________________
ભરેલ એવો તે પલ્ય જાણવો. ।।૧૧૯લા
ટીાર્થ: એક દિવસમાં ઉત્પન્ન થયેલા (ઉગેલા) તે ાહિ, બે દિવસમાં ઉત્પન્ન થયેલ તે દ્રૂહિ, અને ત્રણ દિવસમાં ઉત્પન્ન થયેલા તે વ્યહિ, તે એકાહિક, વ્યહિક, ઋહિક અને એ પ્રમાણે (ચાર દિવસમાં ઉત્પન્ન થયેલા તે) ચતુરહિ યાવત્ ઉત્કૃષ્ટથી સાત દિવસમાં ઉગેલા વાળોની અગ્રકોટીઓ; અહીં વાળ પોતે જ અતિસૂક્ષ્મ હોવાથી અગ્રકોટી (સૂક્ષ્મ અણી) સરખા ગણાય છે, માટે તે વાળ એ જ વાલાપ્રકોટીઓ. તેનાથી ભરેલો એવો તે પલ્ય અહીં અધિકૃત છે. ત્યાં શીર્ષ મુંડાવ્યા બાદ એક દિવસમાં જે વાલાગ્નકોટીઓ (એટલે વાળ) ઉગે છે, તે એકાહિક અગ્રકોટીઓ કહેવાય. બે દિવસમાં જે ઉગે છે તે વ્યહિક, ત્રણ દિવસમાં ઉગે તે વ્યહિક અને એ પ્રમાણે યાવત્ સાત દિવસમાં ઉગેલી વાલાપ્રકોટીઓ તે સાતરાત્રિકી વાલાપ્રકોટીઓ કહેવાય. વળી તે વાલાપ્રકોટીઓ વડે તે પલ્ય કેવો ભરેલો ? તે કહે છે – સત્કૃષ્ટ એટલે આકર્ણ (કાંઠા સુધી) ભરેલો, અને તે પણ સન્નિચિત એટલે સમૂહવિશેષથી નિબિડ કરેલો (અર્થાત્ બહુ ધન - ગાઢ રીતે ભરેલો) એવો તે પલ્ય જાણવો. એ પ્રમાણે ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧૧૯।
અવતરણ: પૂર્વ ગાથામાં કહેલા સ્વરૂપવાળા વાલાગ્નકોટીઓ વડે તે પલ્યને ભરીને ત્યારબાદ શું કરવું ? તે આ ગાથામાં કહેવાય છે ઃ
तत्तो समए समए, एक्केके अवहियंमि जो कालो । સંઘેન્ના હતુ સમયા, વાયરદ્વારપ ંમિ ૧૨૦॥
થાર્થ: ત્યારબાદ તે પલ્સમાંથી એકેક સમયે એકેક વાલાગ્ર અપહરતાં જે કાળ થાય તે નિશ્ચય સંખ્યાતા સમય બાદર ઉદ્ધારપલ્યોપમના (રૂપ) જાણવા. (અર્થાત્ તેટલા સંખ્યાત સમયનો એક બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય.) ૧૨૦
ટીાર્થ :- ત્યારબાદ પૂર્વે કહેલા વાલાગ્રો વડે ભરેલા પલ્યમાંથી પ્રતિસમય એકેક વાલાગ્ર અપહરતાં જેટલો કાળ થાય તેટલો કાળ વાવર ઉદ્ધારપત્યોપમ જાણવો. અહીં અર્થને વિશે ‘બાદર ઉદ્ધાર પલ્યોપમ’ એ શબ્દ ગાથામાં પર્યન્તે કહ્યો છે, છતાં આવૃત્તિ વડે (અનુકર્ષણ વડે) ગાથાના પૂર્વાર્ધમાં પણ પ્રથમ જોડાય, તેમજ ઉત્તરાર્ધમાં પર્યન્તે પણ જોડી શકાય છે.
વળી તે (એકેક સમયે એકેક વાલાગ્ર અપહરતાં) કેટલો કાળ થાય ? તે કહો, તેના ઉત્ત૨માં કહે છે કે - વસ્તુ એ શબ્દ નિશ્ચયવાચક હોવાથી સંખ્યાતા જ સમયો તે બાદ૨ ઉદ્ધારપલ્યોપમમાં થાય છે, પરંતુ અસંખ્ય સમયો થતા નથી. કારણ કે તે પલ્યમાં વાલાગ્ન પણ સંખ્યાત છે, અને તે દરેકને પ્રતિસમયે એકેક અપહરવાનો હોવાથી (જેટલા વાલાગ્ર તેટલા જ) સમયો પણ સંખ્યાત જ થાય છે. વળી અહીં પલ્યોપમમાં જે બાદરપણું કહ્યું તે તે વાલાગ્રોના સૂક્ષ્મ ખંડ કર્યા નથી તેથી તે વાલાગ્નો બાદર ગણાય છે માટે પલ્યોપમને પણ અહીં બાદ૨૫ણું જાણવું. એ પ્રમાણે આ ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો. ||૧૨૦
અવતરણ: હવે (પૂર્વ ગાથામાં બાદ૨ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ કહીને) આ ગાથામાં
Jain Education International
૧૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org