________________
અનુક્રમે પ્રાપ્ત થયેલા સૂક્ષ્મ ઉદ્વા૨પલ્યોપમનું સ્વરૂપ કહેવાય છે :
एक्केक्कमओ लोमं, कट्टुमसंखेज्जखंडमद्दिस्सं ।
समयाणं तपए- सियाण पल्लं भरे जाहि ॥१२१॥
ગાથાર્થ: તે પલ્યમાં ભરેલા બાદર વાલાગ્નમાંથી એકેક વાલાગ્રના અદૃશ્ય સૂક્ષ્મ અસંખ્યાત ખંડ કરીને સરખા પ્રમાણવાળા કરેલા અને તો પણ અનન્ત પ્રદેશવાળા એવા તે સૂક્ષ્મખંડોથી પલ્ય ભરવો. ૫૧૨૧।।
ટીાર્થ: અતઃ એટલે સ્વાભાવિક વાલાગ્નો વડે ભરેલા એવા તે પલ્યમાંથી એકેક લોમના (વાલાગ્નના) અસંખ્ય અસંખ્ય ખંડ કરવા, તેવા અસંખ્ય ખંડ જે પલ્યમાં વાલાગ્નોના કર્યા છે તે પલ્ય અસંખ્ય ખંડવાળો અને અદૃશ્ય વાલાપ્રવાળો જાણવો, અર્થાત્ તે વાલાગ્રોના અસત્ કલ્પનાએ ત્યાં સુધી ખંડ કરવા કે જ્યાં સુધી દરેક વાલાગ્ર અદૃશ્ય સ્વરૂપવાળો અને અસંખ્ય ખંડવાળો થાય – એ તાત્પર્ય છે. એ પ્રમાણે કર્યાથી દરેક ખંડ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડો થાય એમ વૃદ્ધો (પૂર્વાચાર્યો) કહે છે. હવે એ પ્રમાણે પ્રત્યેક વાળના અસંખ્ય અસંખ્ય ખંડ કરીને ત્યારબાદ શું કરવું ? તે જ વાત અહીં કહેવાય છે કે -
ત્યારબાદ તે સર્વ ખંડો કે જે સમચ્છેદ થયેલા છે, એટલે પરસ્પર જે વિભાગ સરખા પ્રમાણવાળા થયા છે, તે પ્રત્યેક વિભાગ-ખંડ હજી પણ અનન્તપ્રદેશી છે, એટલે અનન્ત પરમાણુઓના સ્કંધરૂપ છે, તેવા ખંડો વડે તે જ પલ્પને તમે ભરો, એટલે બુદ્ધિ વડે પરિપૂર્ણ કરો. એ ગાથાનો ભાવાર્થ કહ્યો. ।।૧૨૧॥
અવતરળઃ એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે એકેક બાદર વાલાગ્રના અસંખ્ય અસંખ્ય સૂક્ષ્મ ખંડ કરીને તે જ પલ્યને બુદ્ધિ વડે ભરીને હવે શું કરવું ? તે આ ગાથામાં કહેવાય છે : तत्तो समए समए एक्केके अवहियंमि जो कालो ।
સંએપ્રવાસોડી, સુદ્ઘને દ્વારપÉમિ ॥૧૨૨।।
ગાથાર્થઃ ત્યારબાદ તે પલ્યમાંથી સમયે સમયે એકેક સૂક્ષ્મ વાલાગ્ર અપહરતાં જેટલો કાળ થાય, તેટલો કાળ સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમરૂપ છે, અને તે સંખ્યાત ક્રોડ વર્ષ પ્રમાણનો કાળ થાય છે. ૧૨૨
ટીાર્થ: તત્તો એટલે તેમાંથી અર્થાત્ વાલાગ્રોના સૂક્ષ્મ ખંડ કરીને ભરેલા પલ્યમાંથી દરેક સમયે એકેક સૂક્ષ્મ વાલાગ્રખંડ અપહરતાં જેટલો કાળ લાગે તેટલા પ્રમાણનો કાળ સૂક્ષ્મ ઉદ્ધારપત્યોપમ ગણાય છે - થાય છે. અહીં સૂ. ઉં. પલ્યો. એ પદ ગાથામાં (પૂર્વાર્ધમાં) નથી તો પણ પૂર્વ ગાથામાં (૧૨૦મી ગાથામાં) કહ્યાં` પ્રમાણે અહીં પણ (પૂર્વાર્ધમાં પણ) જોડવું. વળી તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કાળ કેટલો થાય છે ? તે કહો, તેના ઉત્તરમાં કહેવાય છે કે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમને વિષે સંખ્યાત ક્રોડ વર્ષ થાય છે, એમ જાણવું. કારણ કે અહીં પ્રત્યેક વાલાગ્ર અસંખ્ય ખંડવાળો હોવાથી એક જ વાલાગ્રના ખંડોને અપહ૨તાં પણ અસંખ્યાત સમય થાય તો સર્વ વાલાગ્નોના કરેલા સર્વ સૂક્ષ્મ ખંડોને અપહ૨તાં અસંખ્યાત સમય થાય તેમાં શું ૧. ‘તવુ વાવરમુદ્ધારપલ્યોપમમિાવૃત્ત્તા પ્રથમાન્તતયાયંત્ર સધ્યતે' એ પ્રમાણે ૧૨૦મી ગાથાની વ્યાખ્યામાં જેમ ‘બાદર ઉદ્ધાર પલ્યોપમ' એ શબ્દને ગાથાના પૂર્વાર્ધના અર્થ સાથે તેમજ ગાથાના પર્યન્તુ એટલે ઉત્તરાર્ધના અર્થ સાથે પણ જોડવાનો કહ્યો છે તેમ અહીં પણ ‘સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમ' એ શબ્દ બન્ને સ્થાને જોડવો.
Jain Education International
૧૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org