________________
પરોક્ષજ્ઞાનદ્વયમ્ ll૧૪૧
અવતર: હવે આ ગાથામાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વિશેષ પ્રરૂપણા કરે છે (એટલે એ બેના વિશેષ ભેદ કહે છે). તે આ પ્રમાણે :
इंदियपच्चक्खंपि य, अणुमाणं ओवमं च मइनाणं । केवलभासिय अत्थाण, आगमो होइ सुयनाणं ॥१४२॥
થાર્થ મતિજ્ઞાન બે પ્રકારનું છે, ઇન્દ્રિયપ્રત્યક્ષ અને ઇન્દ્રિયપરોક્ષ. ત્યાં ઇન્દ્રિયપરોક્ષજ્ઞાન પુનઃ અનુમાનથી અને ઉપમાનથી એમ બે પ્રકારનું છે. તથા શ્રી કેવલજ્ઞાન વડે ભાષિત અર્થોનું જે આગમ તે શ્રુતજ્ઞાન છે. /૧૪રા
ટીવાર્થ: પૂર્વ ગાથામાં જે પરોક્ષમતિજ્ઞાન કહ્યું, તે બે પ્રકારનું છે – ઈન્દ્રિયપ્રત્યક્ષ અને (ગાથામાં કહેલા gિ =) “અપિ” શબ્દથી ઇન્દ્રિયપરોક્ષ એ પ્રમાણે બે પ્રકારનું જાણવું. ત્યાં ઇન્દ્રિયો એટલે સ્પર્શન – રસના – ધ્રાણ – ચક્ષુ અને શ્રોસેન્દ્રિય એ સહકારી કારણભૂત પાંચ ઇન્દ્રિયો વડે ડક્ષ એટલે જીવ પ્રતિ = પ્રત્યે પ્રાપ્ત થયેલું તે દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અર્થાત્ જે જ્ઞાનમાં વસ્તુને ઇન્દ્રિયો જ સાક્ષાત્ દેખે છે, પરંતુ જીવ દેખતો નથી, (જીવ ઇન્દ્રિયો દ્વારા જુએ છે), તે શ્રોસેન્દ્રિય આદિ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલું હોવાથી) જ્ઞાન ઇન્દ્રિયોને સાક્ષાત્ રૂપ છે, અને જીવને પરોક્ષ છે, તો પણ લોકમાં (લોકવ્યવહારમાં) તે પરોક્ષજ્ઞાન પ્રત્યક્ષપણે રૂઢ થયું છે (એટલે લોક તે પરોક્ષને પણ પ્રત્યક્ષજ્ઞાન કહે છે) માટે શબ્દ - રૂપ – રસ – ગંધ અને સ્પર્શ સંબંધિ જે મતિજ્ઞાન તે દ્રવપ્રત્યક્ષ મતિજ્ઞાન કહેવાય છે, એ ભાવાર્થ છે. અને જે જ્ઞાનમાં ઇન્દ્રિયો પણ ધૂમ વગેરે ચિહન દ્વારા અગ્નિ આદિ પદાર્થને જાણે છે, પરંતુ ઇન્દ્રિયો તે પદાર્થને સાક્ષાત્ જાણતી-દેખતી નથી, માટે ઇન્દ્રિયોને પણ પરોક્ષ હોવાથી તે ન્દ્રિયપરોક્ષ મતિજ્ઞાન કહેવાય છે.
હવે એ ઇન્દ્રિય – પરોક્ષજ્ઞાન તે કયું? તે ગ્રંથકર્તા પોતે જ દર્શાવે છે – અનુમાનજ્ઞાન અને ઉપમાજ્ઞાન. ત્યાં એનું એટલે લિંગગ્રહણ અને સંબંધના સ્મરણથી “ચાતુ'= પછી મન = મીયતે - પરિચ્છિદ્યતે – ઉપલબ્ધ થાય વસ્તુ જેના વડે તે સન્માન કહેવાય (અર્થાત્ લિંગગ્રહણ અને સંબંધ-વ્યાપ્તિનું સ્મરણ થયા (મનું =) બાદ જેનું માન = માપ થાય – જ્ઞાન થાય, તે અનુમાન), અને તે કૃતકત્વ તથા ધૂમવન્દ્ર ઇત્યાદિ લિંગથી-ચિહનથી શબ્દ અને પર્વતાદિને વિશે અનિત્યત્વ અને અગ્નિમત્ત્વ એ સાધ્ય વસ્તુના નિશ્ચયવાળું જાણવું. [ અર્થાત્ અનુમાન પ્રમાણથી શબ્દ અનિત્ય છે, એવું સાધ્યજ્ઞાન કૃતકત્વલિંગથી થાય છે, અને પર્વત વદ્ધિમાનું છે એવું જ્ઞાન ધૂમવત્તલિંગથી થાય છે. ] || રૂતિ મનુમાનપ્રમાણમતિજ્ઞાનમ્ ||
ઉપમા એટલે સદૃશપણું (કેટલેક અંશે સરખાપણું). તે કોઈ વખતે કોઈ વસ્તુનો નિશ્ચય ૧-૨. અહીં “કૃતકત્વ' એ લિંગ, શબ્દમાં અનિત્યત્વને અંગે છે, અને ઘૂમવત્ત્વલિંગ પર્વત ઉપર અગ્નિને અંગે કહ્યું છે, એટલે શબ્દની અનિત્યતા કૃતકત્વરૂપ લિંગથી, અને પર્વત ઉપર અગ્નિનું જ્ઞાન ધૂમાડાના લિગથી થાય છે. એ પ્રમાણે કૃતકત્વ લિંગથી શબ્દનું અનિત્યપણું સાધ્ય છે, અને ધૂમવત્ત્વલિંગથી પર્વત ઉપર અગ્નિ સાધ્ય છે, જેથી શબ્દોડનિત્યઃ કૃતકત્વાતું અને પર્વતો વહિમાનું ધૂમવન્વાતું એ જ્ઞાન થાય છે, તે અનુમાન જ્ઞાન જાણવું.
Jain Education International
૨૦૭. For Private & Personal Use Only
www.jainelibrary.org