________________
કહેવાય છે અને ત્યાર બાદ વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કહેવાશે.)
૧. અવગાહનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ છે UTUસોઢાડુ ઇત્યાદિ. (એ પદોનો અર્થ વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ સંબંધી હોવાથી ઉપર કહ્યા પ્રમાણે પશ્ચાત્ કહેવામાં આવશે.) “મોહમોનાં ઇતિ.' એ પદોમાં કેવળ “અવગાહન” શબ્દ છે, તો પણ પદના (અથવા વાક્યના) એક દેશ વડે (એક ભાગ – એક અવયવ વડે) પણ સંપૂર્ણ શબ્દ સૂચવાતો હોવાથી એ પદનો અર્થ “અવગાહન-નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણ' એમ જાણવો. તે અવગાહનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ અનેક પ્રકારનું છે. કેવી રીતે અનેક પ્રકારનું છે? તે કહે છે – જે એક પરમાણુ અથવા બે અણુનો ૧ સ્કંધ, ત્રણ અણુનો ૧ સ્કંધ, ઈત્યાદિ યાવત્ અનન્ત અણુનો સ્કંધ તે જો એક જ આકાશપ્રદેશમાં અવગાહ્યો-સમાઈ રહ્યો હોય તો તે એક અણુ અથવા દ્વિઅણુસ્કંધ-ત્રિઅણુસ્કંધ વિગેરે સર્વે પ્રદેશાવIIઢ કહેવાય; અને જે અવગાહ ભેદોમાં તે જ (એક પ્રદેશાવગાઢરૂપ ભેદ) આદિ હોય- છે તે
પ્રવેશવિહિત્રિ કહેવાય. અહીં “આદિ' શબ્દથી દ્વિપ્રદેશાવગાઢ - ટિપ્રદેશાવગાઢ – યાવત્ અસંખ્યપ્રદેશાવગાઢ એવા અનન્તદ્રવ્યસમૂહનું ગ્રહણ કરવું. તેથી તાત્પર્યાર્થ એ પ્રમાણે છે કેઃ
એકપ્રદેશાવગાઢ-દ્ધિપ્રદેશાવગાઢ-ત્રિપ્રદેશાવગાઢ –ચતુઃપ્રદેશાવગાઢ- યાવતુ અસંખ્યપ્રદેશાવગાઢ સુધીના અનેક દ્રવ્યસમૂહના ભેદથી (અસંખ્ય) ભેદવાળું હોવાથી તે અવગાહનાનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ અસંખ્ય પ્રકારનું છે. તે કારણથી જ એ પ્રમાણને અનેક પ્રકારનું કહ્યું છે. વળી આ પ્રમાણને બીજા ગ્રંથોમાં “પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ' એવું બીજું નામ આપ્યું છે; કારણ કે એકપ્રદેશાવગાઢ આદિ ભેદ જે એ અવગાહપ્રમાણના કહ્યા તે સર્વે ક્ષેત્રના - આકાશના પ્રદેશો વડે બનેલા (વિવક્ષેલા) હોવાથી તે પ્રદેશનિષ્પન્ન નામ કહ્યું છે. એમાં એક-બે આદિ ક્ષેત્રના જ પ્રદેશોમાં જ તે દ્રવ્યો અવગાહેલાં હોવાથી તેવા પ્રકારની અવગાહના વડે બનેલું (વિવસેલું) જે ક્ષેત્રપ્રમાણ તે પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ કહેવાય. એમાં તત્ત્વથી એક જ અર્થ છે, તેથી કોઈ પ્રકારનો વિરોધ નથી. (અર્થાત્ અવગાહનિષ્પક્સપ્રમાણ કહો, અથવા તો પ્રદેશનિષ્પન્ન પ્રમાણ કહો તો પણ એ બન્ને વસ્તુતઃ એક જ છે.) [તથા એ એવા પ્રદેશાવગાઢ ઇત્યાદિ અસંખ્ય ભેદો પ્રમાણ કઈ રીતે ગણાય? તે કહે છે-] એકપ્રદેશાવગાઢ દ્રવ્યોનું સ્વરૂપ એકપ્રદેશાવગાયિત્વ – એક પ્રદેશમાં જ અવગાહીને રહેવાનું – છે અને તે સ્વરૂપ થકી જ તે દ્રવ્યોનું તે પ્રમાણ છે અથવા તે દ્રવ્યોમાં તે તે પ્રમાણપણું છે તે પ્રતીત થઈ જાય છે. અર્થાત એક પ્રદેશમાં અવગાહીને રહેવાનું તે દ્રવ્યનું સ્વરૂપ જ તે દ્રવ્ય એકપ્રદેશાવગાઢ – પ્રમાણવાળું હોવાનું નક્કી કરી આપે છે. એ પ્રમાણે આ ૯૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૯૧/l
૩વતર : હવે વિ = વિવિધ પ્રકારનો અથવા વિશિષ્ટ મા = ભંગ - વિકલ્પ-પ્રકાર તે વિમ, તેના વડે (તેવા પ્રકારના વિભાગ વડે) નિષ્પન્ન = બનેલું (વિવસેલું) તે વિમા નિષ્પન્ન, ઇત્યાદિ રીતે પૂર્વે કરેલા વ્યુત્પત્તિ અર્થવાળું જે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ તેનું સ્વરૂપ કહેવાની ઇચ્છાએ આ ગાથા કહેવાય છે :
Jain Education International
૧૫૪ For Private & Personal Use Only
www.jainelibrary.org