________________
૧
ભાવાર્થ: તે પૂર્વે કહેલા પ્રમાણાંગુલ વડે જે પૂર્વોક્ત ક્રમે યોજન પ્રાપ્ત થાય છે. (અર્થાત્ જે પ્રમાણયોજન પ્રાપ્ત થાય છે), તે પ્રમાણયોજનથી આરંભીને અનુક્રમે (ઉત્તરોત્તર) અસંખ્ય રાશિવાળો ગુણાકાર કરવો. તેથી શ્રેણિ વગેરે નિષ્પન્ન થાય છે, તે આ પ્રમાણે - પ્રમાણાંગુલથી નીપજતાં અસંખ્યગુણ યોજનો વડે એટલે કે પ્રમાણાંગુલ-નિષ્પન્ન અસંખ્યાતા યોજનો વડે, અનુયોગદ્વાર સૂત્રમાં કહેલા ક્રમ પ્રમાણે, સંવર્તીને ઘન કરેલા સમચતુરસ્ર લોકાકાશની એક આકાશપ્રદેશની શ્રેણિ થાય છે (અર્થાત્ લોકાકાશની સાત રજ્જુ દીર્ઘ એવી એક સૂત્તિ-શ્રેણિ થાય છે). તે સૂચિ-શ્રેણિને પણ અસંખ્યગુણી કરતાં પૂર્વે કહેલા જ સ્વરૂપવાળા લોકાકાશનો એક આકાશપ્રદેશ જેટલો જ જાડો અને અસંખ્યાત યોજન લંબાઈ-પહોળાઈવાળો એવી આકાશપ્રદેશનો ? પ્રતર થાય છે. અને તે આકાશપ્રત૨ને પણ અસંખ્યાતગુણ કરીએ ત્યારે પૂર્વે કહેલા સ્વરૂપવાળો સંપૂર્ણ તોજ (લોકાકાશ) પ્રાપ્ત થાય છે.
૨
તથા તોગાડજંતા અત્તોનો ય એટલે અલોક તે વળી તેવા અનન્ત લોક વડે પ્રાપ્ત થાય છે (અર્થાત્ અનન્ત લોકાકાશ મળીને એક અલોક થાય છે, અથવા અલોક તે અનન્ત લોકાકાશ જેટલો મોટો છે); પરંતુ અસંખ્યાત લોકનો એક અલોક થતો નથી; કારણ કે અલોકનો અન્ત નથી માટે, એ પ્રમાણે આ ગાથાનો અર્થ-ભાવાર્થ કહ્યો. ૧૦૨
ઞવતરણ: એ પ્રમાણે પ્રમાણાંગુલનું નિરૂપણ કરીને તે પ્રમાણાંગુલના પ્રસંગથી પૂર્વે નહિ કહેલા એવા શ્રેણિ આદિક પ્રમાણભેદો પણ કહ્યા, અને હવે પૂર્વે દર્શાવેલા ઉદ્દેશાન્તર્ગત અનુક્રમ પ્રમાણે આત્માંગુલનું સ્વરૂપ કહેવાની ઇચ્છાએ આ ગાથા કહેવાય છે. (અર્થાત્ હવે આત્માંગુલ કહેવાય છે) :
जे जम्मि जुगे पुरिसा, अट्ठसयंगुलसमूसिया हुँति । તેસિ સમંપુરું નં, તયં તુ આર્યપુત્ત હોર્ફ ૧૦૩॥
ગાથાર્થ: જે યુગને વિષે જે પુરુષો એકસો આઠ અંગુલ ઊંચા હોય, તેઓનું પોતાનું જે અંગુલ તે આત્માંગુલ થાય છે. ।।૧૦૩।।
=
भावार्थ: जे જે પુરુષો ચક્રવર્તી - વાસુદેવ વગેરે મિ જે યુગને વિષે એટલે સુષમદુઃખમાદિ કાળને વિષે પોતાના અંગુલ વડે જ એકસો આઠ અંગુલ ઊંચા હોય તેસિ સમંગુત્તું બં = પોતાના અંગુલ વડે ૧૦૮ અંગુલ ઊંચા એવા તે પુરુષોનું સર્ચ એટલે પોતાનું જે અંગુલ તે વળી પૂર્વે કહેલા સ્વરૂપવાળું ગભાઙત્તુત ગણાય છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે કે :
અહીં ૧૦૮ અંગુલની ઊંચાઈ કહી તે લક્ષણશાસ્ત્રોમાં કહેલાં, પ્રમાણ વગેરે લક્ષણો વડે
૧. લોકાકાશનો જે આકાર કેડે હાથ દઈ પગ પહોળા રાખી ઊભા રહેલા પુરુષ સરખો છે, તે આકારને બુદ્ધિથી છેદી ભેદીને દેશોન સાત રાજ લાંબો અને સાત રાજ પહોળો અને સાત રાજ જાડો કરીએ તો તે આકારવાળો સંવર્તિત ઘન ચતુરસ્ર લોક કહેવાય છે. તે સંવર્તનવિધિનું સ્વરૂપ અન્ય ગ્રંથોમાં સવિસ્તર કહેલું છે.
૨-૩. ‘પૂર્વે કહેલા સ્વરૂપવાળો' એટલે સંવર્તિત થન સમચતુરસ્ર લોક જાણવો. શાસ્ત્રોમાં શ્રેણિ અને પ્રતર તે એ જ આકારવાળા લોકાકાશના મપાય છે માટે.
Jain Education International
૧૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org