________________
|| ૮ પ્રકારનું અનન્ત ! હવે પૂર્વે ઉદિષ્ટ કરેલું (સામાન્યથી કહેલું) જે આઠ પ્રકારનું અનન્ત છે, તેનું વિશેષથી સ્વરૂપ કહેવાય છે. તે આ પ્રમાણે –
ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતની ગણતરી કરવાના પ્રસંગે જે એક બાદ કરેલો છે, તે જ એકને પુનઃ તેમાં (એટલે ઉ. અસં. અસં.માં) પ્રક્ષેપીએ ત્યારે નધન્ય પરિત્તીનન્ત થાય છે. અહીંથી આગળ એકેકની વૃદ્ધિવાળાં જેટલાં સંખ્યા સ્થાનો આવે તેટલાં સર્વે મધ્યમ પરિત્ત નનનન સ્થાનો-રાશિઓ જાણવી. તે ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ પરિત્તાનમ્ન પ્રાપ્ત ન થાય. હવે તે ઉત્કૃષ્ટ પરિત્તાન્ત જેટલી સંખ્યાવાળું છે, તેટલી સંખ્યાવાળી તેટલી રાશિઓ દરેક જુદી જુદી સ્થાપવી, અને પૂર્વે કહ્યા પ્રમાણે તે રાશિઓને પરસ્પર ગુણતાં છતાં જે મહાન અંકરાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ઓછો કરવાથી ઉઝર પરત્તીનન્ત થાય. અહીં પણ ઉદાહરણની ભાવના પૂર્વવત્ (પાંચનો રાશિ – અભ્યાસ ૩૧૨૫ કર્યો છે તે પ્રમાણે) વિચારવી.
તથા ઉત્કૃષ્ટ પરિત્તાન્તમાં જે એક બાદ કર્યો છે, તે જ એકને ઉત્કૃષ્ટ પરિત્તાનત્તમાં પુનઃ ઉમેરીએ તો નધન્ય યુb નન્ત થાય. એ જઘન્ય યુક્તાનન્તના રાશિ પ્રમાણ અભવ્ય જીવોનો રાશિ શ્રી કેવલી ભગવંતોએ દેખેલો છે. (અર્થાત્ જગતમાં અભવ્ય જીવોની સંખ્યા એ જઘન્ય યુક્તાનન્ત જેટલી એટલે ચોથા અનન્ત જેટલી છે.) એમ જાણવું. પુનઃ અહીંથી (જઘ૦ યુક્તાનન્તથી) આગળ એકેકની અધિક અધિક વૃદ્ધિએ જેટલા સંખ્યાબેદ છે તે સર્વે સંખ્યાબેદ મધ્યમ યુ સનન્ત જાણવા, તે ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યુક્ત અનન્ત પ્રાપ્ત ન થાય. તે ઉત્કૃષ્ટ યુક્ત અનન્ત કેટલા પ્રમાણવાળું છે ? એમ જો પૂછતા હો તો કહીએ છીએ કે - જ્યારે જઘન્ય યુક્તાનન્તના અંકરાશિને એ જ એક રાશિ વડે ગુણીએ (એટલે જઘ૦ યુક્તાનન્તનો વર્ગ કરીએ), અને જે જવાબ આવે તેમાંથી એક બાદ કરીએ તો ઉત્કૃષ્ટ યુ નન્ત થાય.
તથા ઉત્કૃષ્ટ યુક્તાનન્તમાં જે એક બાદ કર્યો છે, તે જ એકને પુનઃ તે ઉ. યુક્તાનત્તમાં ઉમેરીએ તો નધન્ય મનન્તાન્ત થાય. ત્યારબાદ આગળ એકેકની અધિક વૃદ્ધિએ જેટલા સંખ્યાબેદ પ્રાપ્ત થાય, તે સર્વે મધ્યમ વેનન્તીનન્તમાં ગણાય, અને ઉત્કૃષ્ટ અનન્તાનન્ત તો છે જ નહિ.
| મતાન્તરે ૯મું ઉત્કૃષ્ટ અનન્તાનન્ત છે વળી આ ઉત્કૃષ્ટ અનન્તાનન્ત આણવાને કેટલાક આચાર્યો એમ કહે છે કે – જઘન્ય અનન્તાનન્તનો પૂર્વની પેઠે ત્રણ વાર વર્ગ કરવો, અને તેમ કરવાથી જે રાશિ પ્રાપ્ત થાય તેમાં આ કહેવાતા ૬ અનન્ત રાશિવાળા પ્રક્ષેપો (પદાર્થો) ઉમેરવા. તે ૬ પ્રક્ષેપ (ઉમેરવા યોગ્ય પદાર્થો) આ પ્રમાણે –
सिद्धा निओयजीवा, वणस्सई काल पोग्गला चेव ।
सव्वमलोगागासं, छप्पेतेऽणंतपक्खेवा ॥१॥ એ ગાથાનો અર્થ આ પ્રમાણે – સર્વે સિદ્ધો, સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદના સર્વે જીવો, પ્રત્યેક અને સાધારણ એ બન્ને ભેદવાળી સર્વ વનસ્પતિના જીવો, અતીતકાળ
For Private I esonal Use Only
Jain Education International
www.jainelibrary.org