________________
છે (ભરતચક્રીનું અંગુલ જેવું છે) તેવું જ યથાર્થ વિચારીએ (લઈએ) ત્યારે તો તે પ્રમાણાંગુલ ઉત્સધાંગુલથી ચારસો ગુણ જ થાય. પરંતુ જ્યારે અઢી અંગુલરૂપ પહોળાઈ (વિખંભ) વડે પ્રમાણાંગુલની ચારસો ઉત્સધાંગુલ જેટલી દીર્ઘતા = લંબાઈને ગુણીએ તો ૧ ઉત્સધાંગુલ પહોળી અને એક હજાર અંગુલ લાંબી સૂચિ પ્રમાણાંગુલમાં થાય. અહીં તાત્પર્ય એ છે કે – અઢી ઉત્સધાંગુલની પહોળાઈ (વિખંભ) ધરાવતાં પ્રમાણાંગુલમાં પણ ત્રણ શ્રેણિઓ કલ્પવામાં આવે છે : એક ઉત્સધાંગુલ વડે એક અંગુલ પહોળી અને ચારસો અંગુલ દીર્ધ-લાંબી. બીજી (શ્રેણિ) પણ તેટલા જ માપની થાય. અને ત્રીજી (શ્રેણિીતો લંબાઈમાં ચારસો અંગુલ જેટલી જ થશે, પણ પહોળાઈ (વિખંભ)માં અર્ધા અંગુલ જેવડી જ હોય. હવે તેની લંબાઈમાંથી બસો અંગુલ જેટલી લંબાઈ કાઢી લઈ પહોળાઈમાં પૂરીએ, તો તેમ કરવાથી બસો અંગુલ લાંબી અને એક અંગુલ પહોળી એવી તે ત્રીજી લંબાઈ પણ થાય. તેથી એ ત્રણે લંબાઈને ઉપરાઉપરી (આગળ આગળ) જોડતાં ૧૦૦૦ ઉત્સધાંગુલ દીર્ધ અને એક ઉસેધાંગુલ જેટલી પહોળી એવી એક સૂચિ-શ્રેણિ-પંક્તિ નિષ્પન્ન થાય. તે કારણથી એ સૂચિની અપેક્ષાએ ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ હજારગુણ હોય એમ કહ્યું છે, પરંતુ વાસ્તવિક રીતે તો ચારસોગુણ જ છે. એ કારણથી જ પૃથ્વી, પર્વત, દ્વિીપ, સમુદ્ર અને વિમાન વગેરેના પ્રમાણો તે અઢી અંગુલરૂપ પોતાના વિખંભ સહિત ચારસો ગુણ પ્રમાણાંગુલ વડે જ મપાય છે, પરંતુ એક અંગુલ વિખંભવાળી હજાર ગુણી સૂચિ વડે મપાતાં નથી, એ પ્રમાણે અમોએ બીજાં શાસ્ત્રો દેખવાથી તેમજ વૃદ્ધ સંપ્રદાયથી જાણેલું છે, પછી સત્ય તત્ત્વ શું છે તે તો શ્રીસર્વજ્ઞો જાણે. (કારણ કે આ બાબતમાં અઢી ગુણ, ચારસો ગુણ અને હજાર ગુણ એ ત્રણ રીતે પ્રમાણાંગુલથી માપવાના ત્રણ પ્રકારો ત્રણ મતાન્તરરૂપે પ્રસિદ્ધ છે.). એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ./૧૦ના
ઉપર કહેલાં તેવાં ૬ પ્રમાણાંગુલ જેવડો ભરત ચક્રવર્તીનો 9 પાટું એટલે પગતળિયાનો મધ્યભાગ થાય છે. તેવાં બે પગતળિયાંના મધ્યભાગ મળીને એટલે બે પ્રમાણપાદનો 9 વિતતિ (પ્રમાણત) થાય છે. તેવા બે વેંતનો ૧ હાથ, તેવા ચાર હાથનો ૧ ધનુષ્પ, તેવા બે હજાર ધનુષનો ૧ ગાઉ, ચાર ગાઉનો ૧ યોજન (પ્રમાયિોગન) એ પ્રમાણે પૂર્વે કહેલ તે સર્વે પ્રકારનાં પ્રમાણ અહીં પણ (એટલે પ્રમાણાંગુલથી પણ) જાણવાં. //
૩વતર: અન્ન - એ પ્રમાણે પ્રમાણાંગુલનાં પ્રમાણો કહ્યું છતે પણ યોજન સુધીના જ ક્ષેત્રપ્રમાણો કહ્યાં, પરંતુ શ્રેણિ-પ્રતર વગેરે જે બીજા પ્રમાણ ભેદો મૂળ ગાથામાં (પૂર્વે કહેલી ૯૨૨મી ગાથામાં) કહ્યા છે, તે તો હજી સુધી પણ કહ્યા (વ્યાખ્યારૂપે વર્ણવ્યા) નથી, તો તે પ્રમાણભેદોનું સ્વરૂપ શું છે? તેના ઉત્તરમાં હવે આ ગાથા કહેવાય છે (અર્થાત્ આ ગાથામાં શ્રેણિ-પ્રતર વગેરે ક્ષેત્રપ્રમાણો કહેવાય છે) :
तेणंगुलेण जं जोयणं तु एत्तो असंखगुणयारो ।
सेढी पयरं लोगो लोगाऽणंता अलोगो य ॥१०२॥ પથાર્થ: તે પ્રમાણાંગુલ વડે જે યોજન થાય છે, તે યોજનને અસંખ્ય ગુણ કરે ત્યારે ૧ શ્રેણિ થાય, તેથી અસંખ્યગુણ પ્રતર, તેથી અસંખ્યગુણ લોકાકાશ, અને તેથી અનંતગુણ અલોક થાય છે. /૧૦૨
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org