________________
છે તે આ ગાથામાં દર્શાવાય છે.
पञ्चक्खं च परोक्खं, नाणपमाणं समासओ दुविहं ।
पच्चक्खमोहिमणकेवलं च पारोक्ख मइसुत्ते ॥१४१॥ જાથાર્થ: જ્ઞાનપ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનું છે, તેમાં અવધિજ્ઞાનમન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષજ્ઞાન છે, તથા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે પરોક્ષજ્ઞાન છે. I૧૪૧ી.
ટીવાર્થ જ્ઞાનપ્રમાણ સમસમો એટલે સંક્ષેપથી બે પ્રકારનું જ છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષજ્ઞાન. ત્યાં સ્ ધાતુ વ્યાપ્તિના અર્થમાં છે, માટે એ ધાતુથી નુતે, એટલે જ્ઞાનસ્વરૂપે અર્થો (પદાર્થો) પ્રત્યે જે વ્યાપ્ત થાય, તે અક્ષ એટલે જીવ. અથવા શ ધાતુ ભોજનના અર્થમાં પણ છે, માટે એ ધાતુનું નાતિ રૂપ બને છે, ત્યાં મનાત એટલે સર્વ અર્થોને જે ભોગવે છે, એટલે પાલન કરે છે તે ડેક્ષ એટલે જીવ જ જાણવો. અને પ્રતિ એટલે પ્રતિગત એટલે આશ્રિત, અર્થાત્ કક્ષ એટલે જીવને પ્રતિ = આશ્રિત એવું જે જ્ઞાન તે પ્રત્યક્ષ કહેવાય. અહીં ‘ત્યીક: શાન્તાઘર્થે દ્વિતીયા’ એ વ્યાકરણના સૂત્ર વડે દ્વિતીયાતપુરુષ સમાસ થયો છે. બીજા કેટલાક આચાર્યો પક્ષ એટલે પક્ષ, પ્રતિ = પ્રત્યે જે જ્ઞાન પ્રવર્તે તે પ્રત્યક્ષ એમ અવ્યયીભાવ સમાસ કરે છે, તે યોગ્ય નથી, કારણ કે અવ્યયીભાવ સમાસવાળો પ્રત્યક્ષ શબ્દ તો કેવળ નપુંસકલિંગવાળો હોવાથી એ પ્રત્યક્ષશબ્દ ત્રણે લિંગમાં આવી શકે નહિ, અને પ્રત્યક્ષશબ્દ ટાણે લિંગના અર્થમાં પ્રવર્તે છે તે તો સ્પષ્ટ જ છે. જેમ કે બુદ્ધિના સંબંધમાં પ્રત્યક્ષ વૃદ્ધિ: એ સ્ત્રીલિંગ થાય છે, બોધના સંબંધમાં લઈએ તો પ્રત્યક્ષો વધ:'એ પુરુષલિંગ થાય છે, અને જ્ઞાનના સંબંધમાં લઈએ તો “પ્રત્યક્ષ જ્ઞાન’ એ નપુસકલિંગ થાય છે, એ પ્રમાણે પ્રત્યક્ષશબ્દ ત્રણે લિંગમાં દેખાય છે. તે કારણથી પ્રત્યક્ષ શબ્દમાં પૂર્વે દર્શાવેલો તપુરુષ સમાસ (દ્વિતીયા તપુરુષ સમાસ જ) થાય છે. અર્થાત ઇન્દ્રિયોની અપેક્ષા વિના જ આત્માને જે જ્ઞાન સાક્ષાત્ અર્થ દેખાડે છે તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય, અને તે અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાનરૂપ જ છે; કારણ કે – એ ત્રણ જ્ઞાનો જ ઇન્દ્રિયની અપેક્ષા વિના અર્થને દર્શાવનારાં છે. વળી સિદ્ધાન્તમાં એ જ્ઞાનને નોન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું છે. ત્યાં નો શબ્દનો અર્થ સર્વથા નિષેધરૂપ હોવાથી જે જ્ઞાનમાં ઇન્દ્રિયો સર્વથા વ્યાપારવાળી નથી (એટલે ઇન્દ્રિયોનો લેશ પણ ઉપયોગ નથી), પરંતુ જીવ પોતે જ તે અર્થોને સાક્ષાત્ દેખે છે, તે નૌન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ જ છે. તે કારણથી પ્રત્યક્ષજ્ઞાન અને નોઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન એ બન્ને એક સરખા અર્થવાળા હોવાથી (આ ગ્રંથમાં નોઇન્દ્રિય પ્રત્યક્ષ ન કહેતાં કેવળ પ્રત્યક્ષજ્ઞાન જ કહ્યું છે તેમાં) કોઈ પ્રકારનો વિરોધ નથી. છાતિ પ્રત્યક્ષજ્ઞાનત્રયમ્ |
તથા મક્ષ એટલે જીવન પર એટલે ઈન્દ્રિયાદિ વડે વ્યવધાનવાળું (આંતરાવાળું) એવું જ જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન, અને તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ભેદથી બે પ્રકારનું છે; કારણ કે એ બે જ્ઞાન વડે જ અર્થનો જે બોધ થાય છે તે ઇન્દ્રિયોની અપેક્ષાવાળો છે (અર્થાત્ ઇન્દ્રિયો ન હોય તો એ બે જ્ઞાન પણ ન હોય). એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. | તિ
Jain Education International
૨૦૬ For Private & Personal Use Only
www.jainelibrary.org