________________
અહીં તાત્પર્ય એ છે કે – પૂર્વે કહેલા સર્ષપોથી ભરેલા ચારે પલ્યમાં જે સર્ષપો છે તે, અને અનવસ્થિતપત્ય, શલાકાપત્ય તથા પ્રતિશલાકાપલ્ય એ ત્રણ પલ્યને ઉપાડી ઉપાડી ખાલી કરવાના ક્રમ પ્રમાણે જેટલા દ્વીપ-સમુદ્રોમાં જે સર્ષપો પડ્યા છે, તેટલા સર્વ દ્વીપ-સમુદ્રો સહિત (અથવા તે વેરેલા સર્ષપો સહિત) જે સંખ્યા થાય તે સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યાત ઉપરાંત એક સર્ષપ જેટલી અધિક છે. (જથી એ સર્વ સર્ષપમાંથી તે એક અધિક સર્ણપને કાઢી લઈએ તો સંપૂર્ણ ઉઋઈ સંસ્થીત થાય. વળી આ કહેલી સંખ્યા તો ઉત્કૃષ્ટ સંખ્યાત થયું, અને નધન્ય સંસ્થાના તો બેની જ સંખ્યા જાણવી, પરન્તુ એક નહિ, કારણ કે સંખ્યાના વ્યવહારમાં એકની સંખ્યા મુખ્ય ગણાતી નથી. તથા એ જઘન્ય સંખ્યાત અને ઉત્કૃષ્ટ સંખ્યાત, તે બેની મધ્ય-વચ્ચે જેટલા સંખ્યાભેદ ત્રણ-ચાર વગેરે છે, તે સર્વ સંખ્યાભેદો મધ્યમ સલ્લાતમાં જાણવા. સિદ્ધાન્તોમાં
જ્યાં કોઈપણ સ્થાને સામાન્યમાત્રથી સંખ્યાત કીધું હોય તો ત્યાં સર્વત્ર મધ્યમ સંખ્યાત જ જાણવું. એ પ્રમાણે જઘન્ય સંખ્યાત, મધ્યમ સંખ્યાત, અને ઉત્કૃષ્ટ સંખ્યાત, એ પ્રમાણે સંખ્યાતના ત્રણ પ્રકાર કહ્યા. || તિ સંધ્યાતં ત્રિવિધું ||
|| ૯ પ્રકારનું અસંખ્યાત છે. હવે પૂર્વે ઉદ્દેશ કરેલું (સામાન્યથી-નામમાત્રાથી કહેલું) જે નવ પ્રકારનું અસંખ્યાત છે, તેના સ્વરૂપની પ્રરૂપણા કરાય છે. તે આ પ્રમાણે -
અહીં ઉત્કૃષ્ટ સંખ્યામાં જે એક સર્ષપરૂપ અધિક કહ્યું છે, તે જ એક અધિક સર્ષપ ઉત્કૃષ્ટ સંખ્યામાં ઉમેરીએ તો તે સંખ્યા નાન્ય પત્તિ સિધ્ધાંત કહેવાય છે. (અર્થાત્ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરીએ તો જઘન્ય પરિત્ત અસંખ્યાત થાય, અથવા સર્વ સર્ષપોની સંખ્યા તે પણ જઘન્ય પરિત્ત અસંખ્યાત છે).
ત્યારબાદ એ જ પરિત્ત અસંખ્યાતથી આગળ (૧ અધિક, ૨ અધિક, ૩ અધિક ઇત્યાદિ સંખ્યા તે) મધ્યમ પરિત્ત સંધ્યાત થાય છે. તે મધ્યમ પરિત્ત અસંખ્યાતના ભેદો (સંખ્યાબેદ)
ત્યાં સુધી જાણવા કે જ્યાં સુધી એ જ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત થાય. હવે ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત તે કેટલા પ્રમાણનું થાય છે? એમ જ પૂછતા હો તો કહીએ છીએ કે –
એ જઘન્ય પરિત્ત અસંખ્યાતમાં જેટલાં રૂપ છે, (એટલે જઘન્ય પરિત્ત અસંખ્યાતની જેટલી સંખ્યા છે) તેટલી સંખ્યાવાળી જઘન્ય પરિત્ત અસંખ્યાતરૂપ રાશિઓ જુદી જુદી સ્થાપવી. ત્યારબાદ તે દરેકનો પરસ્પર ગુણાકાર કરવો. એ રીતે તે રાશિઓને પરસ્પર ગુણવાથી જે રાશિ (જે સંખ્યા) આવે તેમાંથી એક રૂપ હીન કરીએ (એટલે એક કાઢી લઈએ) તો તે રાશિ ૩ી પરત્ત સંધ્યાત થાય છે. અહીં શિષ્યોને સુખે સમજવા માટે કિંચિત્ ઉદાહરણમાત્ર કહેવાય છે. તે આ પ્રમાણે – જે કે જઘન્ય પરિત્ત અસંખ્યાતનો રાશિ સદૂભાવથી (વાસ્તવિક રીતે) અસંખ્ય સંખ્યાવાળો છે, તો પણ તેને અસત્કલ્પના વડે ૫ (પાંચ) જેટલો જ ધારીએ, તો તે પાંચને પાંચ વાર પાંચ પાંચ સંખ્યાથી ગોઠવીએ, તે આ પ્રમાણે પ-પ-પ-૫-૫. એ રીતે ૧. એટલે બે ઘટને બે ઘટ, ત્રણ ઘટને ત્રણ ઘટ ઇત્યાદિ રીતે જેમ ઘટસંખ્યા કહેવાય છે, તેમ એક ઘડો હોય ત્યારે એક ઘટ' બોલવાનો વ્યવહાર નથી માટે.
Jain Education International
૧૯૪ For Private & Personal Use Only
www.jainelibrary.org