________________
છે. તે જ રીતે ‘ઘટ વેષ્ટાયામ્' એટલે વિશિષ્ટ પ્રકારની (અમુક પ્રકારની) ચેષ્ટાવાળો અર્થ (પદાર્થ) તે ઘટ કહેવાય. અને “બુટ ઢૌટિળે એટલે કુટિલપણાના સંબંધથી શુટ કહેવાય, તથા કુમ હંમ પૂરો” એટલે કુતિ -કુ એટલે પૃથ્વી, તેમાં સ્થિત-રહેલ, તેને પૂરવાથી-ભરવાથી હૃમ કહેવાય, એ પ્રમાણે એ ઘટ ઇત્યાદિ પર્યાય શબ્દોનાં પણ નિમિત્ત જુદાં જુદાં છે, (માટે ઘટ, કુટ અને કુંભ એ ત્રણે શબ્દથી વાચ્ય પદાર્થો ભિન્ન ભિન્ન છે – એ તાત્પર્ય છે). વળી જો નિમિત્ત ભિન્ન હોવા છતાં પણ તે શબ્દોવાળો પદાર્થ એક જ માનીએ તો અતિવ્યાપ્તિ દોષનો પ્રસંગ આવે છે, કારણ કે – એ પ્રમાણે માનવાથી તો ઘટ અને વૃક્ષ આદિ શબ્દો પણ એક જ અર્થના વાચક બની શકે. એ તો બનતાં નથી, તો તેની જેમ જ ઘટ, કુટ, કુંભ વગેરે શબ્દો પણ એક અર્થના વાચક બની નહિ શકે. [ એ પ્રમાણે આ સમભિરૂઢ નયનું માનવું છે. ] વળી આગળ કહેવાતા (એવંભૂત) નયની અપેક્ષાએ આ નય અવિશુદ્ધ હોવાથી, તે પદાર્થની યોગ્યતા વડે પણ તેને તે પદાર્થરૂપે સ્વીકારે છે. કારણ કે તેનું માનવું એમ છે કે – “ઘટ વગેરે પદાર્થોસ્વવાચક ઘટાદિ શબ્દ વડે અભિધેય (વાચ્ય) જે ચેષ્ટાદિ (ક્રિયારૂપ) અર્થ તે અર્થને નહિ કરતો છતો પણ, તે ચેષ્ટાદિની યોગ્યતા તેમાં હોવાથી, ઘટાદિ શબ્દ વડે વાચ્ય હોઈ શકે છે, અને “ઘટ” આદિ શબ્દ તે પદાર્થનો વાચક હોઈ શકે છે
જેવો શબ્દ હોય તેવો જ અર્થ (તે શબ્દવાળો પદાર્થ) પણ હોવો જોઈએ, અને જેવો અર્થ-પદાર્થ તેવો જ શબ્દ પણ હોવો જોઈએ; પર્વ એ પ્રમાણે એટલે એવા પ્રકારને મૂત: પ્રાપ્ત થયેલો જે નય તે અવમૂતય કહેવાય. અહીં તાત્પર્ય એ છે કે – આ નય પણ શબ્દને પ્રધાન માનનારો છે, અને તેથી ઘટ, કુટ, કુંભ આદિ પર્યાયશબ્દોવાળા પદાર્થને જુદા જુદા માનનારો છે, પરંતુ કેવળ પૂર્વે કહેલા સમભિરૂઢનયથી આ નય અધિક શુદ્ધ હોવાના કારણથી આટલું વિશેષ માને છે કે –
ઘટાદિ શબ્દના વાચ્ય તરીકે જે પદાર્થ કહ્યો છે, એટલે જે પદાર્થનું ઘટ આદિ નામ પાડેલું છે) તે પદાર્થ જ્યારે જલ ભરી લાવવા વગેરે કાર્યોની અવસ્થામાં સ્ત્રીના મસ્તકાદિ ઉપર રહેલો હોય અને એ રીતે પોતાના અભિધાયક શબ્દ વડે (એટલે ઘટાદિ શબ્દ વડે) વાચ્ય એવા ચેષ્ટાદિ અર્થને કરતો હોય તે વખતે જ તે ઘટ આદિ કહેવાય; અને તે જ વખતે તે અર્થ, ઘટાદિ શબ્દ વડે વાચ્ય (“ઘટ’ એમ કહેવા યોગ્ય) છે, પરંતુ બીજે વખતે નહિ.
વળી અહીં આ પ્રસ્તુત નય (એટલે એવંભૂતનય) એમ માને છે કે – કોઈ સ્થાનમાં પડી રહેલો અને ચેષ્ટા રહિત એવો ઘટ તે ઘટ ન જ કહેવાય; કારણ કે “ઘટ' એ શબ્દ વડે વાચ્ય જે “ચેષ્ટા' રૂપ અર્થ, તેનો તેમાં અભાવ છે [ અર્થાત્ ઘટ એટલે ચેષ્ટા એવો અર્થ છે, માટે જેમાં
૧. જે લક્ષણ જે પદાર્થને-લક્ષ્યને અંગે કહ્યું હોય તે જ લક્ષણ તે લક્ષ્ય ઉપરાન્ત બીજા પદાર્થમાં પણ ઘટતું હોય તો તે
ત્તિ દોષ કહેવાય. અહીં ઘટ-કુટ અને કુંભ એ પર્યાયશબ્દો એક જ અર્થ-પદાર્થના માનીએ તો ઘટનું ચેષ્ટાલક્ષણ કુટાદિમાં પણ ચાલ્યું જાય છે, માટે અહીં અતિવ્યામિ દોષ આ નયવાળો માને છે. ૨. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – ઘટ જે વખતે જલાહરણાદિ ચેષ્ટામાં ન વર્તતો હોય. અને કંઈપણ પ્રયોજન વિના ખાલી પડ્યો રહ્યો હોય, તો પણ જલ ભરવું હોય અથવા જલ લાવવું હોય તો લાવી શકાય એવી યોગ્યતા હોવાથી તે વખતે તે ખાલી પડી રહેલા ઘટને પણ સમભિરૂઢ નયવાળો “આ ઘટ છે” એમ કહે છે.
Jain Education International
For PrivRoersonal Use Only
www.jainelibrary.org