________________
પામીને અલંકૃત કેવલિઓ થઈ મોક્ષ પામે છે. અહીં નિગ્રંથભાવ તથા સ્નાતકભાવને પ્રાપ્ત થયેલા નિર્ગથ-સ્નાતકોનું સંકરણ સિધ્ધાન્તોમાં નિષેધ્યું છે, અને પુલાક શ્રમણોને સર્વથા સંહરણ નિષેધ્યું છે. જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે – “શ્રમણી (સાધ્વી) - અવેદી - પરિહારવિશુદ્ધચારિત્રી - પુલાકશ્રમણ અને અપ્રમત્ત તથા ચૌદપૂર્વધર અને આહારકલબ્ધિવંત એટલા જીવોનું કોઈપણ દેવાદિક સંહરણ કરે નહિ (એટલે એક સ્થાનેથી ઉપાડી બીજા સ્થાને વૈરભાવથી મૂકે નહિ).'
૬. વારિત્રશુદ્ધિાર - પુલાકથી બકુશ અને પ્રતિસેવાકુશીલ અનન્તગુણ વિશુદ્ધિવાળા છે, પરન્તુ કષાયકુશીલની સાથે તો તે પસ્થાનપતિત ગણાય. વળી, બકુશ, પ્રતિસેવનાકુશીલ તથા કષાયકુશીલની સાથે જસ્થાનપતિત છે. અને પ્રતિસેનાકુશીલ પણ કષાયકુશીલની સાથે ષટ્રસ્થાનપતિત છે. તથા નિર્ગથ અને સ્નાતક એ બન્ને વિશુદ્ધિની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, પરન્તુ પુલાક વિગેરે પૂર્વોક્ત શ્રમણોથી તો એ બન્ને અનન્તગુણ વિશુદ્ધિવાળા છે.
૭. પ્રમુખ દ્વાર - પુલાક શ્રમણ ૧૫ કર્મભૂમિમાં કદાચ હોય અને કદાચ ન પણ હોય અને જો હોય તો જઘન્યથી ૧-૨ અને ઉત્કૃષ્ટથી સહમ્રપૃથક્વ (૯૦૦૦ સુધી) હોય છે. બકુશ મુનિઓ તો સર્વકાળ હોય છે. અને તે જઘન્યથી ક્રોડપૃથક્ત (૯ ક્રોડ સુધી), અને ઉત્કૃષ્ટથી શત ક્રોડપૃથક્વ (૯૦૦ ક્રોડ સુધી) હોય છે. એ પ્રમાણે પ્રતિસેવાકુશીલ પણ બકુશવત્ (૯ ક્રોડથી ૯૦૦ ક્રોડ સુધી) જાણવા. તથા કષાયકુશીલ શ્રમણો સર્વકાળ હોય છે, પરન્તુ જઘન્યથી હજાર – ક્રોડપૃથક્વ (૯૦૦૦ ક્રોડ સુધી), અને ઉત્કૃષ્ટથી પણ તેટલા જ હોય છે. તથા નિગ્રંથ શ્રમણો કદાચિતું હોય અને કદાચિત્ ન પણ હોય, જો હોય તો જઘન્યથી એકાદિ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ (૯૦૦ સુધી) હોય છે. તથા સ્નાતક શ્રમણો તો સર્વકાળ હોય છે, અને તેઓ જઘન્યથી ક્રોડપૃથક્વ અને ઉત્કૃષ્ટથી પણ ક્રોડપૃથક્ત (૯૦૦ ક્રોડ સુધી) હોય છે (એ ૭મું પ્રમાણદ્વાર કહ્યું).
એ પ્રમાણે પુલાક આદિ ૫ શ્રમણોનું સ્વરૂપ કહ્યું. અને હવે એ ૫ શ્રમણોમાં ભગવતીજીને વિશે જે ૩૬ દ્વાર કહ્યાં છે તેમાંથી શેખ દ્વારોના ઉપલક્ષણ માટે (ગ્રહણાર્થે) પાપીર ને સૂત્રકાર પોતે જ વિચારતા છતાં ગાથામાં કહે છે તે આ પ્રમાણે :
સાત્તિયં ઈત્યાદિ. આદિમાં – પ્રારંભના જે ૩ શ્રમણ તે આદિત્રિક એટલે પુલાક, બકુશ તથા કુશીલ એ ૩ શ્રમણો; સંસારું = કષાયસહિત એટલે સંજ્વલન ક્રોધાદિસહિત વર્તે છે માટે સકષાય ગણાય છે. અહીં તાત્પર્ય એ છે કે – પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એમ ૨ પ્રકારના કુશીલ શ્રમણ પૂર્વે કહ્યા છે, ત્યાં પુલાક, બકુશ તથા પ્રતિસેવાકુશીલ એ ૩ શ્રમણો તો ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ એ બે શ્રેણિમાંની કોઈ એક પણ શ્રેણિ પામતા નથી. કારણ કે તથા પ્રકારની વિશુદ્ધિનો અભાવ છે, તે કારણથી એ ૩ શ્રમણો સંજ્વલન ક્રોધ-માનમાયા-લોભ એ ચારે કષાયમાં વર્તે છે. અને કષાયકુશીલ મુનિઓ તો બન્ને શ્રેણિ અંગીકાર કરે છે. અને દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધી કષાયકુશીલપણાના વ્યપદેશની પ્રવૃત્તિ છે, માટે ૧. પુલાકભાવ પામ્યા પહેલાં પણ પુલાક શ્રમણનું સંકરણ ન હોય તેમ પુલકભાવમાં વર્તતા પુલાક શ્રમણનું સંહરણ. ન હોય. એ પ્રમાણે ઉભય પ્રકારે પુલાક સંહરણનો નિષેધ છે, માટે સર્વથા નિષેધ.
Jain Education International
For Privatlebersonal Use Only
www.jainelibrary.org