________________
|| ૪. પ્રતિમાનપ્રમાળ ||
=
૩
હવે ચોથા પ્રતિમાન પ્રમાણનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે - પહિમા ઇત્યાદિ. જેના વડે મેય નું એટલે સુવર્ણ વિગેરેનું પ્રતિરૂપ મીયતે મપાય-પરિચ્છેદાય તેવું માન તે પ્રતિમાન. અથવા બીજો અર્થ એ છે કે – પ્રતિ યોગીપણા વડે પ્રતિ તુલ્ય એટલે પ્રતિસદૃશમાન તે પ્રતિમાન તે ગુંજા તથા કાકિણી વિગેરે જાણવાં. એ પ્રતિમાનને પણ સિદ્ધાન્તમાં મુંના ગિણિ નિષ્ઠાવો ઇત્યાદિ વચનથી ઘણા પ્રકારનું કહ્યું છે. ત્યાં ‘ગુંજા’ તો ‘ચણોઠી’ એવા નામથી લોકમાં પ્રસિદ્ધ જ છે, તેવી સવા ગુંજાની ૧ ાળિી, ત્રિભાગસહિત કાકિણી અથવા એક ત્રિભાગ ન્યૂન બે ગુંજાથી બનેલો ૧ વ-વાલ, ત્રણ વાલનો ૧ ર્મમાષ, બાર કર્મમાષ નો ૧ મણ્ડત, અને સોળ કર્મમાષનો ૧ સુવર્ણ. એ સર્વ પ્રમાણ તે પ્રતિમાન કહેવાય છે.
પ્રશ્ન:- વળી એ પ્રતિમાન પ્રમાણ કયા પદાર્થોમાં પરિચ્છેદકપણે માપવાના ઉપયોગ તરીકે પ્રવર્તે છે ? કે જેથી એ પ્રતિમાનને દ્રવ્યપ્રમાણ દ્વા૨ના ભેદોમાં ગણ્યું છે ? (અર્થાત્ પ્રતિમાન પ્રમાણથી કઈ વસ્તુઓ તોલાય છે ?)
ઉત્તર:- તે કહેવાય છે કે - પ્રમાણ જાણવા માટે જે વસ્તુને નારાચમાં (ત્રાજવામાં) પ્રિયન્તે ધરાય-સ્થાપવામાં આવે, તે રિમ વસ્તુઓ સુવર્ણ - રૂપું - મોતી વિગેરે (અર્થાત્ સુવર્ણ વિગેરે વસ્તુઓ ધરિમ દ્રવ્યો છે). તે વસ્તુઓના વિષયમાં પરિચ્છેદકપણે પ્રવર્તતું હોવાથી (એટલે તે સુવર્ણ વિગેરે પ્રતિરૂપ વસ્તુઓ તોલવાના ઉપયોગમાં આવવાથી) ગુંજા – કાકિણી વિગેરે માપને - પ્રમાણને પ્રતિમાનદ્રવ્યપ્રમાણ કહેવામાં આવે છે.
॥ ૬. મિપ્રમાળ ||
=
જેના વડે વસ્તુ યતે = સફ્રાયતે = ગણાય તે મિ અથવા વૃિત કહેવાય, અને તે એક-બે-ત્રણથી પ્રારંભીને શીર્ષપ્રહેલિકા સુધીના ગણિતનું સ્વરૂપ આ જ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે (કાળપ્રમાણમાં કહેવાશે). ૧૮૯૫
અવતરણ : હવે પૂર્વ ગાથામાં કહેલા અવમાન પ્રમાણનું કંઈક વિશેષ સ્વરૂપ ગાથા વડે કહેવાય છે, તે આ પ્રમાણે :
दंडो धणु जुग नालिय, अक्खो मुसलं च होइ चहत्थं ।
दस नालियं च रज्जुं वियाण ओमाणसन्नाए ॥९०॥
1
ગાથાર્થ : દંડ-ધનુ-યુગ-નાલિકા-અક્ષ અને મુસલ એ સર્વે (એક સરખા પ્રમાણના વાચક -પર્યાય શબ્દો છે અને તે સર્વે) ચાર હાથ પ્રમાણના છે, તથા દશ નાલિકાની ૧ રજ્જુ થાય છે. એ પ્રમાણે અવમાનપ્રમાણની સંજ્ઞાઓ જાણવી. ।।૯।
ટીદાર્થ : અહીં અવમાનપ્રમાણને સિદ્ધાન્તરૂપી સમુદ્રમાં (સિદ્ધાન્તમાં ‘હથેળ વા કંડેન ૧. મેય એટલે માપવા યોગ્ય પદાર્થો, સુવર્ણ-રૂપું વિગેરે.
૨. અહીં પ્રતિ એટલે સ્નાયું, અર્થાત્ હામા ત્રાજવામાં સ્થપાતી વસ્તુ, જેથી ‘પ્રતિયોગીપણા વડે' એટલે સ્પામા ત્રાજવામાં સ્થપાવારૂપ સંબંધ વડે, અર્થાત્ એ પ્રકારના પ્રતિપક્ષી પદાર્થપણા વડે.
૩. હામાં ત્રાજવામાં સ્થાપેલી વસ્તુ જેટલા વજનવાળું તે પ્રતિતૃત્ત્વ.
Jain Education International
૧૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org