________________
આઠ ગુણા યવમધ્ય વડે (એટલે ૮ યવમધ્ય વડે) ચાલુ વિષયમાં ઉપયોગી એવો ૧ ઉત્સધાંની થાય છે. અને તેવા છેૐ ગંગુતા એટલે છ અંગુલ પ્રમાણ (અર્થાત્ ૬ ઉભેંઘાંગુલ પ્રમાણ) વિસ્તારવાળો પગનો મધ્યતલ પ્રદેશ છે (એટલે પગતળિયાનો આડો મધ્યભાગ છે). એ મધ્ય પ્રદેશ તે પગનો એક દેશભાગ હોવાથી પદ્રિ ગણાય છે. તથા એવા બે પગને સાથે સાથે જોડવાથી (એટલે બે પાદ પ્રમાણનો) ૧ વેંત ૧૨ અંગુલ પ્રમાણનો થાય છે અને તેવા બે વેંતનો ૧દસ્ત થાય છે. અહીં કંકુન વિદસ્થ રયા ઈત્યાદિ પદવાળી ઉપર કહેલી મૂળ ગાથામાં રયા = રત્નિ શબ્દ કહ્યો છે તે હાથનો પર્યાયવાચક શબ્દ છે, માટે રત્નિ કહેવાથી ૧ હસ્ત-હાથ જ જાણવો. તથા બે હાથનું ૧ જૂલિ પ્રમાણ થાય છે, એ કુક્ષિપ્રમાણ આ ગાથામાં પ્રગટ રીતે જો કે કહ્યું નથી તો પણ અધ્યાહારથી ગ્રહણ કરવું; કારણ કે આ ગ્રંથમાં પહેલાં પણ મૂળ ગાથાને વિશે કહેલ હોવાથી (એટલે આ ગ્રંથમાં ૯૨મી ગાથાને વિષે સંપૂર્ણ વિદલ્હી રયા, જૂછી ધUT TIઉ વ સેઢી ય ઇત્યાદિ પદોથી ૭ = કુક્ષિપ્રમાણ કહેલ હોવાથી) તેમજ સિદ્ધાન્તોમાં પણ કુક્ષિપ્રમાણે કહેલું હોવાથી અહીં પણ ગ્રહણ કરવું. એ પ્રમાણે આ ૯૯મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૯૯તા.
સવતર: પૂર્વ ગાથામાં કહેલા ઉત્સધાંગુલ પ્રમાણના ભેદથી (એટલે પરમાણુથી હસ્ત સુધીના ભેદથી) આગળ બીજા કયા કયા ભેદ છે? તે આ ગાથામાં દર્શાવાય છે. (અર્થાત્ યોજના સુધીના ભેદ દર્શાવાય છે) :
चउहत्थं पुण धणुयं, दुन्नि सहस्साई गाउयं तेसिं । चत्तारि गाउया पुण, जोयणमेगं मुणेयव्यं ॥१००॥
થાર્થ: વળી ૪ હાથનો ૧ ધનુર્મુ, તે બે હજાર ધનુષનો ૧ ગાઉ, અને તેવા ૪ ગાઉનો ૧ યોજન જાણવો. ll૧૦૦ની
ટાર્થ વળી ૪ હાથનો ૧ ધનુષ્ય થાય છે. અથવા બે કુક્ષિપ્રમાણનો ૧ ધનુષ્પ થાય છે, એમ પણ સરખો અર્થ હોવાથી જાણવું. (અર્થાત્ એ બન્નેનો અર્થ એક સરખો છે). તેવા બે હજાર ઘનુષનો ૧ ગાઉ થાય છે, અને તેના ચાર ગાઉનો ૧ યોનને જાણવો. આ યોજનનું પ્રમાણ મૂળ ગાથામાં (પૂર્વે કહેવાયેલી ૯૨મી ગાથામાં) કહાં નથી તો પણ તે ગાથામાં ગાઉનું પ્રમાણ કહ્યું છે, તે ગાઉના ઉપલક્ષણથી તેમજ સિદ્ધાન્તોમાં પણ કહેલું હોવાથી અને અત્યંત ઉપયોગી હોવાથી આ ગાથામાં (આ ૧૦૦મી ગાથામાં યોજનાનો ભેદ) કહેલ છે. એ પ્રમાણે આ મૂળ ગાથાનો અર્થ કહ્યો. ||૧૦૦ણી
હવે અહીંથી શ્રેણિ, પ્રતર વિગેરે પણ ક્ષેત્ર પ્રમાણના વિભાગો દર્શાવ્યા છે, તો પણ આ ઉત્સધાંગુલ પ્રમાણની ઉત્પત્તિના વિચારમાં તેની વ્યાખ્યા નહિ કરાય, કારણ કે તે શ્રેણિ-પ્રતર વિગેરે પ્રમાણનો અહીં પ્રસ્તુત વિષય (ચાલુ પ્રસંગ) નથી. અહીં તો નારક વગેરે જીવભેદોની અવગાહનાના પ્રમાણ તરીકે આ ઉત્સધાંગુલ પ્રમાણ (તેના સંબંધમાં જ) અહીં જ કહેવાશે. અને તે નારક વિગેરેની અવગાહનામાં યોજન સુધીનું જ ક્ષેત્ર પ્રમાણ ઉપયોગી છે, તે કારણથી તે વિષયના પ્રસંગમાં પ્રસ્તુત હોવાથી અહીં યોજન સુધીનું ક્ષેત્ર પ્રમાણ કહ્યું છે અને શ્રેણિ-પ્રતર વિગેરે પ્રમાણ ભેદોનો અહીં ઉપયોગ ન હોવાથી તેમજ તેનો વિષય-પ્રસંગ પણ ન હોવાથી તે
For Privata s rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org