________________
મૂલગુણનો (૫ મહાવ્રતનો) ઘાત કરનાર મુનિને જે પુનઃ મહાવ્રતોનું આરોપણ કરવું તે સાતિવાર છેરો, ચારિત્ર, અને અલ્પકાલીન સામાયિક ચારિત્રવાળા (ઇવર સામાયિક ચારિત્રવાળા - લઘુદીક્ષાવાળા) શિષ્યને વડીદીક્ષા વખતે જે મહાવ્રતના આરોપણ દ્વારા આરોપણ કરાય છે, અપાય છે; અથવા એક તીર્થ થકી અન્ય તીર્થમાં સંક્રાન્તિ વખતે જે પુનઃ મહાવ્રતોનું આરોપણ કરાય છે; જેમ પાર્શ્વનાથના તીર્થમાંથી (શાસનમાંથી) શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં આવતા-પ્રવેશ કરતા મુનિમહાત્માઓને (૪ મહાવ્રતના સ્થાને) ૫ મહાવ્રતનો ધર્મ અંગીકાર કરવામાં ઉપસ્થાપના કરાય છે તે નિરતિવાર છેવોપ, ચારિત્ર કહેવાય. (એ પ્રમાણે છેવોપસ્થાપન ચારિત્ર ૨ પ્રકારનું છે).
૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્રનું સ્વરૂપ પરિદરા (અમુક પ્રકારના તપ વિશેષનું આચરણ) તે પરિહાર અર્થાતુ અમુક પ્રકારનો તપ વિશેષ, તેના વડે વિશુદ્ધિ જે ચારિત્રમાં થાય છે (અર્થાત્ તેવા પ્રકારના તપ વડે જે ચારિત્રમાં આત્મવિશુદ્ધિ થાય છે) તે પરિદારવિશુદ્ધિ ચારિત્ર. તે પણ ૨ પ્રકારનું છે. ૧. નિર્વિશમાનક, ૨. નિર્વિષ્ટકાયિક. ત્યાં પરિહારવિશુદ્ધિ તપને સેવનારા એટલે તપશ્ચર્યામાં વર્તતા મુનિઓ નિર્વિશમાનવારિત્રી કહેવાય, અને તે તપશ્ચર્યા તથા તપશ્ચર્યા કરનાર મુનિ એ બેના અભેદની અપેક્ષાએ એ ચારિત્રા (એ તપશ્ચર્યારૂપ ચારિત્ર) પણ નિર્વિશમાનક કહેવાય. તથા વિવક્ષિત તપશ્ચર્યારૂપ ચારિત્ર વડે સેવાયેલી છે કાયા જેઓની તે નિર્વિષ્ટકાય મુનિઓ કહેવાય, અને તે મુનિઓ જ સ્વાર્થિકમાં [ પ્રત્યય લાગવાથી) નિર્વિષ્ટકાયિક કહેવાય. તથા તે મુનિ અને ચારિત્ર એ બેના અભેદની વિવક્ષાએ તે મુનિ વડે આચરણ કરાયેલું ચારિત્ર પણ નિર્વિષ્ટાયા પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય.
પરિહાર વિશુદ્ધિ કલ્પનો ગણ અને તપશ્ચર્યા આ પરિહારવિશુધ્ધિ ચારિત્ર અંગીકાર કરવામાં પ્રથમ ૯ સાધુનો ગણ-સમુદાય પોતાના ગચ્છમાંથી નીકળીને આ પરિહાર તપ કરે છે. ત્યાં ૪ સાધુ પરિરારિ થાય છે, અને બીજા ૪ સાધુ તો તે ૪ પરિહારિકોની વૈયાવૃત્ય કરનારા થાય છે તે અનુપરિહાર કહેવાય છે. અને તેમાં ૧ સાધુ કલ્પસ્થિત વાચનાચાર્ય એટલે ગુરુરૂપ થાય છે. હવે એ ૯ સાધુઓમાં ૪ નિર્વિશમાનક (પરિહારિક) સાધુઓનો જે તપશ્ચર્યારૂપ પરિહાર છે (એટલે કે તાપવિશેષ છે) તે ભાષ્યની ગાથાઓ વડે કહેવાય છે (તે ગાથાઓનો અર્થ આ પ્રમાણે) : “ધીર પુરુષોએ પરિહારી મુનિઓનો તપ શીત-ઉષ્ણ અને વર્ષાકાળમાં પ્રત્યેકમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ૩ પ્રકારનો હોય, તે આ પ્રમાણે કહેલો છે. ll૧/l.
ત્યાં ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય તપ ચોથભક્ત (બે આયંબિલપૂર્વક મધ્યમાં ૧ ઉપવાસ), મધ્યમ તપ છઠ્ઠભક્ત, અને ઉત્કૃષ્ટથી અષ્ટમ તપ હોય છે, હવે પછી શિશિર ઋતુમાં પરિહારી મુનિઓનો તપ કહીશ. //રા.
શિશિર ઋતુમાં જઘન્યાદિ તપ છઠ્ઠથી છેલ્લો દશમભક્ત સુધીનો જાણવો. (એટલે જઘન્યથી છઠ્ઠભક્ત, મધ્યમ તપ અષ્ટમભક્ત, અને ઉત્કૃષ્ટ તપ દશમભક્ત જાણવો.) તથા વર્ષાઋતુમાં જઘન્યાદિ તપ અઠ્ઠમભક્તથી દ્વાદશભક્ત સુધીનો જાણવો. (એટલે જઘન્ય તપ
Jain Education International
For Privalo Personal Use Only
www.jainelibrary.org