ ગયું છે તે પ્રમાણે) કહેવું. તેથી હવે અહીં એમ સિદ્ધ થયું કે – અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મસંપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં પ્રત્યેકમાં સમકાળે એક સમયે પ્રવેશેલા જીવોની અપેક્ષાએ જઘન્યથી એકાદિ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ ક્ષેપકો [મનુષ્યક્ષેત્રમાં સર્વ મળીને ] પ્રાપ્ત થાય છે. અને અનેક સમયમાં પ્રવેશેલા જીવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી પૂર્વે કહેલા શબ્દાર્થવાળા શતપૃથક–પ્રમાણ – (એટલે ૨૦૦થી ૯૦૦ સુધીની સંખ્યાવાળા) જ ક્ષપકો કોઈ વખતે પ્રાપ્ત થાય છે. તેમજ ક્ષીણમોહ ગુણસ્થાનવર્તી જીવોની સંખ્યા પણ એ પ્રમાણે જ કહેવી. તફાવત એ જ કે ક્ષપક શબ્દને બદલે ક્ષીણમોહ શબ્દ કહેવો. || તિ ક્ષપ ને લીujમોદ નીવોની સંધ્યા ||
એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહેલા મોહનીયના ઉપશમક આશ્રયિને, અને આ ગાથામાં કહેલા મોહનીયના ક્ષેપક જીવોને આયિ, સર્વ મળીને અપૂર્વકરણ ગુણસ્થાન, અનિવૃત્તિ બાદર ગુણસ્થાન અને સૂક્ષ્મપરાય ગુણસ્થાનએ ત્રણ ગુણસ્થાનમાં વર્તતાં જીવદ્રવ્યોની સંખ્યા વિચારવી. કારણ કે એ કહેલાં ત્રણ ગુણસ્થાનોમાં એજ બે (એ બે જ) રાશિના જીવો વર્તતા હોય છે. ત્યાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં ઉપશાંતમોહી જીવદ્રવ્યો જ, અને ક્ષીણમોહ ગુણસ્થાને ક્ષીણમોહી જીવદ્રવ્યો જ વર્તે છે, એ નિશ્ચય જ છે. જે ત ૧૨ गुणस्थान सुधीना जीवोनुं प्रमाण।।
એ પ્રમાણે ક્ષણમોહ ગુણસ્થાન સુધીના ગુણસ્થાનમાં વર્તનારાં જીવદ્રવ્યોનું જુદું જુદું, પ્રમાણ કર્યું. હવે સયોગી ગુણસ્થાનમાં વર્તનારા સયોગિકેવલી જેવદ્રવ્યોનું પ્રમાણ કહે છે – સયોગિકેવલિઓનો રાશિ સર્વદા અવસ્થિત જ હોય છે. પરંતુ વિચ્છેદ પામતો નથી. અને તે સામાન્યથી પંદર કર્મભૂમિઓને આશ્રયિ જઘન્યથી ક્રોડપૃથક્ત પ્રમાણ હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ ક્રોડપૃથકત્વ પ્રમાણ હોય છે. તથા અયોગીકેવલી તો કદાચિત્ હોય અને ૧. ૨. જઘન્યથી ૨ ક્રોડ, અને ઉત્કૃષ્ટથી ૯ ક્રોડ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org