________________
કહેવું? અર્થાત્ અસંખ્યાત સમય થાય જ, અને તે સંખ્યાત ક્રોડ વર્ષ પ્રમાણ પણ થાય જ. વળી આ પલ્યોપમ “સૂક્ષ્મ” એવા વિશેષણવાળો છે, તે સૂક્ષ્મતા તે વાલાઝોના સૂક્ષ્મ ખંડ કરવાથી જ વિચારવી – જાણવી. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૨૨ા. - અવતરજુ: એ પ્રમાણે બાદર ઉદ્ધારપલ્યોપમ તથા સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ કહ્યું, અને હવે આ ગાથામાં એ જ બે પલ્યોપમથી ઉત્પન્ન થયેલ બે પ્રકારના સાગરોપમનું (બા. ઉં. સા.નું અને સૂ. ૩. સા.નું) સ્વરૂપ કહેવાય છે :
एएसिं पल्लाणं, कोडाकोडी हविज्ज दसगुणिया ।
तं सागरोवमस्स उ, एक्कस्स भवे परीमाणं ॥१२३॥ ગથાર્થ એ બન્ને પલ્યોપમની દસ કોડાકોડીને દસ વડે ગુણ્યા હોય, તો તે પ્રમાણ એક સાગરોપમનું (બા. ઉં. સા.નું અને સૂ. ૩. સા.નું) થાય છે. ૧૨૩
ટીદાર્થ એ પૂર્વે કહેલા બાદર અને સૂક્ષ્મ એ બે ભેદવાળા ઉદ્ધારપલ્યોપમની જે કોડાકોડી તેને દશ વડે ગુણી હોય તો અર્થાત્ દશ કોડાકોડી પલ્યોપમ એ પ્રત્યેક એક બાદર ઉદ્ધાર સાગરોપમનું અને એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું પ્રમાણ થાય છે. અર્થાત્ બાદર ઉદ્ધાર પલ્યોપમની દશ કોડાકોડી વડે એક બાદર ઉદ્ધાર સાગરોપમ થાય અને સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમની દશ કોડાકોડી વડે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય [ અથવા બીજી રીતે વિચારીએ તો ૧૦ કોડાકોડી બાદર ઉદ્ધારપલ્યોપમનો 9 વાર ઉદ્ધાર સારોપ, અને ૧૦ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો 9 સૂક્ષ્મ ઉદ્ધારા રોપમ થાય છે, ત્યાં કાળના અતિમહાનપણાની સમાનતા હોવાથી [ એટલે જેમ સમુદ્ર મહાન છે તેમ આ કાળપ્રમાણ પણ મહાન છે માટે] સાગર એટલે સમુદ્ર વડે જેની ઉપમા અપાય તે સાગરોપમ એવો શબ્દાર્થ છે. એ પ્રમાણે આ ૧૨૩મી ગાથાનો વ્યાખ્યાથે સમાપ્ત થયો. /૧૨૩
અવતરણ: અહીં બાદરની પ્રરૂપણા કર્યા બાદ સૂક્ષ્મની પ્રરૂપણા અનુક્રમપૂર્વક હોવાથી સુખે કરી શકાય છે, તેમજ સુખે સમજી પણ શકાય છે, તે કારણથી જ (એ જ કારણ માત્રથી અર્થાત્ સુખપૂર્વક પ્રરૂપણા કરવાના અને સુખપૂર્વક સમજવાના કારણથી જ) પ્રથમ બાદર ઉદ્ધાર પલ્યોપમની અને બાદર ઉદ્ધારસાગરોપમની પ્રરૂપણા કરી, પરન્તુ સિદ્ધાન્તમાં એ બન્ને બાદરનું કિંઈ પણ પ્રયોજન નથી, અને સિદ્ધાન્તમાં તે બન્ને સૂક્ષ્મનું એટલે સૂ. ઉ. પલ્યો.નું તથા સૂ. . સાગરોનું તો પ્રયોજન છે જ, તે વાત આ ગાથામાં દર્શાવાય છે :
जावइओ उद्धारो, अड्ढाइजाण सागराण भवे ।
तावइया खलु लोगे, हवंति दीवा समुद्दा य ॥१२४॥ THથાર્થ અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનો જેટલો ઉદ્ધાર (જેટલા સમય) થાય તેટલા જ નિશ્ચયથી લોકને વિષે દ્વીપ અને સમુદ્ર છે. ૧૨૪ો.
ટીછાર્થ: અઢી જેટલા, એટલે કે અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમોનો જેટલો ઉદ્ધાર એટલે વાલીગ્રોને અપહરવામાં જેટલો સમય રાશિ થાય, તેટલા જ દ્વિીપ અને સમુદ્રો આ લોકને વિષે છે. અહીં તાત્પર્ય એ છે કે -- અઢી ઉદ્ધાર સૂક્ષ્મ સાગરોપમ ના રપ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ થાય છે, તે અપહાર સંબંધી જેટલા સમયો થાય, તેટલી જ સંખ્યાવાળા આ તિસ્કૃલોકમાં સર્વે દ્વીપ-સમુદ્રો પણ છે, એ ભાવાર્થ છે. એ પ્રમાણે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું
Jain Education International
For Private Cosonal Use Only
www.jainelibrary.org