________________
કર્યા પછી પણ હજી ઉત્કૃષ્ટ અનન્તાનન્ત થતું નથી. કારણ કે એ સૂત્રમાં તો અજઘન્યોત્કૃષ્ટ સંખ્યાસ્થાનોનું જ પ્રતિપાદન કરેલું છે. માટે શ્રી અનુયોગદ્વારના મત પ્રમાણે પણ અહીં અનન્ત આઠ પ્રકારનાં જ કહેલ છે. એ બાબતમાં તત્ત્વ શું છે? (એટલે કેટલાક આચાર્યો ઉપર કહ્યા પ્રમાણે ૯મું અનન્ત માને છે, અને અનુયોગદ્વાર સૂત્રમાં આઠ જ અનન્ત કહ્યાં છે, માટે એ બે વિસંવાદની બાબતમાં સત્ય શું છે ?) તે શ્રી સર્વજ્ઞ ભગવંત જાણે. સૂત્રોમાં (સિદ્ધાન્તોમાં) તો
જ્યાં કોઈપણ સ્થાને અનન્તાનન્ત ગ્રહણ કર્યું છે, ત્યાં સર્વ સ્થાને અજઘન્યોત્કૃષ્ટ અનન્તાનન્ત જ જાણવું (એટલે મધ્યમ અનન્તાનન્તનું ગ્રહણ જાણવું).
એ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત એ ત્રણે સંખ્યા-ગણનપ્રમાણની પ્રરૂપણા ઉત્તરભેદસહિત કરી, અને તેની પ્રરૂપણા કર્યો છતે નંવદ્દીવો સરસવપુણો ઈત્યાદિ પદવાળી ગાથાનો (૧૩૯મી ગાથાનો) ભાવાર્થ કહતો.
હવે ગાથાનો અક્ષરાર્થમાત્ર કહેવાય છે. તે આ પ્રમાણે – અહીં નંદીવો એટલે “જંબૂઢીપ” એ પદ ગ્રહણ કરવાથી જંબૂદ્વીપના પ્રમાણ જેવડો મોટો પલ્ય પ્રથમ જ સ્થાપેલો હોવાથી તે પલ્યના ઉપલક્ષણથી અનવસ્થિતપત્ય જ ગ્રહણ કર્યો જાણવો, અને શલાક તથા પ્રતિશલાક એ બે શબ્દો ગ્રહણ કરવાથી શલાકાપત્ય અને પ્રતિશલાકાપલ્ય ગ્રહણ કર્યા જાણવા, અને એ બન્નેના ઉપલક્ષણથી મહાશલાકાપલ્ય પણ ગ્રહણ કર્યો જાણવો. અને તેથી નંદીવો = જંબૂદ્વીપ એટલે અનવસ્થિતપત્ય જે વર્તે છે, વળી તે કેવો છે ? તે કહે છે કે – સ = સહ = સહિત. કોના સહિત? ઉત્તર:- સની ડિમદત્તાહિં એટલે શલાક, પ્રતિશલાક અને મહાશલાક એ ત્રણ પલ્યો વડે તે અનવસ્થિતપલ્યનું શું કહેવું છે? તે કહે છે - ખાવાં ડિપૂરે એટલે જેટલા સર્ષપના સમૂહ વડે પૂરાય એટલે પૂર્વે સવિસ્તર કહેલા સર્ષપ ભરવાના અનુક્રમ પ્રમાણે પ્રશિખાસહિત તે ચારે પલ્યમાં નિરન્તર (ગાઢપણે) જેટલા સર્ષપો ભરાય, તેટલો સર્ષપસમૂહ અને તે પણ જે જે દ્વીપ-સમુદ્રોમાં સર્ષપના કણ પડ્યા છે તેટલા સર્વ લીપ-સમુદ્રોની સંખ્યા સહિત (તે સર્ષપસમૂહ) કરી તેમાંથી એક બાદ કરે તો તીવર્ગ = તેટલો સર્ષપસમૂહ હોડુ સંવેન્દ્ર = ઉત્કૃષ્ટ સંખ્યાત થાય છે, અને તે કાઢી લીધેલા એકને ઉમેરતા જઘન્ય પરિત્ત અસંખ્યાત થાય છે, ઈત્યાદિ ભાવાર્થ પૂર્વે કહ્યો છે તે સર્વ પોતાની મેળે જાણી લેવો. પરંતુ સૂત્રકારે (મૂળ ગાથાઓમાં) કહ્યો નથી, કારણ કે સંખ્યાતનું સ્વરૂપ કહ્યા બાદ આગળની પરિત્ત અસંખ્યાત વગેરે ગણતરીઓ સુખે સમજી શકાય તેવી છે માટે, ઇતિ ૧૩૯મી ગાથાનો અર્થ: ll૧૩૯ इति गणन सङ्ख्याप्रमाणं त्रिविधं समाप्तम् ।।
નવતર: એ પ્રમાણે શ્રુતસંખ્યાન અને ગણનસંખ્યાન એ બે સંખ્યાન કહીને હવે આ ગાથામાં તે સંખ્યાના નિષેધવાળું ન સંધ્યાનપ્રમUT કહે છે : ૧, જઘન્ય અનન્તાનન્ત નહિ, તેમ ઉત્કૃષ્ટ અનન્તાનન્ત પણ નહિ, પરન્તુ એ બેની વચ્ચે રહેલા અનન્તાનન્તના જે અનન્તાનન્ત ભેદ છે, તે સર્વ અજઘન્યોત્કૃષ્ટ અનન્તાનન્ત ગણાય. ૨. ભાવપ્રમાણના ગુણનિષ્પન્ન ભાવપ્રમાણ અને નોગુણનિષ્પન્ન ભાવપ્રમાણ એ બે ભેદ જે ૧૩૪મી ગાથામાં કહ્યા હતા, તેમાં નોગુણનિષ્પન્ન ભાવપ્રમાણના સંખ્યાન અને નોસંખ્યાન એ બે ભેદ કહ્યા છે, તેમાં સંખ્યાનના પણ શ્રુતસંખ્યાન અને ગણનસંખ્યાન એવા બે ભેદમાંથી આ બીજું ગણનસંખ્યા-ભાવપ્રમાણ કહેવાયું.
Jain Education International
For Privat 200 rsonal Use Only
www.jainelibrary.org