________________
હવે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત કેટલા પ્રમાણનું છે ? તે કહીએ છીએ કે જઘન્ય અસંખ્યાતાસંખ્યાતમાં જેટલી સંખ્યા પ્રાપ્ત થાય છે, તેટલી સંખ્યામાં દરેક જઘન્યાસંખ્યાતાસંખ્યાત રાશિઓ જુદા જુદા સ્થાપીએ, અને તે રાશિઓને પૂર્વે કહ્યા પ્રમાણે (પ્રત્યેક અસંખ્યાતના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે) પરસ્પર ગુણતાં જે રાશિ આવે તે રાશિમાંથી એક ઓછો કરતાં ઉત્કૃષ્ટ સીતાસીત થાય. અહીં પણ પરસ્પર ગુણાકારનું (રાશિ અભ્યાસનું) દૃષ્ટાન્ત ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે વિચારવું. કારણ કે પરસ્પર ગુણાકારની રીતિ બન્ને સ્થાને સરખા સ્વરૂપવાળી છે માટે. તફાવત માત્ર એટલો જ કે - ત્યાં (ઉત્કૃષ્ટ પરિત્તાસંખ્યામાં) ગુણેલા રાશિઓની અપેક્ષાએ અહીં (ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યામાં) ગુણાતા રાશિઓ ઘણા મોટા ગુણવા.
વળી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યામાં જે એક ઓછો કર્યો છે, તે જ એકને પુનઃ તેમાં (ઉ. અસં. અસં.માં) ઉમેરીએ તો નાન્ય પરિત્ત ના થાય. એ પ્રમાણે કેટલાક આચાર્યોનો મત દર્શાવ્યો. અને બીજા કેટલાક આચાર્યો તો ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતને જુદી રીતે પ્રરૂપે છે, તે આ પ્રમાણે – તેઓનું વચન છે કે –
| મતાન્તરથી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યની ગણતરી ! [ એ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતની ગણતરી અન્ય આચાર્યો જે જુદી રીતે ગણે છે તે ગણતરી આ પ્રમાણે – ] જઘન્ય અસંખ્યાતાસંખ્યાત રાશિનો પ્રથમ વર્ગ કરવો, પુનઃ તે વર્ગરાશિનો (પ્રથમ વર્ગ કરવાથી પ્રાપ્ત થયેલ રાશિનો) બીજીવાર વર્ગ કરવો, અને તે વર્ગરાશિનો (એટલે બે વાર વર્ગ કરવાથી પ્રાપ્ત થયેલ અંકરાશિનો) પુનઃ પણ ત્રીજીવાર વર્ગ કરવો. એ પ્રમાણે ત્રણ વાર વર્ગ કર્યા બાદ પણ અસંખ્ય અસંખ્ય રાશિવાળા દશ રાશિઓ (દશ વસ્તુઓ) તેમાં ઉમેરવા, તે આ પ્રમાણે –
लोगागासपएसा, धम्माधम्मेगजीवदेसा य । दव्यट्ठिया निओया, पत्तेया चेव बोधव्वा ॥१॥ ठिइबंधज्झवसाणे, अणुभागा जोग छेय पलिभागा ।
दुण्ह य समाण समया, असंखपक्खेवया दस उ ।।२।। એ બે ગાથાઓનો અર્થ આ પ્રમાણે – સર્વ લોકાકાશના જેટલા આકાશપ્રદેશ છે તે, તથા ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના અને એક જીવના જેટલા પ્રદેશ છે તે, તથા ધ્વડ્યિા નિકોયા એટલે સૂક્ષ્મ અને બાદર અનન્તકાય વનસ્પતિજીવોનાં શરીર, તથા પત્તેયા વેવ એટલે પૃથ્વીકાય – અપૂકાય – તેઉકાય - વાયુકાય – પ્રત્યેક વનસ્પતિકાય - દ્વીન્દ્રિય - ત્રીન્દ્રિય - ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ સર્વે પ્રત્યેકશરીરી જીવો; ૧ાા તથા વિંધમ્નવસાપને એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મોના સ્થિતિબંધમાં કારણભૂત અધ્યવસાયસ્થાનો તે સ્થિતિબક્વાધ્યવસાયસ્થાનો તે પણ સર્વે પ્રક્ષેપવાં. (હવે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે આ પ્રમાણે –)
પ્રવન - અહીં ચાલુ વિષયરૂપ અસંખ્યાતના વિચારમાં પ્રક્ષેપને વિષે તો અસંખ્યાતરૂપ રાશિઓનો જ અધિકાર હોવો જોઈએ (અર્થાત અસંખ્યાતવાળી રાશિઓ જ ઉમેરવી જોઈએ).
Jain Education International
૧૯૬ For Private & Personal Use Only
www.jainelibrary.org