________________
લક્ષણ સહિત કહ્યાં. અને તે અજીવ-દ્રવ્યોની પ્રરૂપણા સમાપ્ત થવા સાથે પ્રસંગે પ્રાપ્ત થયેલું એવું સત્પદપ્રરૂપણાદ્વાર પણ સમાપ્ત થયું. જેથી હવે સંતપયપવળયા, દ્વવ્વુપમાાં 7 ઇત્યાદિ પદવાળી ગાથામાં કહેલા દ્વારના ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલું વીનું દ્રવ્યપ્રમાદ્વાર કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકર્તા પ્રથમ તો પ્રમાણનું સ્વરૂપ નિરૂપણ કરવાને અર્થે આ ૮૭ મી ગાથા કહે છે (અર્થાત્ આ ગાથામાં પ્રમાણ કેટલા પ્રકારનાં અને કેવી રીતે ? તેનું પ્રતિપાદન કરીને ત્યા૨ બાદ દ્રવ્યોનું એટલે ધર્માસ્તિકાય વિગેરે પદાર્થોનું પ્રમાણ એટલે તે તે દ્રવ્યોની સંખ્યાવિશેષ કહેશે). તે આ પ્રમાણે :
दव्वे खेत्ते काले, भावे य चउव्विहं पमाणं तु । दव्यपएसविभागं पएसमेगाइयमणंतं ॥ ८७ ॥
:
ગાથાર્થ : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ચાર પ્રકારનું પ્રમાણ છે. ત્યાં દ્રવ્ય તે પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન એમ બે પ્રકારનું છે, અને તેમાં પ્રદેશનિષ્પન્ન દ્રવ્ય તે એકથી પ્રારંભીને અનન્ત પ્રકારનું છે. ૮ના
ટીાર્થ : પ્રમીયતે એટલે ધાન્ય વિગેરે પદાર્થો જેના વડે વિતે = પરિચ્છેદાય – મપાય તે પ્રમાણ, તે અસલી અને પસલી વિગેરે જાણવું. અથવા આ પદાર્થ આ છે, અથવા તેનું આવું સ્વરૂપ છે, એ પ્રમાણે પ્રતિનિયત સ્વરૂપે પ્રત્યેક પદાર્થ જેના વડે પ્રનીયતે એટલે રિદ્દિતે જણાય-સમજાય તે પ્રમાળ પૂર્વે કહેલા સ્વરૂપવાળું જાણવું. અથવા ધાન્યાદિ પદાર્થોની પ્રમિતિ એટલે પરિચ્છેદ અર્થાત્ સ્વરૂપબોધ તે પ્રમાળ કહેવાય. આ અર્થમાં અતિ (અસલી) અને પસલી વિગેરે તે પ્રમાણનું કારણ હોવાથી પ્રમાણ ગણાય છે, અને તે પ્રમાણ દ્રવ્યાદિ પ્રમેય (જેનું પ્રમાણ જાણવું છે તે દ્રવ્ય)ના વશથી (ભેદથી) ચાર પ્રકારનું છે. તે જ વાત ગાથામાં કહે છે કે - ‘પબિદું પમાણું તુ’ એ વાક્યમાં તુ શબ્દ પુનઃ અર્થમાં છે, જેથી ‘પુનઃ પ્રમાણ ચાર પ્રકારનું છે’ (એવો અર્થ થાય છે). તે ચાર પ્રકાર આ પ્રમાણે -
=
વ્યે ઈત્યાદિ. અહીં સૂત્ર તો માત્ર સૂચના કરે છે તેથી બ્વે કહેવાથી પણ દ્રવ્યસંબંધી પ્રમાણ અર્થાત્ ‘દ્રવ્યત્ર ' જાણવું. તથા (ચિત્ત) ક્ષેત્રસંબંધી પ્રમાણ તે ક્ષેત્રપ્રમાળ. એ પ્રમાણે (કાળસંબંધી પ્રમાણ તે) હ્રાત્ત્વપ્રમાળ, અને ભાવસંબંધી પ્રમાણ તે ભાવપ્રમાણ જાણવું. (એ પ્રમાણે સામાન્યથી ૪ પ્રકારનું પ્રમાણ કહીને હવે તે પ્રત્યેક પ્રમાણનું વિશેષ સ્વરૂપ કહે છે, તે આ પ્રમાણે) -
॥૧. દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ ॥
ત્યાં ઢવ્વ એટલે દ્રવ્યપ્રમાણ બે પ્રકારનું છે, તે બે પ્રકાર કહે છે - પણુવિમાનું એટલે પ્રદેશનિષ્પન્ન દ્રવ્ય અને વિભાગનિષ્પન્ન દ્રવ્ય. ત્યાં પસ પ્રદેશ એટલે અત્યંત નિર્વિભાજ્ય (જેના ભાગ ન થઈ શકે તેવા) તથા નિરંશ (જેનો અંશ ન હોઈ શકે) એવા જે દેશો એટલે અવયવો - વિભાગો તે પ્રવેશ કહેવાય, અર્થાત્ પરમાણુ. તે પ્રદેશો એટલે પરમાણુઓ વડે બનેલું જે દ્રવ્ય તે પ્રવેશનિષ્પન્નદ્રવ્ય અનેક પ્રકારનું છે. તે જ કહે છે – શાયમાંત = એક ૫૨માણુથી પ્રારંભીને ‘અનન્ત’ એટલે અનન્ત પ્રદેશો મળીને બનેલા
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org
=