________________
नोसंखाणं नाणं, दंसण चरणं नयप्पमाणं च ।
पंच चउ पंच पंच य, जहाणुपुव्वीए नायव्वा ॥ १४० ॥
ગાથાર્થઃ નોસંખ્યાન ભાવપ્રમાણ તે જ્ઞાનપ્રમાણ દર્શનપ્રમાણ - ચારિત્રપ્રમાણ અને નયપ્રમાણ એમ ચાર પ્રકારનું છે, અને તેના ઉત્તરભેદ અનુક્રમે ૫-૪-૫-૫ જાણવા. (સર્વ મળી ૧૯ ઉત્તરભેદ જાણવા.) ૧૪૦ના
–
ટીાર્થઃ સંખ્યાનો નિષેધ તે નોતા. તે સંખ્યાનિષેધના લક્ષણવાળું જે પ્રમાણ એટલે ભાવપ્રમાણ, તે અહીં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને નયના ભેદથી ચાર પ્રકારનું જાણવું. વળી એ જ્ઞાનાદિ ચારે પણ પદાર્થો યાનુપૂર્વા યથાસંખ્ય એટલે અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પાંચ ભેદરૂપ જાણવા.
॥ નોસંખ્યા-ભાવપ્રમાણના ૪ ભેદનું વિશેષ સ્વરૂપ II
ત્યાં આભિનિબોધિક(મતિ)જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન એ ભેદથી જ્ઞાન નોસંખ્યાન ભાવપ્રમાણ પાંચ પ્રકારનું છે, તે પાંચે ભેદનું (પાંચ જ્ઞાનનું) સ્વરૂપ પહેલાં જ્ઞાનદ્વારમાં કહેવાઈ ગયું છે.
દર્શનના (દર્શન નોસંખ્યા-ભાવપ્રમાણના) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ભેદથી ચાર ભેદ પૂર્વે દર્શનદ્વા૨માં કહેવાઈ ગયા છે.
ચારિત્રના સામાયિકચારિત્ર, છેદોપસ્થાપનીયચારિત્ર, પરિહારવિશુદ્ધિચારિત્ર, સૂક્ષ્મસં૫રાયચારિત્ર, અને યથાખ્યાતચારિત્ર એ ભેદથી પાંચ ભેદ પૂર્વે ચારિત્રદ્વારના વર્ણનમાં વિસ્તારપૂર્વક કહ્યા છે જ.
તથા નૈગમનય – સંગ્રહનય - વ્યવહારનય - ઋજુસૂત્રનય અને શબ્દનય એ પાંચ ભેદ નયના (નય નોસંખ્યા ભાવપ્રમાણના) કહ્યા છે, તેનું વિશેષ સ્વરૂપ
I ૫ નયનું વિશેષ સ્વરૂપ ॥
=
ત્યાં નત્તિ એટલે વસ્તુને જે એકાંશે જ્ઞાનના વિષયરૂપે પ્રાપયન્તિ = પમાડે, (અર્થાત્ વસ્તુના અનેક ધર્મોમાંથી એક ધર્મનો જે બોધ કરાવે) તે નય કહેવાય. અથવા જે વડે વસ્તુ, તેના એકાંશમાં, અવબોધનો વિષય બનાવાય તે નય. અથવા વસ્તુના એક અંશના જ્ઞાનસ્વરૂપ એવી નીતિ તે નય. અર્થાત્ અનન્ત ધર્મવાળી વસ્તુમાં એક અંશના અધ્યવસાયરૂપ (એટલે એક ધર્મનો બોધ કરાવના૨) તે ન કહેવાય, એ તાત્પર્ય છે, અને તે નૈગમ વગેરે નામવાળા છે. કહ્યું છે કે -
-
‘નૈગમનય – સંગ્રહનય - વ્યવહારનય – ઋજુસૂત્રનય - શબ્દનય અને સમભિરૂઢનય એ પ્રમાણે નિશ્ચય પાંચ મૂળ નય છે તે જાણવા.’
ત્યાં સામાન્ય (તે નામનો સ્વતંત્ર પદાર્થ) છે, અને વિશેષ (તે નામનો સ્વતંત્ર પદાર્થ) છે, એ પ્રમાણે પરસ્પર અપેક્ષારહિત એવા સામાન્ય અને વિશેષ વગેરેને સ્વીકાર કરનાર, એક
૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org