________________
સંખ્યાત છે. ઉદ્દેશા સંખ્યાત છે. અધ્યયનો સંખ્યાત છે. શ્રુતસ્કંધો સંખ્યાત છે. તેમજ આચારાંગ વગેરે અંગો પણ સંખ્યાત જ છે.
પ્રશ્ન:- આ અક્ષર- પદ વગેરે સંખ્યા જેમાં હોવાનું કહો છો તે શ્રુત વળી શું છે? એટલે શ્રુત ક્યું ગણાય? (તેના જવાબમાં કહે છે) -
ઉત્તર:- કાલિકશ્રુત તે આચારાંગ અને ઉત્તરાધ્યયન વગેરે, અને ઉત્કાલિકશ્રુત તે દશવૈકાલિક – આવશ્યક - જીવાભિગમ – પ્રજ્ઞાપના અને દૃષ્ટિવાદ વગેરે (એ પ્રમાણે બે પ્રકારનું શ્રત છે) કે જેમાં “અક્ષર” “પદ' વગેરે દરેક સંખ્યા છે. પરંતુ વિશેષ એ છે કે – ઉત્કાલિક શ્રુતમાં અંગ તો એક દૃષ્ટિવાદ જ છે, પરંતુ બીજું નથી. (અને કાલિકહ્યુતમાં તો આચારાંગ વગેરે ૧૧ અંગ ગણાય છે – એ તાત્પર્ય). એ પ્રમાણે આ ૧૩૫મી ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો../૧૩પા
વતUT: શ્રુતસંખ્યા - ભાવપ્રમાણ કહ્યું, અને હવે ગ્રંથકાર ગણન સંખ્યા - ભાવપ્રમાણને દર્શાવતા છતા આ ગાથા કહે છે :
संखेजमसंखेनं, अणंतयं चेव गणणसंखाणं ।
संखेनं पुण तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३६॥ માથાર્થ: સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત એ પ્રમાણે ગણન સંખ્યા ત્રણ પ્રકારની છે. તેમાં સંખ્યાત પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ પ્રમાણે ત્રણ પ્રકારનું છે.
ટાર્થ: આગળ જેનું સ્વરૂપ કહેવાશે તે સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત, એ પ્રમાણે ગણનસંખ્યા ત્રણ પ્રકારની છે. તેમાં પુનઃ સંખ્યાત તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું છે. ઇતિ ગાથાર્થ:/૧૩૬/
સવતરઃ પૂર્વ ગાથામાં ગણિત સંખ્યાનો પહેલો પ્રકાર સંખ્યાત, તે ત્રણ પ્રકારનો દર્શાવીને હવે ગણિતસંખ્યા - પ્રમાણનો બીજો પ્રકાર જે અસંખ્યાત તે નવ પ્રકારનો છે, તે દર્શાવવાને આ ગાથા કહેવાય છે :
तिविहमसंखेनं पुण, परित्त-जुत्तं असंखयासंखं ।
एक्ककं पुण तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३७॥ પથાર્થ ટીકાર્ય પ્રમાણે સુગમ છે.
ટીકા: અસંખ્યાત ત્રણ પ્રકારનું છે - પરિત્ત અસંખ્યાત, યુક્ત અસંખ્યાત, અને અસંખ્યાત અસંખ્યાત. વળી તે દરેકમાંનું એકેક જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનું છે. એ પ્રમાણે અસંખ્યાત નવ પ્રકારનું જાણવું. ૩/૧૩૭ી.
અવતરણઃ પૂર્વ ગાથામાં અસંખ્યાતના ૯ ભેદ દર્શાવીને હવે આ ગાથામાં અનન્તના ૮ (આઠ) ભેદ છે તે દર્શાવાય છે :
तिविहमणंतंपि तहा, परित्त-जुत्तं अणंतयाणंतं ।
एक्केपि य तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३८॥ જાથાર્થ તથા પરિત્ત અનંત, યુક્ત અનંત અને અનંતાનંત એ પ્રમાણે અનંત ત્રણ પ્રકારનું
Jain Education International
૧૮૯ For Private & Personal Use Only
www.jainelibrary.org