________________
પ્રતર અંગુલ તો લંબાઈ અને પહોળાઈ એ બે વડે જ સરખું છે, અર્થાત્ જેટલા પ્રદેશની લંબાઈ તેટલા જ પ્રદેશની પહોળાઈવાળું છે), પણ પિંડથી સરખું નથી (એટલે જાડાઈ તેટલા પ્રદેશવાળી નથી, અર્થાત્ લંબાઈ અથવા પહોળાઈ જેટલા પ્રદેશવાળી જાડાઈ નથી, અથવા જેટલી લંબાઈ વા પહોળાઈ તેટલી જાડાઈ નથી), કારણ કે તે પ્રતરાંગુલમાં જાડાઈ તો માત્ર એક પ્રદેશ જેટલી જ છે, તે કા૨ણથી પ્રતરાંગુલ તે ઘનાંગુલના ભેદ તરીકે થાય (એટલે એક ઘનાંગુલમાંથી ઘણાં પ્રતરાંગુલ નીકળે, પરંતુ પ્રતરાંગુલમાંથી ઘનાંગુલ ન નીકળે), એમ જાણવું. વળી આ ઘનાંગુલ પણ લંબાઈમાં, પહોળાઈમાં અને જાડાઈમાં પ્રત્યેકમાં અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશરૂપ સદ્ભાવથી (વાસ્તવિક રીતે) છે, તો પણ અસત્કલ્પના વડે તે ૨૭ (સત્તાવીસ) પ્રદેશપ્રમાણ છે; કારણ કે પૂર્વે કહેલ ત્રણ પ્રદેશની સૂચિ વડે પૂર્વે કહેલ નવ પ્રદેશરૂપ પ્રતરને ગુણતાં એટલાં જ (સત્તાવીસ જ) પ્રદેશો પ્રાપ્ત થાય છે. એ ૨૭ પ્રદેશોની સ્થાપના પૂર્વે દર્શાવેલા નવ પ્રદેશની નીચે અને ઉ૫૨ નવ નવ પ્રદેશ સ્થાપીને વિચારવી. અને તેમ કર્યો છતે એ ઘનાંગુલ તે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એ ત્રણે રીતે સરખું થાય છે. એ ૯૩મી ગાથાનો અર્થ કહ્યો. Ill
ગવતરળ : એ ઉત્સેધાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માંગુલ એ ત્રણ અંગુલની મધ્યે પ્રથમ ઉત્સેધાંગુલ કેટલા પ્રમાણવાળું છે ? (અર્થાત્ ઉત્સેધાંગુલની લંબાઈ કેટલી ?) એવી આશંકા કરીને તેના પ્રમાણની ઉત્પત્તિનો અનુક્રમ નિરૂપણ ક૨વાને અર્થે આ ગાથા કહેવાય છે ઃ
सत्थेण सुतिक्खेण वि, छेत्तुं भेत्तुं व जं किर न सक्का । तं परमाणुं सिद्धा, वयंति आई पमाणाणं ॥ ९४ ॥
ગાથાર્થ : અત્યંત તીક્ષ્ણ એવા પણ શસ્ત્ર વડે નિશ્ચય જે છેદી કે ભેદી ન શકાય, તેને શ્રીજિનેશ્વરો સર્વ પ્રમાણોની આદિરૂપ પરમ કહે છે, (એટલે સર્વ પ્રમાણોમાં પ્રથમ પરમાણુ છે). ૫૯૪૫
ટીાર્થ : અહીં જે ૫૨માણુ અતિતીક્ષ્ણ એવા પણ શસ્ત્ર વડે એટલે ખડ્ગ આદિ વડે તથા કુંત (ભાલા) આદિ વડે અનુક્રમે નિશ્ચય છેદી ન શકાય, કે ભેદી પણ ન શકાય, (એટલે ખડ્ગાદિ વડે છેદી ન શકાય, અને કુંત આદિ વડે ભેદી ન શકાય) કારણ કે અત્યંત સ્નિગ્ધલપટણો-શ્લષ્ણ હોય છે; તે કારણથી તેવા ૫૨માણુને સિદ્ધા = જ્ઞાનસિદ્ધ એટલે સર્વજ્ઞો; પરંતુ સિદ્ધ પરમાત્માઓ નહિ કારણ કે તેમને શરીરાદિનો અસંભવ હોવાથી વચનનો અસંભવ છે; તે સિદ્ધો આગળ કહેવાતી ઉત્સેધાંગુલની ઉત્પત્તિમાં કારણભૂત એવી ઉત્ક્ષÆશ્લક્ષ્ણિકા વગે૨ે પ્રમાણોનું આદિ એટલે પ્રથમ પ્રારંભક કહે છે. અહીં ગાથામાં ર્િ (નિ=નિશ્ચય) કહેવાથી એ સૂચવ્યું કે-એ ૫૨માણુનું લક્ષણ જ કહેવાય છે, પરંતુ તે પરમાણુને કોઈ છેદવા-ભેદવાનો આરંભ કરતું નથી, કારણ કે ૫૨માણુ અતિબારીક - સૂક્ષ્મ હોવાથી છેદન-ભેદનના વિષયમાં આવતો નથી (એટલે છેદાતો-ભેદાતો નથી), તેમ જ તેને છેદવા-ભેદવાનું કંઈ કારણ પણ નથી (માટે તે પરમાણુનું ‘છેદાય નહિ, ભેદાય નહિ’ એ લક્ષણ માત્ર જ કહ્યું).
વળી અહીં જે આ ૫૨માણુ કહ્યો, તે વ્યવહારનયમત વડે જ પરમાણુ કહ્યો. બાકી વાસ્તવિક રીતે તો એ અનંત ૫૨માણુઓનો બનેલો સ્કંધ જ છે. પરન્તુ સૂક્ષ્મ પરિણામ
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org