________________
ઊર્ધ્વરેણુ પણ ગ્રહણ કરવો). કારણ કે સિદ્ધાન્તોમાં અનેક સ્થાને એજ અનુક્રમ કહેલો છે, અને યુક્તિવાળો પણ છે. તે કારણથી એ પરમાણુ - ઊર્ધ્વરેણુ - ત્રસરેણુ ઇત્યાદિ યવ સુધીના સર્વે પ્રમાણ અનુક્રમે આઠ આઠ ગુણાં જાણવાં. તે આ પ્રમાણે :
પરમાણુ આઠગુણો થાય ત્યારે ઊર્ધ્વરેણું થાય, અર્થાત્, આઠ પરમાણુઓ મળીને એક ઊર્ધ્વરેણ બને. અહીં, ૮ પરમાણુનો એક ઊર્ધ્વરેણુ-એ વાતમાં “પરમાણુ’ તરીકે તો પૂર્વની ગાથામાં ઉપચારથી વ્યવહારપરમાણુ તરીકે શ્લષ્ણશ્લેક્સિકાને ગણાવેલ છે. તે જ લેવાનો છે, પણ છેદન આદિ ન થઈ શકે તેવા, પ્રમાણોના આદિભૂત વ્યાવહારિક પરમાણુ નહિ. કેમ કે તે આદિ પ્રમાણરૂપ વ્યાવહારિક પરમાણુઓ તો (આઠ નહિ, પણ) અનંતા ભેગા થાય ત્યારે ઉશ્લણશ્લર્ણિકાદિરૂપ પ્રમાણો વચમાં જ - આદિ પ્રમાણભૂત પરમાણુ તથા સરેણુની વચાળે જ – હોવાનું કહેલું છે; અને એ અતિસૂક્ષ્મ હોવાથી તેવા આઠ પરમાણુઓ વડે બાદર પરિણામી એવો ઊર્ધ્વરેણુ બની પણ શકે નહિ. તે આ પ્રમાણે – બારીઓ વગેરેમાંથી આવતાં સૂર્યના કિરણો વગેરેથી સ્પષ્ટ દેખાતો અને પોતાની મેળે અથવા પર પ્રયોગથી ઉપર, નીચે અને તિર્કી ગતિ કરવાના સ્વભાવવાળો જે રેણુ-અણુ તે અહીં ઊર્ધ્વરેણુ કહેવાય છે. તો તેવો ઊર્ધ્વરેણુ તેવા (પ્રથમ કહેલા) ૮ પરમાણુઓ વડે કેવી રીતે બની શકે ? તે કારણથી સિદ્ધાન્તને બાધ ન આવે એવી રીતે એમ સિદ્ધ થયું કે – પૂર્વ ગાથામાં (ઉપચારથી) વ્યાવહારિક પરમાણુ તરીકે કહેલ આઠ શ્લષ્ણશ્લક્ષિણકા વડે ૧ કર્ણરજુ થાય છે.
તથા ત્રસ્થતિ એટલે પૂર્વ દિશા વગેરે દિશાઓમાંથી વાતા વાયુઓ વડે ઘેરાયેલો એવો જે અણુ-રેણુ ગતિ કરે તે ત્ર" કહેવાય. ઊર્ધ્વરેણુ તો વાયુના પ્રયોગ વિના પોતાની મેળે પણ ગતિમાન થાય છે, અને આ ટાસરેણુ તો પૂર્વાદિ દિશાઓના વાયુથી પ્રેરાય ત્યારે જ ગતિવાળો થાય છે, તે કારણથી તે ઊર્ધ્વરેણુ આ ત્રસરેણુથી અલ્પ પ્રમાણવાળો છે, માટે આઠ ઊર્ધ્વરેણુ વડે ૧ ત્રસરેણુ થાય છે, અને એ પ્રમાણે હોવાથી આ ગાથામાં ઊર્ધ્વરેણુનો અધ્યાહાર (ગાથામાં ન કહ્યા છતાં ઊર્ધ્વરેણુનું ગ્રહણ કરવું) તે યુક્તિયુક્ત જ જાણવો.
તથા ચાલતા રથના ચક્રથી – પૈડાથી ઉખડેલો – ઉડેલો – ઉડતો જે રેણુ (સૂક્ષ્મ રજકણ) તે રથરેજી કહેવાય. પૂર્વે કહેલો ત્રસરેણુ તો વાયુના પ્રયોગથી ગતિવાળો છે, અને આ રેણુ તો વાયુ હોવા છતાં પણ રથના ચક્ર વગેરેથી ઉખડ્યા વિના ગતિવાળો થતો નથી, તે કારણથી આ રથરેણુથી ત્રસરેણુ અલ્પ પ્રમાણવાળો છે, અને તેથી જ આઠ સરેણુ મળીને ૧ રથરેજી થાય
વળી આ ઠેકાણે પરમU[ રહેતૂ તરબૂ” ઇત્યાદિ પાઠ જ બીજી ઘણી પ્રતોમાં દેખાય છે,
૧. તાત્પર્ય એ છે કે – ચાલુ પ્રકરણમાં વ્યાવહારિક પરમાણુ બે વાર કહેવાયા છે, તેમાં અનન્ત સૂક્ષ્મ પરમાણુઓથી (નૈશ્ચયિક પરમાણુઓથી) બનેલો તે પહેલો વ્યાવહારિક પરમાણુ અને પુનઃ તેવા અનન્ત વ્યાવ૦પરમાણુઓથી બનેલી જે ઉમ્બાબ્વણિકા અને તેવી અનન્ત અથવા આઠ ઉગ્લશ્કણિકાથી બનેલી શ્લષ્ણ શ્લેક્સિકા તે પણ વ્યવહાર પરમાણુ જ કહેલો છે, માટે એ શ્લષ્ણશ્લર્ણિકા રૂપે જે પરમાણુ તે અહીં બીજ વ્યાવહારિક પરમાણુ જાણવો, અને આ ગાથામાં જે પરમાણુ શબ્દ પહેલો કહ્યો છે તે બીજા વ્યાવહારિક પરમાણુરૂપ એટલે શ્લષ્ણશ્લક્ષિણકા રૂ૫ જાણવો, અને પહેલો વ્યાવહારિક પરમાણુ તો ઉમ્પ્લમ્બક્ષિણકાથી પણ અનન્તમા ભાગ જેટલો સૂક્ષ્મ છે, અને તે જ સર્વ પ્રમાણમાં આદિભૂત છે.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org