________________
છે એમ સ્વીકારવું જોઈએ. આ સ્થાને (કાળદ્રવ્યના સંબંધમાં) ઘણું સ્વરૂપ (અથવા ચર્ચાવાદ) કહેવા યોગ્ય છે, પણ ગ્રંથ વધી જવાના ભયથી તેમ જ તે ચર્ચાવાદ અન્ય શાસ્ત્રોમાં કહેલો હોવાથી અહીં કહેવાશે નહિ. એ પ્રમાણે પૂર્વે કહેલા ન્યાય પ્રમાણે વર્તના વડે કાળ ઓળખાતો હોવાથી વર્તના કાળનું લક્ષણ છે. || તિ નિદ્રવ્યનક્ષi ||
પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ છે. રૂવરસ ઇત્યાદિ એટલે રૂપ-રસ-ગંધ અને સ્પર્શ તે અનુક્રમે ચક્ષુ-જીલ્હા-દ્માણ અને સ્પર્શ ઈન્દ્રિયને ગ્રાહ્ય એવા જે ગુણવિશેષ, તે આદિમાં છે જે સંસ્થાન-સંઘયણ વિગેરેની તે રૂપ રસ ગંધ સ્પર્શાદ’ કહેવાય. તેઓનું કારણ – હેતુ – નિબંધન તે “રૂપ રસ ગંધ સ્પર્ધાદિનું કારણ કહેવાય, અને તે (રૂપાદિકનું કારણ) પુદ્ગલાસ્તિકાય છે, એમ ચાલુ અધિકારથી જ સમજાય છે. (અર્થાત્ ગાથામાં રૂપરસાદિકનું કારણ) પુદ્ગલાસ્તિકાય છે એમ સ્પષ્ટ કહ્યું નથી તો પણ તેનું કારણ “પુદ્ગલાસ્તિકાય છે” એમ ચાલુ સંબંધથી સહેજે સમજી શકાય છે.) તથા પુદ્ગલો કેવલ રૂપ-રસ વિગેરેનાં જ કારણ છે એમ નહિ, પરન્તુ ઉત્તરભેદ સહિત જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મના (એટલે આઠ મૂળકર્મના અને તેના જ ૧૫૮ ઉત્તરભેદના) બન્ધનું કારણ પણ તે પુદ્ગલો જ છે, માટે અહીં ગાથામાં કહેલો કારણ” શબ્દ ડમરૂકમણિના ન્યાય પ્રમાણે અહીં પણ જોડવો.
તથા જેમ સ્થાસ-કોશ-કપાલ-કુંભ- શરાવ અને ઉદંચન (ઢાંકણું) આદિ રૂપે પરિણામ પામતી એવી મૃત્તિકા (માટી) તે સ્થાસ વિગેરેનું પરિણામી કારણ છે, તેમ પુદ્ગલો પણ રૂપ-રસ-ગંધ અને સ્પર્શાદરૂપે પરિણામ પામતાં તેમજ આઠ પ્રકારના (અથવા ઉત્તરભેદની અપેક્ષાએ ૧૫૮ પ્રકારના) કર્મરૂપે પરિણામ પામતાં છતાં તેઓનું (એટલે રૂપાદિકનું તથા કર્મનું) પરિણામી કારણ થાય છે, એ વાત પ્રતીતિકર જ છે (એટલે સહજે સમજાય તેવી ખાતરીવાળી છે). એ પ્રમાણે પુગલો કારણ છે, અને રૂપ-રસ-ગંધ- સ્પર્શાદિ તથા કર્મપરિણામ તે કાર્ય છે એમ વર્ણવીને તે રૂપાદિક તથા કર્મપરિણામ તે પુગલોનાં લક્ષણ છે, એમ સામર્થ્યથી કહ્યું – કહી દીધું એમ જાણવું. (એટલે જે કાર્ય તે લક્ષણ અને કારણ તે દ્રવ્ય એમ સિદ્ધ થયું).
કેમ કે પ્રત્યેક પ્રાણી માટે પ્રત્યક્ષસિદ્ધ એવા રૂપ વિગેરેથી તથા જેના વિના જગતની વિચિત્રતા ઉપપન્ન થતી નથી તે કર્મબંધ થકી, તેના (રૂપાદિના તથા કર્મબંધનના) કારણભૂત પુદ્ગલદ્રવ્યને ઓળખી શકાય છે; (તેથી તે બન્ને રૂપાદિ તથા કર્મબંધન પુદ્ગલનાં લક્ષણ બની રહે છે). જેમ ધૂમાડા વડે અગ્નિ ઓળખાતો હોવાથી અગ્નિનું લક્ષણ ધૂમાડો બની જાય છે તેની જેમ અહીં પણ સમજવું. એ પ્રમાણે આ ૮૬મી ગાથાનો અર્થ કહ્યો. //૮૬ રૂતિ सत्पदप्ररूपणाद्वारम् ।।
કાવતર : એ પ્રમાણે જીવસમાસની પ્રરૂપણામાં પ્રસંગથી પ્રાપ્ત થયેલ અજીવ-દ્રવ્યો પણ ૧. Dાસ એ ઘટનો અવયવ વિશેષ છે, તેમજ કોશ અને કપાલ તે પણ ઘટના અવયવો છે. અર્થાત્ એ અવયવોના ક્રમથી ઘટ બને છે. ૨. “પરિણામ પામતી' એટલે તે તે આકારરૂપે બનતી.
Jain Education International
For Private 1
onal Use Only
www.jainelibrary.org