________________
ગાથામાં સાક્ષાત્ અગિઆર નામો કહ્યાં છે, અને પદ્માંગ – કમલાંગ – કુમુદાંગ - ત્રુટિતાંગ - અટટાંગ - અવવાંગ - હૂહુકાંગ - પ્રયુતાંગ અને શીર્ષપ્રહેલિકાંગ એ નવ નામો ઉપલક્ષણ વ્યાખ્યાનથી (ઉપલક્ષણથી એટલે કહ્યાં નથી તો પણ અધ્યાહારથી) પોતાની મેળે જાણવાં. એ પ્રમાણે સર્વ મળીને અઠ્ઠાવીસ અંકરાશિનામો જાણવાં.
વળી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી) વગેરે સિદ્ધાન્તોમાં કહેલાં અંકરાશિનામોની અપેક્ષાએ એ અઠ્ઠાવીસ નામોમાં કોઈ સ્થાને અનુક્રમભેદ અને કોઈ સ્થાને તો સર્વથા બીજા જ પ્રકારનાં નામો પણ જણાય છે, માટે તેટલા માત્રથી (એટલા વિસંવાદમાત્રથી) સંમોહ ન કરવો (એટલે એમાં સત્ય શું હશે ? એવો ભ્રમ ન કરવો); કારણ કે સંકેતને અનુસરતાં નામોના ભેદમાં પણ વસ્તુતત્ત્વનો ભેદ પડતો નથી. તે કારણથી જ આ ગ્રંથના સૂત્રના પુસ્તકોમાં પણ (જુદી જુદી પ્રતોમાં પણ) કોઈ કોઈ સ્થાને વાચનાના ભેદ જોઈને પણ વાચ્ય અર્થનો (વસ્તુસ્વરૂપનો) ભેદ ન હોવાથી અશ્રદ્ધા ન કરવી. ઇતિ ગાથાવિશેષાર્થઃ ||૧૧૪૧૧૫
અવતરણ: એ પ્રમાણે પૂર્વ ગાથામાં જેટલો કાળ ગણિતના વિષયમાં પ્રાપ્ત થાય છે, તેટલો કાળ શીર્ષપ્રહેલિકા સુધીનો દર્શાવ્યો, અને હવે એક, દશ, સો, હજાર ઇત્યાદિરૂપ ગણિતસંખ્યાના વ્યવહારમાં પ્રાપ્ત ન થતો હોવાથી આગળનો અસંખ્યકાળ છે, તે અસંખ્યકાળ ગણિતના વિષયમાં ન પ્રાપ્ત થતો હોવાથી અતિશયરહિત જ્ઞાનીઓએ ( એટલે ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનરહિત અથવા અવધિજ્ઞાનાદિ વિશિષ્ટજ્ઞાનરહિત એવા મનુષ્યોએ) તો ‘પલ્ય’ વગેરેની ઉપમા વડે જ તે કાળનું પ્રમાણ જાણવા યોગ્ય છે, માટે તે વાતને સમર્થન કરનારી આ ગાથા કહેવાય છે :
एवं एसो कालो, वासच्छेएण संखमुवयाइ ।
तेण परमसंखेजो, कालो उवमाए नायव्वो ॥ ११६ ॥
થાર્થ: એ પ્રમાણે એ કાળ વર્ષછેદ વડે (વર્ષપ્રમાણ વડે) સંખ્યાતપણું પામે છે, અને તેથી આગળનો અસંખ્યાત કાળ તે ઉપમા વડે જાણવો. ।।૧૧૬॥
= આ
ટીાર્થઃ એ પ્રમાણે પૂર્વે કહેલા અનુક્રમ પ્રમાણે એક, દશ, સો, હજાર ઇત્યાદિ ગણિત વડે વર્ષોનો જે છેદ એટલે ઇયત્તાપરિચ્છેદ (આટલાં જ વર્ષો એવા જ્ઞાનરૂપ) તે વડે સો કાળ એટલે શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ સંખ્યાપણું પામે છે, (ગણિત વિષયમાં આવી શકે છે). અને તેથી આગળનો કાળ પૂર્વાચાર્યોએ ગણિતસંખ્યામાં વ્યવહત (ઉપયોગી) નહિ કરેલો હોવાથી તે અસંખ્યાત કાળ કહેવાય છે, માટે તે અસંખ્યકાળ ઉપમા વડે જ જાણવા યોગ્ય કહ્યો છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।૧૧૬ |
અવતરણ: [ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે શીર્ષપ્રહેલિકાથી ઉપરાન્તનો કાળ જે ઉપમાથી જાણવા યોગ્ય કહ્યો છે તે પલ્ય વગેરેની ઉપમા વડે જાણવા યોગ્ય છે. ] અને જે કાળ પલ્ય વગેરેની ઉપમા વડે જાણવા યોગ્ય છે તે કાળ પલ્યોપમરૂપ અને સાગરોપમરૂપ એમ બે પ્રકારનો છે, ત્યાં પ્રથમ પલ્યોપમના નિર્ણય માટે આ ગાથા કહેવાય છે. [ અર્થાત્ આ ગાથામાં પલ્યોપમના ભેદ કહે છે]:
For Priva Personal Use Only
Jain Education International
www.jainelibrary.org