________________
વા’ ઈત્યાદિ વચનથી હસ્ત, દંડ, ધનુર વિગેરે કહ્યું છે. અને અહીં સૂત્રકર્તાએ (ગાથામાં) કોઈપણ કારણથી જો કે “હસ્ત' કહ્યો નથી તો પણ ઉપલક્ષણના વ્યાખ્યાનથી (ઉપલક્ષણથી) હસ્ત” એ પણ અવમાન પ્રમાણ છે એમ જાણવું. અને તે હસ્ત અહીં આગળ કહેવાશે તેવા સ્વરૂપવાળા ઉત્સધાંગુલ વડે ચોવીસ અંગુલ પ્રમાણનો (૨૪ ઉત્સધાંગુલ પ્રમાણનો) જાણવો. તેવા પ્રકારના (એટલે ૨૪ ઉત્સધાંગુલ પ્રમાણના) હસ્ત વડે ઉપર કહેલાં દંડ- ધનુસ - યુગ-નાલિકા-અક્ષ અને મુસલ નામનાં છએ માન-પ્રમાણ દરેક ચાર હાથ પ્રમાણમાં જાણવાં. એ છએ પ્રમાણને વમન સંજ્ઞા જાણવી. એ સંબધ છે.
પ્રશ્ન:- જો દંડ વિગેરે છએ પ્રમાણ જે પ્રત્યેક ચાર ચાર હાથ પ્રમાણના જ છે, અને હીન વા અધિક નથી, તો એ દંડ વિગેરે છ માંના કોઈપણ એક માન વડે અવમાન સંજ્ઞા (અવમાન પ્રમાણ) સિદ્ધ છે. તો તેવા જ પ્રકારના સરખા પ્રમાણવાળી શેષ અવમાન સંજ્ઞાઓ કહેવાનું શું પ્રયોજન છે?
ઉત્તર:- એ કહેવું જો કે સત્ય છે, પરંતુ વાસ્તુ, ભૂમિ વિગેરે મેય વસ્તુઓમાં (માપવા યોગ્ય પદાર્થોમાં) લોકરૂઢિના વશથી તે સમાન પ્રમાણવાળાં માન પણ જુદાં જુદાં ઉપયોગમાં આવતાં હોવાથી (સંજ્ઞાભેદ ઉપયોગમાં આવવાથી) તે સર્વનું (છએ સંજ્ઞાઓનું) અહીં ગ્રહણ કર્યું છે. જેમ કે – લોકમાં વાસ્તુ અને ભૂમિ વિગેરે દસ્ત વડે જ મપાય છે, અને ખેતીના વિષયવાળું (જેમાં ખેતી કરાય છે એવું) ક્ષેત્ર (ખેતર) તે ચાર હાથના વાંસરૂપ દંડ વડે જ મપાય છે. વળી માર્ગ તો ગાઉ યોજન વિગેરેના પ્રમાણથી જાણવાને ધનસુ વડે જ મપાય છે, તથા કૂવો વિગેરે ખાતને ચાર હાથ પ્રમાણની યષ્ટિવિશેષરૂપ (લાકડી) વડે જ મપાય છે, એ પ્રમાણે યુગ વિગેરેનો પણ અમુક અમુક વસ્તુઓ માપવામાં ઉપયોગ થાય છે તે દેશ વિગેરેની રૂઢિથી જાણવો. કહ્યું છે કે – “ભૂમિ હાથથી માપવા યોગ્ય છે, ક્ષેત્ર દંડ વડે માપવા યોગ્ય છે, માર્ગ ધનુષ વડે માપવા યોગ્ય છે, અને ખાત નાલિકા વડે મપાય છે.” એ પ્રમાણ અવમાન પ્રમાણ જાણવું. (અહીં યુગ આદિ શેષ પ્રકાર દેશવિશેષથી જાણવા). એ પ્રમાણે આ અવમાન પ્રમાણ સંબંધી ૯૦મી ગાથાનો અર્થ સમાપ્ત. ૯OM/
કાવતર [ : એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં પાંચ પ્રકારનું દ્રવ્યપ્રમાણ કહ્યું. હવે ક્ષેત્રપ્રમાણ કહેવાની ઈચ્છાએ આ ગાથા કહેવાય છે :
खेत्तपमाणं दुविहं, विभागओगाहणाए निप्फन्नं । एगपएसोगाढा-इ होइ ओगाहणमणेगं ॥९१॥
થાર્થ : ક્ષેત્રપ્રમાણ બે પ્રકારનું છે. ૧. વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ, ૨. અવગાહનાનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ. ત્યાં એક પ્રદેશાવગાઢ ઈત્યાદિ અનેક પ્રકારનું અવગાહના-નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે. I૯૧ાાં
ટીછાર્થ : ક્ષેત્ર એટલે આકાશ, અને તે આકાશસંબંધી જે પ્રમાણે તે ક્ષેત્રપ્રમાણ કહેવાય. તે બે પ્રકારનું છે : ૧. વિભાગનિષ્પન્ન, ૨. અવગાહનાનિષ્પન્ન. ત્યાં અવગાહનાનિષ્પન્ન પ્રમાણની વક્તવ્યતા - વ્યાખ્યા અલ્પ હોવાથી પ્રથમ તે અવગાહનાનિષ્પન્ન પ્રમાણનું સ્વરૂપ
Jain Education International
For Private 9 43 sonal Use Only
www.jainelibrary.org