________________
અગ્નિકાય - વાયુકાય - વનસ્પતિકાય અને ત્રસકાય જીવોનું પરિમાણ (એટલે સંખ્યા પ્રમાણ) મપાય છે, એમ જાણવું. ૨૩૩ી
ટીથાર્થ એ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમની અને ઉપલક્ષણથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમની પણ ઉપમા વડે એટલે પ્રમાણ વડે જાણવું. શું જાણવું? તે કહે છે – પરિમાણ એટલે સંખ્યા. કોનું પ્રમાણ જાણવું? તે કહે છે – પૃથ્વીકાયજીવોનું, અપૂકાયજીવોનું, અગ્નિકાયજીવોનું, વાયુકાયજીવોનું, વનસ્પતિજીવોનું અને ત્રસકાયજીવોનું, (પરિમાણ-સંખ્યામાન જાણવું) અને તે કિંચિત્માત્ર આ ગ્રંથમાં પણ આગળ કહેવાશે, અને કેટલુંક દૃષ્ટિવાદથી જાણવા યોગ્ય છે. એ પ્રમાણે આ ગાથાનો વ્યાખ્યાર્થ-ભાવાર્થ સમાપ્ત થયો. ll૧૩૩ની
વતરણ: એ પ્રમાણે પતિવર્ષ વે તિવિ૮, ઉદ્ધારતું વ ઈત્યાદિ પદવાળી (૧૧૭મી) ગાથાનું વ્યાખ્યાન કર્યું, અને તે વ્યાખ્યાના પ્રસંગમાં અદ્ધાપલ્યોપમની પ્રરૂપણાના અવસરે (૧૨૮ તથા ૧૨૯મી ગાથામાં) સર્વોદ્ધા સુધીના સર્વે કાળવિભાગો કહ્યા, અને તે કાળવિભાગો કહેવાથી “વિમાનો ય હોવો વિદો | ' ઇત્યાદિ પદવાળી (૧૦૫ મી) ગાથામાં કહેલા અર્થનું ભાવાર્થસહિત વ્યાખ્યાન કર્યું, અને તે વ્યાખ્યાન કરવાથી પ્રમાણદ્વારનો ત્રીજો ભેદ જે કાળપ્રમાણ, તેનું સ્વરૂપ કહેવાયું. હવે આ ગાથાથી પ્રમાણદ્વારનો ચોથો ભેદ જે ભાવપ્રમUT તેનું નિરૂપણ કરાય છે :
गुणनोगुणनिप्फन्नं, गुणनिप्फन्नं तु वन्नमाईयं । नोगुणनिप्फन्नं पुण, संखाणं नो य संखाणं ॥१३४॥
થાર્થ: ગુણનિષ્પન્ન અને નોગુણનિષ્પન્ન (એમ ભાવપ્રમાણ બે પ્રકારનું છે). ત્યાં ગુણનિષ્પન્ન તે વર્ણ વગેરે, અને નોગુણનિષ્પન્ન ભાવપ્રમાણ તે સંખ્યા અને નોસંખ્યા એમ બે પ્રકારનું છે. ૧૩૪.
ટીવાર્થ: મવન = થવું તે ભાવ એટલે વસ્તુનો જ્ઞાનાદિ અથવા વર્ણાદિ પરિણામ. તથા પ્રમિતિ (એટલે માપ) એ જ પ્રમાણ; અથવા જેના વડે મપાય તે પ્રમાણ; અથવા જે વસ્તુ મપાય તે વસ્તુ પોતે પણ પ્રમાણ કહેવાય (એમ ત્રણે રીતે પ્રમાણનો અર્થ છે.) અહીં ભાવ પોતે જ પ્રમાણ તે પીવપ્રમાણ અને તે ગુણનિષ્પન્ન તથા નોગુણનિષ્પન્ન એમ બે પ્રકારનું છે. અથવા ગુણસ્વરૂપ અને નોગુણસ્વરૂપ એમ પણ બે પ્રકારનું છે. ત્યાં રૂપ - રસ - ગંધ – સ્પર્શ અને સંસ્થાનરૂપ જે ગુણો તે મુખસ્વરૂપ પહેલું ભાવપ્રમાણ છે, અને તે રૂપ-રસ વગેરે વસ્તુના પરિણામરૂપ હોવાથી “ભાવ” કહેવાય છે. તે રૂપ-રસાદિ ભાવો વડે વસ્તુપ્રમાણ કરાય છે, અર્થાતુ પરિછેદાય છે (એટલે સમજાય છે). અથવા એ રૂપ-રસ વગેરે પોતે પણ પોતાના સ્વરૂપે પ્રમાણ કરાય છે – ઉપલબ્ધ થાય છે, માટે એ રૂપ-રસાદિકને પ્રમાણપણું ઘટી શકે છે. એ પ્રમાણે બીજા ભાવોમાં પણ ભાવપ્રમાણપણું સર્વ ઠેકાણે વિચારવું. / રૂતિ ગુણનિષ્પન્નમાવપ્રમાણમ્ || તથા નો ગુણ એટલે ગુણના નિષેધરૂપ, તે સ્વરૂપવાળું (એટલે ગુણના નિષેધવાળું) તે નો)નિષ્પન્ન ભાવ પ્રમાણ કહેવાય. એ બીજા પ્રકારનું ભાવપ્રમાણ છે. તે વળી બે પ્રકારનું છે, તે આ પ્રમાણે – 9. સંધ્યાન એટલે સંખ્યાસ્વરૂપ, અને ૨. નોસંધ્યાન એટલે સંખ્યાના નિષેધવાળું. // તિ નો દુખનિષ્પન્નમાવપ્રમાણમ્ 19 રૂ૪||
Jain Education International
૧૮૭ For Private & Personal Use Only
www.jainelibrary.org