________________
માટે તે સ્કૂલ વાલા અસંખ્ય આકાશપ્રદેશ વિના અલ્પ પ્રદેશોમાં અવગાહે તે સંભવે નહિ, (માટે સૂક્ષ્મ વાલાગ્રસ્કૃષ્ટ આકાશપ્રદેશોને પણ પ્રતિસમય અપહરતાં અસંખ્ય ઉત્સર્પિણી – અવસર્પિણી લાગે તેમાં કંઈ આશ્ચર્ય નથી). તે સર્વ સૂક્ષ્મ વાલાગ્રોએ અવગાહેલા સર્વ આકાશપ્રદેશોને પ્રતિસમય એકેક આકાશપ્રદેશ અપહરતાં જે કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્રપાન જાણવો અને તેનું પ્રમાણ પણ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલું જ જાણવું, પરંતુ પૂર્વે કહેલા બાદર ક્ષેત્રપલ્યોપમથી અસંખ્ય ગુણ જાણવું. કારણ કે બાદર વાલા ગ્રોથી સૂક્ષ્મ વાલાઝો અસંખ્યાતગુણા છે.
અથવા બીજી રીતે વિચારીએ તો તે પલ્યમાં અસંખ્યાત ખંડ કરેલા એવા વાલાગ્રોએ જે આકાશપ્રદેશો સ્પર્યા હોય અને ન સ્પર્યા હોય તે સર્વે આકાશપ્રદેશો અહીં ગ્રહણ કરવા, અને તે સૃષ્ટાસ્કૃષ્ટ આકાશપ્રદેશોમાંના પ્રત્યેક આકાશપ્રદેશને એકેક સમયે અપહરતાં જેટલો કાળ વ્યતીત થાય, તેટલા કાળપ્રમાણનો પણ એક સૂક્ષ્મ ક્ષેત્ર જ્યોપમ જાણવો. (એ બીજી રીતે અર્થ કહ્યો).
પ્રશ્ન:- સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડ કરેલા તે વાલાઝો વડે નિરંતર (ખીચોખીચ-ગાઢ ભરેલા એવા તે પલ્યમાં હજી પણ શું તે વાલાઝો વડે નહિ સ્પર્ધાયેલા એવા કેટલાક આકાશપ્રદેશો છે (હોય)? કે જેથી આ બીજા અર્થનું વ્યાખ્યાન કર્યું?
ઉત્તર:- હા, સૂક્ષ્મ વાલાઝખંડોએ સ્પર્શેલા આકાશપ્રદેશોથી તો હજી નહિ સ્પર્શેલા આકાશપ્રદેશો અસંખ્યગુણા છે. જેમ શિલા-સ્તંભ-કપાટ અને પર્વત વગેરે પદાર્થો પોતાના અવગાહેલા આકાશમાં ગાઢ વ્યાપીને રહ્યા છે એમ છઘDો જો કે જાણે છે, તો પણ (શ્રી સર્વજ્ઞોની દૃષ્ટિએ તો) તે પદાર્થોમાં નહિ સ્પર્શાયેલા પણ આકાશપ્રદેશો તે તે પદાર્થોમાં વ્યાપ્ત થયેલા (અવગાહેલા) આકાશપ્રદેશોથી અસંખ્યાતગુણા હોય છે; અને જો તેમ ન હોય તો પછીથી ઉપરના ભાગમાં અફાળેલા - ઠોકેલા ખીલા વડે ભેદાઈને અંદર પેઠેલા ખીલાવાળા વૃક્ષના મૂળ વગેરે અવયવમાં આકાશપ્રદેશ વિના તે પ્રમાણે ખીલાનું પેસવું ન સંભવે. તે પ્રમાણે અહીં સૂક્ષ્મ વાલાઝખંડો વડે ભરેલા એવા પલ્યમાં પણ તે વાલાઝોને સ્પર્શેલા આકાશપ્રદેશોથી નહી સ્પર્શેલા આકાશપ્રદેશો અસંખ્ય ગુણ હોય છે, તે કારણથી જ પૂર્વોક્ત પ્રકારે કહેલા સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમથી આ બીજા અર્થવાળું સૂક્ષ્મ પલ્યોપમ અસંખ્યાતગુણ મોટું છે, અને વર્તમાનકાળના સિદ્ધાન્તોમાં આ બીજા અર્થવાળું જ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અંગીકાર કરાય છે. (અર્થાત્ વર્તમાનમાં આ બીજા પ્રકારવાળું સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ પ્રસિદ્ધ છે).
પ્રશ્ન:- જો એમ જ છે તો પલ્યને સૂક્ષ્મ વાલાગ્રખંડો વડે પૂરવાનું શું પ્રયોજન છે? અને જો તેને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશો જ ગ્રહણ કરવા હોય ત્યારે તો એમ જ
૧. અહીં તાત્પર્ય એ છે કે – વૃક્ષના મૂળમાં અથવા ભિત્તિ વગેરેમાં ખીલાના મથાળા ઉપર હથોડી ઠોકી ઠોકીને પણ ખીલાનો પ્રવેશ કરાવાય છે, તેથી એમ સમજાય છે કે – તે મૂળ અથવા ભિત્તિ વગેરે જો કે નક્કર સરખા દેખાય છે, તો
આકાશ-અવકાશ છે જ, અને જો આકાશ સર્વથા ન જ હોત તો ચાહે તેટલા પ્રયત્નથી પણ ખીલો વગેરે વૃક્ષમૂળમાં અથવા ભિત્તિ વગેરેમાં લેશમાત્ર પણ પ્રવેશી શકે નહિ. માટે શિલા વગેરે અતિનક્કર પદાર્થોમાં પણ ઓછું વનું અસ્પષ્ટ આકાશ હોય છે જ.
Jain Education International
For Privat C
ersonal Use Only
www.jainelibrary.org