________________
થાર્થ જગતમાં અનન્ત પ્રદેશવાળા એવા પણ કેટલાક સ્કંધો છે કે જે છેદાય છે અને ભેદાય છે, અને કેટલાક એવા પણ છે કે જે છેદાતા નથી તેમજ ભેદાતા પણ નથી. (એમ બન્ને પ્રકારનાં સ્કંધો વિદ્યમાન છે.) ૯શી
ટીફાઈ: અનન્ત પરમાણુરૂપ પ્રદેશો વડે બનેલો, ન = આ જગતને વિષે તેવો કોઈ એક, તથા પ્રકારના બાદરપરિણામે પરિણમેલો સ્કંધ પણ છે કે જે; - (એમ કહીને) શું કહેવાનું છે. તે કહે છે કે – છિન્નેના મિત્રેઝ વ = ખડુગાદિ વડે છેદાય છે, એટલે (જેના) બે ભાગ કરાય છે, અને કુન્ત (ભાલા) આદિ વડે ભેદાય છે એટલે છિદ્રવાળા કરાય છે. તથા તેવા પ્રકારનો પણ કોઈ એક, સૂક્ષ્મપરિણામને પ્રાપ્ત થયેલો સ્કંધ પણ હોય છે કે જે; - (એમ કહીને) શું કહેવાનું છે તે કહે છે કે – ન છેદાય કે ન ભેદાય, એવા કાષ્ઠ – પથ્થર – ઢેકું ઇત્યાદિ બાદર પરિણામે પરિણમેલા અને માંસચક્ષુ વડે (ચર્મચક્ષુ વડે) ગમ્ય (દખી શકાય) એવા સ્કંધો – છેદન-ભેદન, વિષયવાળા હોય છે અને સૂક્ષ્મપરિણામે પરિણમેલા સ્કંધો તો સાતિશય જ્ઞાનવાળાઓને જ ગમ્ય છે. (એટલે અવધિજ્ઞાન આદિ શ્રેષ્ઠ જ્ઞાન વડે જ જાણી-દેખી શકાય એવા છે.) તે સ્કંધો છેદન - ભેદનનો વિષય થતા જ નથી. એ ભાવાર્થ છે. (અર્થાત્ સૂક્ષ્મ પરિણામી સ્કંધો છેદી – ભેદી શકાતા નથી.)
અહીં ઉપર કહેલા પાઠને બદલે ‘વંથોડjતપાસો, ઉત્થાનો ૩ નો ય છિન્નેના મિત્રેન વ !” એવો પણ પાઠ કોઈ ગ્રંથમાં છે. એમાં પણ અર્થ એ જ છે, જુદો નથી. અનન્તપ્રદેશી કોઈ એક એવો પણ સ્કંધ છે કે જે છેદાય- ભેદાય છે (અને કોઈ એક એવો પણ છે કે જે છેદાતો - ભેદતો જ નથી). એ ગાથાર્થ કહ્યો. II૯શા
૩મવતન: ત્યાં જે છેદનાદિકને અવિષયભૂત (છેદન - ભેદન નહિ થઈ શકવાના સ્વભાવવાળો) અને સૂક્ષ્મપરિણામને પ્રાપ્ત થયેલો એવો વ્યાવહારિક પરમાણુ તો પૂર્વ ગાથામાં જ દર્શાવ્યો. હવે બાદરપરિણામને પ્રાપ્ત થવાથી છેદન- ભેદન થઈ શકે એવા સ્કંધરૂપ અને શ્લષ્ણશ્લણિકાથી ઉત્તરવર્તી એવાં, ઉત્સધાંગુલની ઉત્પત્તિમાં કારણભૂત જે શેષ પ્રમાણો તેને દર્શાવતા છતા ગ્રંથકાર (આ ૯૮ની ગાથા) કહે છે [ અર્થાત્ ઉત્સધાંગુલની ઉત્પત્તિના આ ચાલુ પ્રસંગમાં ઉત્સધાંગુલ સંબંધી પ્રમાણના ક્રમમાં પ્રથમ ઉશ્લષ્ણશ્લણિકા અને ત્યારબાદ વ્યાવહારિક પરમાણુ એ બે પ્રમાણ દર્શાવીને ત્યારબાદ હવે આ ગાથામાં શેષ પ્રમાણે અનુક્રમે અધિક અધિક દર્શાવે છે – ઈતિ તાત્પર્ય] :
परमाणू तसरेणू रहरेणू अग्गयं च वालस्स ।
लिक्खा जूया य जवो, अट्ठगुणविवड्ढिया कमसो ॥९८॥ માથાર્થ: પરમાણુ [ - ઊર્ધ્વરેણુ ] - ત્રસરેણુ-રથરેણુ અને વાલનો અગ્ર (વાલાઝ) - શિક્ષા (લીખ)-મૂકી (જૂ) અને યવ એ અનુક્રમે આઠ આઠ ગુણાં વધતાં જાણવાં. [અર્થાત્ ૮ પરમાણુનો એક ઊર્ધ્વરેણુ, ૮ ઊર્ધ્વરેણુનો એક ત્રસરેણુ ઇત્યાદિ.] I૯૮
ટીજાથે અહીં ઉપલક્ષણના વ્યાખ્યાનથી પરમાણુ કહ્યા બાદ કર્ધ્વરેનુ કહેલો જાણવો (એટલે ગાથામાં પરમાણુ પછી ઊર્ધ્વરેણુ જો કે પ્રગટ કહ્યો નથી તો પણ પરમાણુના ઉપલક્ષણથી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org